PM Modi In Gujarat: વડાપ્રધાનના હસ્તે ગુજરાતમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમના નવા યુગનો પ્રારંભ, આ દશકો ભારતનો છે

by Gujarati biz news
PM Modi In Gujarat

સાણંદ- PM Modi In Gujarat વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Narendra Modi) અમદાવાદ જિલ્લાના સાણંદથી(Keynes Semicon) કેઇન્સ સેમિકંડક્ટર OSAT ફેસિલિટીનો(Keynes Semiconductor OSAT in Sanand) શુભારંભ કરાવતાં કહ્યું કે આ ‘ડિકેડ’ એટલે કે દશકો ભારતનો ‘ટૅકેડ’ છે. તેમણે કહ્યું કે આજે ભારતે તકનીકી ક્ષેત્રે જે નવી પહેલો કરી છે, તે આગામી દાયકાઓમાં વૈશ્વિક સ્તરે દેશના નેતૃત્વને વધુ મજબૂત બનાવશે.

ચિપ્સ અમેરિકા પહોંચીને સમગ્ર વિશ્વને અજવાળશે

વૈશ્વિક બજારમાં ભારત આજે એક ભરોસાપાત્ર સેમિકંડક્ટર સપ્લાયર તરીકે ઊભરી રહ્યું છે તેમ જણાવી(PM Modi In Gujarat) વડાપ્રધાન મોદીએ ઉમેર્યું કે સાણંદમાં તૈયાર થયેલી આ ચિપ્સ અમેરિકા પહોંચીને સમગ્ર વિશ્વને અજવાળશે. સેમિકંડક્ટર ક્ષેત્રે ભારતનું વર્તમાન વૈશ્વિક માર્કેટ 4.50 લાખ કરોડ રૂપિયાનું છે. અને વર્ષ 2030 સુધીમાં 9 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે.

ભારતના આત્મવિશ્વાસનું એલાન

21મી સદીનો આ સમયગાળો માત્ર આર્થિક હરીફાઈનો સમય નથી, પરંતુ ભવિષ્યના ટૅક લૅન્ડસ્કૅપને આકાર આપવાનો સમય છે. પરિણામે, વર્ષ 2021માં ભારતમાં સેમિકંડક્ટર મિશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ માત્ર એક ઔદ્યોગિક નીતિ નથી, પરંતુ વૈશ્વિક કક્ષાએ ભારતના આત્મવિશ્વાસનું એલાન છે. તેમણે કહ્યું કે આજનું આ નવું ભારત માત્ર બદલાવનું સાક્ષી નહીં, પણ આ બદલાવનું નેતૃત્વ લેવા માટે આગળ વધી રહ્યું છે.

PM Modi In GujaratOSAT ફેસિલિટીનું ઉદઘાટન

આ પ્રસંગે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય આઈટી પ્રધાન અશ્વિની વૈષ્ણવ, નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી, રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી પ્રધાન અર્જુન મોઢવાડિયા ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના એક દિવસીય પ્રવાસે પધારેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાણંદ ખાતે કેઇન્સ સેમિકોન(Kaynes Semicon)ની અત્યાધુનિક આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) ફેસિલિટીનું ઉદઘાટન કરીને દેશના સેમિકન્ડક્ટર મિશનને નવું સામર્થ્ય બક્ષ્યું છે.(Keynes Semiconductor OSAT in Sanand)

પીએમનો યુવા એન્જિનિયર્સ સાથે સંવાદ

સાણંદ જીઆઈડીસી ખાતે અંદાજે રૂપિયા 3300 કરોડના ખર્ચે તૈયાર થયેલો આ પ્લાન્ટ ભારતના સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત એક મહત્વનું સીમાચિહ્ન સાબિત થશે. વડાપ્રધાને(PM Modi In Gujarat) પ્લાન્ટનું લોકાર્પણ કર્યા બાદ સુવિધાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. વડાપ્રધાને કેઇન્સ સેમિકોન પ્લાન્ટનું ઉદઘાટન કર્યા બાદ કેઇન્સના યુવા એન્જિનિયર્સ સાથે સંવાદ સાધીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. વડાપ્રધાનના હસ્તે વધુ એક સેમિકન્ડક્ટર પ્લાન્ટનો શુભારંભ થતા ગુજરાતમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમના નવા યુગનો પ્રારંભ થયો છે.

એન્કર કસ્ટમરને પ્રોડક્ટ એનાયત

આ પ્રસંગે વડાપ્રધાન મોદી અને કેઇન્સના વાઈસ ચેરમેન રમેશ કુન્હિકન્નનના હસ્તે કેઇન્સ સેમિકોન દ્વારા તેમના એન્કર કસ્ટમર ‘આલ્ફા ઓમેગા સેમિકન્ડક્ટર’ના સીઈઓ સ્ટીફન ચેંગને પ્રોડક્ટ એનાયત કરવામાં આવી હતી.

સેમિકન્ડક્ટર ઈકોસિસ્ટમ ઝડપથી વિકસી રહી છે

PM Modi In Gujarat વડાપ્રધાને કે ગયા મહિને આપણે માઈક્રોનના પ્લાન્ટમાં પ્રોડક્શનની શરૂઆત કરી અને આજે કેન્સ ટેકનોલોજીના પ્લાન્ટનો પ્રારંભ થઈ રહ્યો છે. આ માત્ર સંયોગ નથી, પરંતુ ભારતની સેમિકન્ડક્ટર ઈકોસિસ્ટમ કેટલી ઝડપથી વિકસી રહ્યું છે તેનું જીવંત પ્રમાણ છે. ભારતની પોતાની કંપની કેઈન્સ હવે ગ્લોબલ સેમિકન્ડક્ટર સપ્લાય ચેઈનનો મજબૂત હિસ્સો બની ગઈ છે, જે દરેક ભારતવાસી માટે ગૌરવની ક્ષણ છે. એમ તેમણે ઉમેર્યું હતું.

મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ

આજનો આ દિવસ ‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’ના મંત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરે છે એમ જણાવીને વડાપ્રધાને કહ્યું કે સાણંદ અને સિલિકોન વેલી વચ્ચે આજે એક નવો સેતુ બંધાયો છે. અહીં બનતા ઇન્ટેલિજન્ટ પાવર મોડ્યૂલ્સ અમેરિકાની કંપનીઓ સુધી પહોંચશે અને ત્યાંથી આખી દુનિયાને પાવર આપશે. આ પ્રોજેક્ટથી ભારત વૈશ્વિક બજારમાં એક ભરોસાપાત્ર સપ્લાયર તરીકે પોતાની ભૂમિકા વધુ સશક્ત કરી રહ્યું છે.

ભારતની મજબૂતીનો પાયો

સેમિકન્ડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભરતા પર ભાર મૂકતા(PM Modi In Gujarat) વડાપ્રધાન મોદીએ કહ્યું કે સેમિકન્ડક્ટરમાં આત્મનિર્ભરતા માત્ર એક ચિપ સુધી મર્યાદિત નથી, તે AI, ઇલેક્ટ્રિક વ્હિકલ, ક્લીન એનર્જી, ડિફેન્સ અને ઇલેક્ટ્રોનિક્સ જેવાં અનેક ક્ષેત્રોમાં ભારતની મજબૂતીનો પાયો છે. આજે દેશના છ રાજ્યોમાં રૂપિયા 1.60 લાખ કરોડના ખર્ચે 10 મોટા પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે.

ડિઝાઇન પ્રોફેશનલ્સ તૈયાર કરવાનું લક્ષ્ય

દેશમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભવિષ્યના આયોજન અંગે વડાપ્રધાને જણાવ્યું કે મિશનના પ્રથમ ફેઝની સફળતા બાદ હવે આપણે ‘ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0’ તરફ ડગ માંડ્યા છે. અમારો પ્રયાસ હવે એક ‘ફુલ સ્ટેક’ ભારતીય સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ તૈયાર કરવાનો છે. ભારત આજે ઇન્ડસ્ટ્રી-લેડ રિસર્ચ અને ટ્રેનિંગ સેન્ટર્સને પ્રોત્સાહન આપી રહ્યું છે. ખૂબ જ ટૂંક સમયમાં દેશમાં 85 હજારથી વધુ ડિઝાઇન પ્રોફેશનલ્સ તૈયાર કરવાનું લક્ષ્ય પ્રાપ્ત કરી લેવામાં આવશે.

અસીમિત સંભાવનાઓ

સેમિકન્ડક્ટર ક્ષેત્રની અપાર સંભાવનાઓ વિશે વાત કરતા(PM Modi In Gujarat) વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે આ ક્ષેત્રમાં રહેલી અસીમિત સંભાવનાઓને કારણે દુનિયાભરના રોકાણકારોમાં ભારત પ્રત્યે ભારે ઉત્સાહ છે. આપણો લક્ષ્યાંક આપણી જરૂરિયાતની વધુમાં વધુ ચિપ્સ ભારતમાં જ બનાવવાનો છે તેમ તેમણે ઉમેર્યું હતું.

નેશનલ ક્રિટિકલ મિનરલ્સ મિશન

ક્રિટિકલ મિનરલ્સ અને તેની સપ્લાય ચેઈન અંગે વાત કરતા વડાપ્રધાને જણાવ્યું કે સુરક્ષિત સપ્લાય ચેઈન માટે ભારતે ‘નેશનલ ક્રિટિકલ મિનરલ્સ મિશન’ શરૂ કર્યું છે. ઓડિશા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કેરળ જેવાં દરિયાકાંઠાનાં રાજ્યોને સાંકળીને ‘રેર અર્થ કોરિડોર’ના નિર્માણની પણ જાહેરાત કરવામાં આવી છે. આ નેટવર્ક માઇનિંગ, રિફાઇનિંગ અને મેન્યુફેક્ચરિંગની એક મજબૂત ચેઇન બનાવશે, જે ભારતને ઊર્જા સુરક્ષા પ્રદાન કરશે.

ભારતની સફરને વધુ વેગ

ટેક્નોલોજી ક્ષેત્રે ભારતની ક્ષમતાઓ અંગે વિશ્વાસ વ્યક્ત કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે AI એડોપ્શનમાં ભારત આજે દુનિયામાં મોખરે છે. અમે સ્પેસ સેક્ટરને પ્રાઈવેટ પ્લેયર્સ માટે ખોલ્યું છે અને ન્યુક્લિયર તેમજ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ પર મિશન મોડમાં કામ કરી રહ્યા છીએ. કેઈન્સનો આ પ્લાન્ટ ‘ફેક્ટરી ઑફ ધ વર્લ્ડ’ તરીકેની ભારતની સફરને વધુ વેગ આપશે.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ

કેઇન્સ સેમિકોનના OSAT પ્લાન્ટના શુભારંભ પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે(Gujarat CM Bhupendra Patel) જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતે વિકાસની તેજ ગતિ પકડી છે. આજે સાણંદમાં કેઈન્સ સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યાન્વિત થયો છે, તે એક આગવો માઇલસ્ટોન પુરવાર થશે. ગયા મહિને સાણંદ સ્થિત માઇક્રોન ફેસિલિટીને વડાપ્રધાને ખુલ્લી મૂકી હતી અને આજે કેઇન્સ સેમિકન્ડક્ટર પ્લાન્ટનો શુભારંભ એ સાણંદ-ધોલેરાને સિલિકોન વેલી બનાવવાની દિશામાં આગવું કદમ સાબિત થશે.

ગુજરાતની વિકાસગતિની ઝડપ

મુખ્યપ્રધાન પટેલે વધુમાં જણાવ્યું કે કેઈન્સ પ્રોજેક્ટને ભારત સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત વર્ષ 2024માં મંજૂરી મળી હતી અને આજે તે કાર્યાન્વિત થઈ રહ્યો છે, જે ગુજરાતની વિકાસગતિની ઝડપને પુરવાર કરે છે.

કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવ

આ પ્રસંગે કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે(Union IT Minister Ashwini Vaishnav) જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં માત્ર 14 મહિનામાં કેઇન્સ સેમિકોન પ્લાન્ટના ખાતમુહૂર્તથી લઈને કોમર્શિયલ પ્રોડક્શન શરૂ થઈ ચૂક્યું છે, જે એક રેકોર્ડ છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાત સરકારની સક્રિયતાને તેમણે બિરદાવી હતી. વડાપ્રધાનની વિઝનરી લીડરશિપમાં ભારતે સેમિકન્ડક્ટર ક્ષેત્રે ટેક ઑફ કરી લીધું છે. વર્ષ 2032 સુધીમાં ભારત સેમિકન્ડક્ટર ક્ષેત્રે ટોચના છ દેશોમાં સામેલ થઈ જશે અને વર્ષ 2047 સુધીમાં ટોચના ત્રણ દેશોમાં સ્થાન હાંસલ કરી લેશે, એવું વિશ્વાસપૂર્વક ઉમેર્યું હતું.

2026ના અંત સુધીમાં કુલ ચાર પ્લાન્ટ શરૂ થશે

તેમણે વધુમાં જણાવ્યું કે ગુજરાતમાં અત્યાર સુધીમાં બે સેમિકન્ડક્ટર પ્લાન્ટ શરૂ થઈ ચૂક્યા છે અને વર્ષ 2026ના અંત સુધીમાં કુલ ચાર પ્લાન્ટ શરૂ થઈ જશે. જ્યારે વર્ષ 2027માં વધુ બે સેમિકન્ડક્ટર પ્લાન્ટ અને વર્ષ 2028માં ધોલેરામાં ફેબ પ્લાન્ટ પણ કાર્યરત થઈ જશે. આમ, દેશભરમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે એક ઇકોસિસ્ટમ ઊભી થઈ રહી છે.

60,000 યુવા એન્જિનિયર્સને સેમિકન્ડક્ટર અંગેની તાલીમ

દેશની 315 યુનિવર્સિટીઓના 60,000 યુવા એન્જિનિયર્સે સેમિકન્ડક્ટર અંગેની તાલીમ મેળવી લીધી છે તેમ જણાવી વૈષ્ણવે ઉમેર્યું કે દેશના યુવાનો 2 nmની સેમિકન્ડક્ટર ચિપની ડિઝાઇન તૈયાર કરી રહ્યા છે. દેશમાં વિશ્વની સૌથી કોમ્પ્લેક્સ ચિપની ડિઝાઇનથી લઈને કોમર્શિયલ પ્રોડક્શન શરૂ થઈ ચૂક્યું છે.

કેઈન્સના CEO કે. રઘુનાથન પણીકર

સેમિકન્ડક્ટર પ્લાન્ટના ઉદઘાટન પ્રસંગે કેઈન્સના CEO કે. રઘુનાથન પણીકરે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વ અને ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશનના સચોટ રોડમેપને કારણે ભારત આજે ચિપ મેન્યુફેક્ચરિંગના વૈશ્વિક નકશા પર ગૌરવભેર ઉભરી આવ્યું છે. તેમણે 38 વર્ષ પહેલાના સંઘર્ષને યાદ કરતા ઉમેર્યું કે ભૂતકાળમાં સ્પષ્ટ માર્ગદર્શિકાના અભાવે જે પ્રતિભાઓ વિદેશ પલાયન કરી ગઈ હતી, તે આજે સરકારની ઉદ્યોગલક્ષી નીતિ અને પ્રોત્સાહક ફંડિંગને કારણે ભારતમાં જ નવીન સ્ટાર્ટઅપ્સ અને કુશળ વર્કફોર્સ તૈયાર કરી રહી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ‘ભારતનું આગમન થઈ ચૂક્યું છે’ અને સમગ્ર ઇલેક્ટ્રોનિક ઇકોસિસ્ટમ હવે ‘ISM 2.0’ ના નવા યુગમાં પ્રવેશવા સજ્જ છે.

63 લાખ જેટલી ચિપ્સની દૈનિક ઉત્પાદન ક્ષમતા

અત્રે ઉલ્લેખનીય છે કે, કેઇન્સની આ અત્યાધુનિક OSAT ફેસિલિટી 63 લાખ જેટલી ચિપ્સની દૈનિક ઉત્પાદન ક્ષમતા સાથે સાણંદને ગ્લોબલ સેમિકન્ડક્ટર હબ તરીકે પ્રસ્થાપિત કરશે અને દેશના ટૅક-ફ્યુચરનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે તથા ભારતની વધતી જતી ટેકનોલોજિકલ જરૂરિયાતોને પહોંચી વળવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. આ પ્લાન્ટના ઉદ્ઘાટન સાથે દેશને ગ્લોબલ સેમિકન્ડક્ટર ઈકોસિસ્ટમની ‘ડ્રાઇવિંગ સીટ’ સુધી પહોંચાડવામાં ગુજરાતે લીડ લીધી છે.

નિર્માણ કાર્ય રેકોર્ડબ્રેક સમયમાં પૂર્ણ

ભારત સરકારના સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત ‘કેઇન્સ સેમિકોન’ OSAT ફેસિલિટી પ્રોજેક્ટને સપ્ટેમ્બર 2024માં કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. જેનું નિર્માણ કાર્ય રેકોર્ડબ્રેક સમયમાં પૂર્ણ કરીને દેશ અને ગુજરાતની ઇજનેરી ક્ષમતાનો પરિચય આપ્યો છે. આ પ્લાન્ટ માત્ર ચિપ પેકેજિંગ અને ટેસ્ટિંગની સુવિધા જ પૂરી પાડશે નહીં, પરંતુ સ્થાનિક સ્તરે હજારો યુવાનો માટે ઉચ્ચ કૌશલ્ય ધરાવતી રોજગારીની તકોનું સર્જન પણ કરશે.

You will also like

Leave a Comment