Taurus Zodiac: વૃષભ રાશિની આગવી વિશેષતા જાણો, સફળતા મેળવવા શું કરવું જોઈએ?

by Gujarati biz news
Taurus Zodiac

Taurus Zodiacઅમદાવાદ- Taurus Zodiac જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ બાર રાશિ આવે છે. બાર રાશિઓના જાતકોનું અવલોકન કરીએ તો અલગઅલગ વ્યક્તિત્વ જોવા મળતું હોય છે. દરેક રાશિની આગવી વિશેષતા અને લક્ષણો હોય છે. જ્યોતિષશાસ્ત્રની પ્રથમ રાશિ મેષ રાશિ(Mesh Rashi)નું વ્યક્તિત્વ, પ્રભાવ, સ્વભાવ, ધંધો, તંદુરસ્તી વગેરે આપણે અગાઉ જાણી ગયા છીએ. આજે આપણે બીજી રાશિ વૃષભ રાશિના(Taurus Zodiac) જાતકોનું વ્યક્તિત્વ, પ્રભાવ, સ્વભાવ, ધંધો, તંદુરસ્તી અગે જાણીશું.

વૃષભ (બ, વ, ઉ)

Vrushabh Rashi

30° થી 60 અંશ સુધીના ભાગને વૃષભ રાશિ(Taurus Zodiac) કહે છે. તેનું ચિહ્ન આખલો છે, જે સ્થિરતા અને મહેનત દર્શાવે છે.

વ્યક્તિત્વ

Vrushabh Rashi આ રાશિવાળા શાંત સ્વભાવના, ઓછા બોલા, વહેવારમાં દરેક કાર્ય વિચારીને કરે છે. ધીરજથી કામ કરે છે. ચુસ્ત મનના હોય છે. મનમાં જે નક્કી કર્યું છે તે જ કાર્ય કરે છે. જીવનમાં તેઓ વાસ્તવિકતમાં વધુ વિશ્વાસ ધરાવે છે.

દેખાવ

Taurus Zodiac આ રાશિવાળા જાતકો નીચા બાધાના, ચહેરો ભરાવદાર, સુંદર મોટી આંખોવાળા હોય છે. સ્વભાવે નરમ પણ શક્તિવાળા, ભરોસાપાત્ર કલાકાર, તહેવારો, મોજ શોખ અને વિલાસી જીવન જીવવા વાળા હોય છે. દેખાવડા અને આકર્ષક હોવાથી પ્રભાવ પડે છે. માયાળુ વર્તન તથા મહેનતું અને શારીરિક શ્રમ વધુ કરનારા હોય છે.

રોજગારી

આ રાશિવાળા જાતકો એકાઉન્ટિંગ, આનંદપ્રમોદના સાધનો, શિલ્પ શાસ્ત્રી, નાટ્ય શાસ્ત્રી, સંગીતકાર, સુગંધિત વસ્તુના વેપારી બની શકે છે. જ્વેલર્સ, આર્ટિસ્ટ, ગાયકકલાકાર, સંગીતકાર, નાના-મોટા વેપારી, મેનેજર, ડોક્ટર, મંત્રી, લેખક, ઇલેક્ટ્રિશિયન, વિવેચક અને સલાહકાર હોઈ શકે છે.

તંદુરસ્તી

Taurus Zodiac આ રાશિવાળા વ્યક્તિને પિતાજીના રોગ, મૂત્રપિંડના રોગ, કમળો, ડાયાબિટીસ, લોહી વિકાર, સોજા, અસ્થમા-દમ, સંધિવા જેવા રોગ થવાનો સંભવ રહે છે.

વૃષભ રાશીનો સ્વામી શુક્ર છે.(શુક્ર એ પ્રેમ, સૌંદર્ય અને વૈભવનો કારક છે)

વૃષભ રાશિનું વર્ણ વૈશ્ય છે.

વૃષભ રાશિનો રંગ સફેદ છે.

આ રાશિનવું ચિહ્ન બળદ(આખલો) છે.

વૃષભ રાશીનો સ્વભાવ સ્થિર હોય છે.

આ રાશિની દિશા દક્ષિણ છે.

વૃષભ રાશીની પ્રકૃતિ વાયુ છે.

આ રાશિનું તત્વ પૃથ્વી(માટી) છે.

વૃષભ રાશિનો લિંગ સ્ત્રી છે.

આ રાશીના દેવતા લક્ષ્મીનારાયણ છે.

વૃષભ રાશીની ઉન્નતિ 32 વર્ષે થાય છે.

વૃષભ રાશિની સફળતા

વૃષભ રાશીના જાતકો શુક્રનું નંગ પહેરે તો તેનાથી તેમનો ફાયદો થશે. તેમજ  વિષ્ણુસહસ્ત્રના પાઠ દરરોજ કરવો જોઈએ. કોઈપણ કામની શરૂઆત કરતાં પહેલા લક્ષ્મીનારાયણ ભગવાનને મનમાં યાદ કરીને કાર્ય કરશો તો જરૂર સફળતા મળશે.

  • ડૉ જતીન મહેતા જ્યોતિષ આચાર્ય, બનારસ

(નોંધ- ઉપરોક્ત સર્વસામાન્ય અવલોકન જ્યોતિષ શાસ્ત્રને આધારે છે, તેને gujaratibiznews.com પુષ્ટિ કરતું નથી. તેમજ તમારા જન્મના ગ્રહોને આધારે પણ આપ તેને મુલવી શકો છો.)

આ પણ વાંચો….

Aries Zodiac: મેષ રાશિની આગવી વિશેષતા જાણો, કેવો હોય છે પ્રભાવ?

You will also like

Leave a Comment