Stock Market India: ત્રણ દિવસના સુધારા પછી હવે શું નફારૂપી વેચવાલી આવશે?

by Gujarati biz news
Stock Market India

અમદાવાદ- Stock Market India શેરબજારમાં ત્રીજી ટ્રેડિંગ સેશનમાં સુધારો આવ્યો હતો. બ્લુચિપ શેરોમાં નવી લેવાલી ચાલુ રહેતાં શરૂની નરમાઈ પછી ઝડપી સુધારો જોવાયો હતો. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 509 પોઈન્ટ વધી 74,616 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 155 પોઈન્ટ વધી 23,123 બંધ થયો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 107 પોઈન્ટ વધી 52,716 બંધ થયો હતો. આજે મંગળવારે માર્કેટ કેપમાં 2 લાખ કરોડનો વધારો થયો હતો. કાલે આરબીઆઈની ક્રેડિટ પૉલીસીની જાહેરાત થવાની છે. આજે રીકવરી આવવાના કયા કારણો? આગામી દિવસોમાં ટ્રેન્ડ કેવો રહેશે? કાલે વધુ સુધારો કે નફારૂપી વેચવાલી? ટેકનિકલી માર્કેટ(Share Market India) મજબૂત થયું છે? ત્રણ દિવસની રીકવરી પછી શું ધ્યાન રાખશો?

જૂઓ વીડિયો….

સેન્સેક્સ 509 પોઈન્ટ ઉછળ્યો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ આજે સવારે 73,734ના નીચા મથાળે ખૂલીને શરૂમાં વધુ ઘટી 73,282 થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઝડપથી સુધરી 74,686 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 74,616.58 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 509.73નો ઉછાળો દર્શાવે છે.

નિફ્ટી 155 પોઈન્ટ વધ્યો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 22,838ના નીચા મથાળે ગેપમાં ખૂલ્યો હતો. શરૂમાં વધુ ઘટી 22,719 થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઝડપી ઉછળી 23,153 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 23,123.65 બંધ થયો હતો. જે 155.40નો ઉછાળો દર્શાવે છે.

શરૂની નરમાઈ પછી ઝડપી રીકવરી

આજે સવારે શેરબજાર નીચા મથાળે ગેપમાં ખૂલ્યું હતું. શરૂમાં અમેરિકાની ઈરાનને ધમકી અને મંગળવારનું અલ્ટીમેટમ પુરુ થતું હોવાથી બજારમાં ભારે ગભરાટ હતો. પરિણામે શરૂમાં ભારે વેચવાલીથી શેરોના ભાવ વધુ ઘટ્યા હતા. જો કે નીચા મથાળે વેલ્યૂ બાઈંગ આવતાં શેરોના ભાવ ઘટાડેથી ઝડપી રીકવર થયા હતા. સતત ત્રીજી ટ્રેડિંગ સેશનમાં રીકવરી જોવા મળી હતી.

રીકવરી આવવાના કારણો

(1) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટ્યા હતા. બ્રેન્ટ ક્રૂડ 108 ડૉલર અને ક્રૂડ ઓઈલ 111 ડૉલર પર સ્ટેડી હતું. જેથી શેરબજારનું સેન્ટિમેન્ટ સુધર્યું હતું.

(2) ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સુધર્યો હતો. આજે રૂપિયો 9 પૈસા સુધરીને 92.98 રહ્યો હતો.

(3) આવતીકાલે 8 એપ્રિલના રોજ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ક્રેડિટ પૉલીસીની જાહેરાત કરશે. જેમાં રેપો રેટમાં કોઈ જ ફેરફાર કરાશે નહી, તેવું અનુમાન છે. પણ જીઓ પોલિટિકલ ટેન્શનને કારણે આરબીઆઈ મોંઘવારી દરનું અનુમાન શું કરે છે, તેના પર શેરબજારની નજર મંડાયેલી છે.

(4) સતત ત્રીજી ટ્રેડિંગ સેશનમાં આઈટી સેકટરના શેરોમાં નવી લેવાલી ચાલુ રહેતાં આઈટી સેકટરનો ઈન્ડેક્સ 700 પોઈન્ટથી વધુ ઉછળ્યો હતો. પરિણામે શેરબજારનું સેન્ટિમેન્ટ રીકવરી તરફી હતું.

બે નેગેટિવ ફેકટર પર ધ્યાન રાખવું

આમ ચાર ફેકટરને કારણે શરૂની નરમાઈ પછી રીકવરી આવી હતી. જો કે હજી બે ફેકટર પર વધુ સાવચેતી રાખવાની જરૂર છે. યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આવી છે કે ઈરાન બુધવારની સવાર સુધી સમજૂતિ કરી લે, નહી તો અમે ભંયકર હૂમલો કરીશું. અમે પાવર પ્લાન્ટ અને સિવિલ ઈન્ફ્રાસ્ટ્રકચર પર હૂમલો કરીશું. જે મુદત કાલે બુધવારે સવારે પૂર્ણ થાય છે.

એફઆઈઆઈ હેવી નેટ સેલર

બીજુ ભારતીય શેરબજાર માટે નેેગેટિવ ફેકટર છે. એફઆઈઆઈ ભારતીય શેરબજારમાં સતત નવ મહિનાથી નેટ સેલર છે. 6 એપ્રિલે એફઆઈઆઈએ કુલ રૂપિયા 8,167 કરોડનું નેટ સેલ કર્યું હતું. આમ એપ્રિલ મહિનાની ત્રણ ટ્રેડિંગ સેશનમાં એફઆઈઆઈએ રૂપિયા 26,429 કરોડનું નેટ સેલ કર્યું છે. જે પ્રેશરને શેરબજારમાં ઉછાળા ઉભરા જેવા રહી શકે છે.

એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ

એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. આજે મંગળવારે 2082 શેરના ભાવ વધ્યા હતા અને 1149 શેરના ભાવ ઘટ્યા હતા.

25 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 22 શેર બાવન વીક લો પર બંધ હતા. 185 શેરમાં અપર સર્કિટ લદાઈ હતી અને 26 સ્ટોકમાં લોઅર સર્કિટ લદાઈ હતી.

સૌથી વધુ ઊંચકાયેલા શેર

વીપ્રો(3.71 ટકા), હિન્દાલકો(2.97 ટકા), ટીસીએસ(2.81 ટકા), એચસીએલ ટેકનોલોજી(2.65 ટકા) અને ઈન્ફોસીસ ટેકનોલોજી(2.59 ટકા)

સૌથી વધુ ગગડેલા શેર

ડૉ. રેડ્ડી લેબ(1.63 ટકા), ઈન્ડિગો(1.01 ટકા), અદાણી એન્ટરપ્રાઈઝ(0.96 ટકા), એપોલો હોસ્પિટલ(0.60 ટકા) અને ટ્રેન્ટ(0.49 ટકા)

કાલે શેરબજાર કેવું રહેશે?

ત્રણ દિવસની રીકવરી પછી શેરબજારમાં નફારૂપી વેચવાલી આવવાની શકયતા વધારે છે. ઈરાન વોર અને એફઆઈઆઈની વેચવાલી આ બે નેગેટિવ ફેકટર હોવાથી હાલ તેજી થવી મુશ્કેલ છે. જેથી ઉછાળે વેચવાલી આવશે. જો કે ટેકનિકલી માર્કેટ સ્ટ્રોંગ થયું છે. નિફ્ટીમાં 22,200 અને સેન્સેક્સમાં 71600ના બોટમ બની ગયા છે. જો આ બે લેવલ તૂટશે તો શેરબજારમાં ફ્રી ફૉલ જોવા મળશે.

You will also like

Leave a Comment