અમદાવાદ- કારત્તક મહિનાની દેવઉઠી એકાદશીનું હિન્દુ ધર્મમાં વિશેષ ધાર્મિક મહત્ત્વ છે. આ દિવસે ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાંથી જાગે છે અને ચાતુર્માસ સમાપ્ત થાય છે. તો હવે આપણે જાણીએ કે 2026ના વર્ષમાં દેવઉઠી એકાદશી કઈ તિથીએ અને તારીખે આવે છે, તેમજ પૂજા અને વ્રતના પારણાનો શુભ સમય કયો રહેશે?
દરેક અગિયારસનું વિશેષ મહત્ત્વ
હિન્દુ ધર્મમાં એકાદશીના વ્રતનું ખાસ મહત્ત્વ હોય છે. આ વ્રત ભગવાન વિષ્ણુ માટે કરવામાં આવે છે. વર્ષમાં કુલ 24 એકદાશી આવી છે અને તેમાં દરેક એકદાશીનું અલગઅલગ મહત્ત્વ અને વિશેષતા હોય છે. તેમાંય કારત્તક મહિનાની સુદમાં આવતી અગિયારસ જેને દેવઉઠી એકાદશીના નામથી ઓળખાય છે.
ચાતુર્માસ પૂર્ણ થશે
ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિનાની નીંદરમાંથી જાગે છે. તેની સાથે ચાતુર્માસ સમાપ્ત થાય છે અને લગ્ન-વિવાહ જેવા શુભ કામ ફરીથી શરૂ કરાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે.
અગિયારસ કયારે?
પંચાંગ અનુસાર કારત્તક મહિનાના સુદમાં અગિયારસ તિથી 20 નવેમ્બર, 2026ને સવારે 7 વાગ્યેને 15 મિનીટે શરૂ થાય છે, અને આ તિથી 21 નવેમ્બર, 2026ને સવારે 6 વાગ્યેને 31 મિનીટ પર પૂર્ણ થાય છે. ઉદયતિથી અનુસાર જોઈએ તો 20 નવેમ્બરે દેવઉઠી એકાદશીનું વ્રત રાખવું. જ્યારે વૈષ્ણવ સંપ્રદાયના લોકો 21 નવેમ્બરે વ્રત કરશે.
પૂજાના મુહૂર્ત
પંચાંગ અનુસાર 20 નવેમ્બરે બ્રહ્મ મુહૂર્તમાં સવારે 5 વાગ્યેને 1 મિનીટથી 5 વાગ્યેને 44 મિનીટ સુધી રહેશે. અભિજિત મુહૂર્ત સવારે 11 વાગ્યેને 45 મિનીટથી બપોરના 12 વાગ્યેને 28 મિનીટ સુધી રહેશે. તે ઉપરાંત સાંજે ગોધૂલિ મુહૂર્ત જોઈએ તો 5 વાગ્યેને 26 મિનીટથી 5 વાગ્યેને 52 મિનીટ સુધી રહેશે. ભક્તો આ શુભ સમયમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજા કરી શકે છે.
પારણાનો શુભ સમય
એકદાશીનું વ્રતનું પારણા બીજા દિવસે કરાય છે. જે લોકો 20 નવેમ્બરે દેવઉઠી અગિયારસ કરે તો તેમણે 21 નવેમ્બરે પારણા કરવા જોઈએ. તેના માટે બપોરનો સમય 1 વાગ્યેને 10 મિનીટથી લઈને 3 વાગ્યેને 18 મિનીટ સુધીનો સમય શુભ રહેશે. વૈષ્ણવો 21 નવેમ્બરે એકાદશીનું વ્રત કરે તો તેમણે 22 નવેમ્બરે પારણા કરવા જોઈએ.
જૈનોમાં ચાતુર્માસનું વિશેષ મહત્ત્વ
ઘણા બધા ભક્તો ચાતુર્માસ કરે છે. એટલે કે દેવપોઢી એકાદશીથી દેવઉઠી એકાદશી સુધીના ચાર મહિના એક ટાઈમ જમીને ઉપવાસ કરે છે. ચાતુર્માસ કરતાં ભક્તો દેવઉઠી એકાદશીના બીજા દિવસે સવારે પારણા કરી શકે છે. તેમજ જૈનોમાં પણ ચાતુર્માસનું ખૂબ મહત્ત્વ છે. જૈન મહારાજ સાહેબ એક જ દેરાસર કે ઉપાશ્રયમાં રોકાણ કરીને આ ચાર મહિના દરમિયાન સંત્સગ અને ઉપદેશ આપતા હોય છે. તેઓ ચાતુર્માસ પૂર્ણ થાય પછી જૈન મહારાજ સાહેબ વિહાર કરે છે.

