અમદાવાદ- Marriage Muhurat April 2026 હિન્દુ કેલેન્ડર અનુસાર એપ્રિલ 2026નો મહિનો શુભ અને માંગલિક કાર્યોની ભેટ લઈને આવી રહ્યો છે. મીનારક એટલે કે ખરમાસની સમાપ્તિની સાથે જ 15 એપ્રિલથી શુભ કાર્યો શરૂ થશે. જો તમે તમારા ઘરમાં શરણાઈ વગાડવાની તૈયારી કરી રહ્યા છો તો પંચાંગની ગણતરી પ્રમાણે આ મહિનામાં લગ્ન(વિવાહ) માટે ઉત્તમ મુહૂર્ત આવી રહ્યા છે. ગ્રહોની શુભ સ્થિતિ અને નક્ષત્રોના ખાસ સંયોગને કારણે એપ્રિલ મહિનામાં લગ્ન માટે શ્રેષ્ઠ મુહૂર્તને પગલે યાદગાર બની રહેશે.
15 એપ્રિલથી લગ્ન શરૂ
હિન્દુ ધર્મમાં ખરમાસ દરમિયાન કોઈપણ માંગલિક કાર્ય વર્જિત હોય છે. એપ્રિલના પ્રથમ પખવાડિયા સુધી સૂર્યદેવ મીન રાશિમાં રહેવાના છે. જેને મીનારક કહેવાય છે. 14 એપ્રિલે સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરતાંની સાથે ખરમાસ સમાપ્ત થઈ જશે. ત્યાર બાદ 15 એપ્રિલથી(Marriage Muhurat April 2026) વિવાહ(લગ્ન), મુંડન અને ગૃહપ્રવેશ જેવા શુભ કાર્યોની શરૂઆત થઈ જશે.
વૈવાહિક જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ
ભારતીય સંસ્કૃતિમાં લગ્ન કેવળ બે લોકોનું મિલન તો છે જ. પણ સાથે બે પરિવારો વેવાઈ વેવણના સંબધના તાંતણે બંધાય છે. શુભ મુહૂર્તમાં લગ્નમાં ફેરા ફરાય તો દાંપત્ય જીવનમાં કલહની સંભાવના રહેતી નથી. પંચાંગ અનુસાર નક્ષત્રો અને તિથિઓને મેળવીને લગ્ન નક્કી કરાય છે, તો જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ મળે છે.
એપ્રિલ 2026માં લગ્નના મુહૂર્ત
(Marriage Muhurat April 2026)
પંચાંગ અનુસાર એપ્રિલ મહિનામાં લગ્ન માટે આ તિથિઓ શ્રેષ્ઠ મનાય છે.
(1) 15 એપ્રિલ, 2026 બુધવારે ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં તેરસની તિથિ છે. જે દિવસ અત્યંત શુભ અને સફળ વૈવાહિક જીવન આપનાર મુહૂર્ત છે.
(2) 20 એપ્રિલ, 2026ને સોમવારે રોહિણી નક્ષત્રમાં વિવાહ કરવો અત્યંત શુભ અને અનુકૂળ મનાય છે.
(3) 21 એપ્રિલ, 2026ને મંગળવારે મૃગશિષ નક્ષત્રમાં વિવાહ કરવા માટેનું મુહૂર્ત છે. જે શુભતાની સાથે સફળ વૈવાહિક જીવન માટે ઉત્તમ છે.
(4) 25 એપ્રિલ, 2026ને શનિવારે ગણના પોષક નક્ષત્રમાં સંધિ સમય ન્યૂન રહે છે, જેમાં વિવાહ કરવો વિશેષ રૂપથી શુભ અને લાભકારી મનાય છે.
(5) 26 એપ્રિલ, 2026ને રવિવારે મઘા નક્ષત્રમાં લગ્ન કરવા અત્યંત અનુકૂળ અને શુભ છે.
(6) 27 એપ્રિલ, 2026ને સોમવારે ઉત્તરફાલ્ગુની નક્ષત્રમાં વિવાહનું મુહૂર્ત છે. જે શુભ અને પરિવારમાં સુખ સમૃદ્ધિ લાવનાર મનાય છે.
(7) 28 એપ્રિલ, 2026ને મંગળવારે દિનભર લગ્ન માટે શુભ સમય છે અને નક્ષત્રનો પ્રભાવ પણ સકારાત્મક છે.
(8) 29 એપ્રિલ, 2026 બુધવારે હસ્ત નક્ષત્ર છે, જેમાં લગ્ન કરવા માટે અત્યંત શુભ અને સફળ વૈવાહિક જીવન આપનાર મુહૂર્ત છે.
અક્ષય તૃતિયાનું શ્રેષ્ઠ મુહૂર્ત
Marriage Muhurat April 2026 એપ્રિલ મહિનામાં સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત અક્ષય તૃતિયાનું છે. જે આ વર્ષે 19 એપ્રિલ, 2026ના રોજ આવે છે. શાસ્ત્રની માન્યતાઓ અનુસાર અક્ષય તૃતિયા એક વણજોયું મુહૂર્ત મનાય છે. તેનો અર્થ એ છે કે અક્ષય તૃતિયા(અખા ત્રીજ) શુભ અને શ્રેષ્ઠ દિવસ છે, તે દિવસે પંચાંગ જોયા વગર કોઈપણ શુભ કાર્ય કરી શકાય છે. આ દિવસે કરેલ દાન અને શુભ કાર્ય અક્ષય ફળ પ્રદાન કરે છે. જે દિવસે લગ્ન કરવાથી પણ વૈવાહિક જીવન અખંડ અને સ્થિર રહે છે.
ગુરુ અને શુક્રની સ્થિતિ
એપ્રિલ 2026માં ગુરુ અને શુક્રની સ્થિતિ વૈવાહિક કાર્ય માટે અનુકૂળ છે. દેવગુરુ બૃહસ્પતિ(ગુરુ) આ વર્ષના રાજા છે. જે સંબધોમાં સમજદારી અને બરકત લાવનાર રહેશે. તેમજ શુક્ર ગ્રહ સુખ અને પ્રેમનો કારક છે. આ બન્ને ગ્રહોનું ઉદિત થવું અને શુભ સ્થિતિમાં આવ્યા હોવાથી લગ્ન માટે તે અનિવાર્ય છે. આ મહિનાના મુહૂર્તમાં ભદ્રા અને પંચક જેવા દોષોનો અભાવ છે. જેથી શુભ કાર્યો વધુ સુરક્ષિત છે.
જન્માક્ષર મેળાપક
જો તમે લગ્ન માટે તારીખ નક્કી કરવાના હોય તો જ્યોતિષી પાસે જઈને વર અને કન્યાના જન્માક્ષર મેળવીને ચંદ્રની સ્થિતિ જોઈને પછી લગ્નનું શ્રેષ્ઠ મુહૂર્ત કઢાવશો.(Marriage Muhurat April 2026) જેથી તમારા માટે આ લગ્ન પછીનું જીવન સુખ, સમૃદ્ધિ અને સ્થિરતા લાવનાર બની રહેશે. વિવાહને એક સંસ્કાર કહ્યા છે. જેથી આ વિવાહ સંસ્કાર યોગ્ય અને શ્રેષ્ઠ મુહૂર્તમાં થાય તો તેનું અનેકગણુ ફળ મળે છે. ટ
(નોંધ- અત્રે આપેલ માહિતી જ્યોતિષ શાસ્ત્ર અનુસાર છે. આ માત્ર આપને માહિતગાર કરવા માટે છે. તેને gujaratibiznews.com પુષ્ટિ કરતું નથી.)

