
ઋષિમુનિઓનું યોગ્ય માર્ગદર્શન
પહેલાના જમાનામાં મનુષ્ય પોતાનું ઘર બનાવે તે પૂર્વ શાસ્ત્રોક્ત પદ્ધતિ પ્રમાણે પહેલાના ઋષિમુનિઓ તે સમયે તે રહેઠાણનું યોગ્ય માર્ગદર્શન આપતાં હતા. પુષ્કળ માહિતી ધરાવતાં તેઓ કુદરતની પરિસ્થિતિને અનુસાર તે ઘરમાં રહેવા જતા. માનવી આજના માનવી કરતાં ખૂબ સુખી હતો. પહેલાના ઋષિમુનિઓએ તે સમયના ઘરને લગતા જ્ઞાનને ધાર્મિકતાની સાથે જણાવતાં હતા. ધાર્મિક વિધિ, વિધાન, પૂજા, હવન કરાવતાં અને તે માનવી ખૂબ સુખી અને શાંતિથી જીવન જીવતો હતો.
શહેરીકરણ વધ્યું અને જીવન પદ્ધતિ બદલાઈ
ધીમે ધીમે સમય પસાર થયો સદીઓ બદલાતી ગઈ તેમ તેમ જૂની પુરાણી પરંપરા બદલાતી ગઈ છે. દિવસે ને દિવસે નવીન શોધ થતી ગઈ, મનુષ્ય પૃથ્વી ઉપરથી આકાશ તરફ પ્રયાણ કરવા લાગ્યો. મનુષ્યના જીવનમાં સમય સાથે ખૂબ જ પરિવર્તન આવવા લાગ્યું. ગામડાઓ લુપ્ત થઈ ગયા અને મોટા શહેરની રચના થવા લાગી છે. શહેરમાં જ સાચું સુખ છે અને શહેરમાં શહેરીકરણથી જીવન પદ્ધતિ બદલાઈ ગઈ. શિક્ષણ વધવા લાગ્યું છે. એન્જિનિયર, ડોક્ટર, એકાઉન્ટ વગેરે અનેક પદ લેતા થયા.
જૂની પરંપરાઓ ભૂલાઈ
પહેલાના સમયમાં મનુષ્ય ધોતી ટોપી પહેરતાં અને હવે શુટ બુટની અંદર જ મનુષ્ય રહે છે. જૂના રીત રિવાજો દૂર થવા લાગ્યા. આધુનિકતા અને ઉંધા ચશ્માને કારણે પોતાની પરંપરાને ભૂલી ગયો છે. અમે આધુનિક છીએ.(Vastu Purush Pooja) આ બધુ પૂજા વિધાન બધું ખોટું છે. આ બધું છેતરપિંડીવાળું છે. તે બધું કરવું ન જોઈએ તેમ માનવા લાગ્યો છે.
અનેક દિશાઓના દોષ
મનુષ્ય પોતાના ઘરની અંદર પણ શાંતિથી રહી શકતો નથી. ઘણી વખત ઊંઘ માટે દવાઓ ખાવી પડે છે. કાં તો કોઈ ખરાબ પીણું પીવું પડે છે. જે ઊંઘ માટે ઉપયોગી હોય પણ તે નુકસાન કરે છે. કારણે એક જ છે કે જ્યારે આપણે મકાન લઈએ છીએ ત્યારે તે મકાનની અંદર અનેક દિશાઓના દોષ હોય છે.(Vastu Purush Pooja) તે પૂરક પછી ઉત્તર, દક્ષિણ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, આકાશ અને પાતાળ એ બધે દિશાઓને તેમનું પૂજન પાઠન કરવું જોઈએ તેમ કરવાથી ભૂમિના દેવો સંતુષ્ટ(શાંતિ પાઠ) થાય છે અને ઘરમાં સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે.
વાસ્તુ પુરષની કથા
Vastu Purush Pooja વાસ્તુ પુરૂષ કઈ રીતે ઉત્પન્ન થયો તે વિશે આપણને અલગ અલગ માહિતી મળે છે. પ્રાચીન કાળમાં દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થયું, ત્યારે દેવોએ દાનવોને હરાવ્યા હતા. હારેલા દાનવોના રાજા છગાસુરની પાસે ગયા તે છળાઈ ગયો અને તેને દેવોને ખૂબ જ પરેશાન કર્યા હતા. આ રીતે દેવો પણ ખૂબ તકલીફમાં આવી ગયા. દેવો સાથે મળી મહાદેવની પાસે ગયા અને મહાદેવે દાનવોના ત્રાસમાંથી બચવા વિનંતી કરી હતી.
મહાદેવે છગાસુરને પોતાનામાં સમાવી લીધો
આ બાજુ દેવોના દેવ મહાદેેવે પોતાનું ત્રીજું નેત્ર ખોલ્યું અને દાનવોનો નાશ કરવા માંડ્યો. આથી દાનવો ગભરાઈ ગયા. ફરી એકવાર દાનવોના રાજા છગાસુર મહાદેવ પાસે ગયો. મહાદેવને બચાવવા માટે આજીજી કરી, પણ ભોળાશંકરે છગાસુરને પોતાના સમાવી લીધો અને છગાસુરને વચન આપ્યું કે તો પૃથ્વી ઉપર દરેક વાસ્તુમાં રહેવાસ કરી શકીશ.
વાસ્તુ પૂજન કેમ જરૂરી?
દરેક મનુષ્ય પોતાના નવા ધરમાં રહેવા જશે તો વાસ્તુમાં તારી પૂજા કરશે અને જે મનુષ્ય જાણે કે અજાણે આ વાસ્તુપૂજા અવગણશે તો તેને કષ્ટ આપી શકીશ અને જે મનુષ્ય(Vastu Purush Pooja) વાસ્તુનું પૂજન કરી તેમાં પ્રવેશ કરશે તેને તું સુખી કરજે. ત્યારથી આદ દિન સુધી વાસ્તુપૂજન કરવાની પ્રથા ચાલી આવે છે.
વાસ્તુપૂજન કરી નવા ઘરમાં પ્રવેશ
વાસ્તુપૂજન કરવાથી મનુષ્ય પોતાની જિંદગી નવા ઘરમાં ખૂબ જ શાંતિ અને સુખેથી સામાજિક રીતે જીવન વિતાવી શકે છે. દરેક મનુષ્યને પોતાના નવા ઘરમાં રહેવા જતાં પહેલા વિદ્વાન બ્રાહ્મણોને બોલાવી વાસ્તુનારાયણની વિધિ કરવા માટે યોગ્ય મુહૂર્ત જોઈ નક્કી કરી અને વાસ્તુપૂજન કરવું જોઈએ. હવનપૂજા કરવા અને વાસ્તુપૂજન કરીને જ નવા ઘરમાં પ્રવેશ કરવો જોઈએ. તો જ આપણને સુખ, શાંતિ, ઐશ્વર્ય, કીર્તિ, માન સમ્માન, પ્રતિષ્ઠા, ધનની પ્રાપ્તિ, આરોગ્યની પ્રાપ્તિ થતી હોય છે.
કુળદેવી દેવતાની પૂજા
આપણે ભલે ગમે એટલા આધુનિકતા તરફ જઈએ પણ આપણી સંસ્કૃતિ આપણી પરંપરાને કદી ભૂલવી ન જોઈએ. ઘરની અંદર આપણા કુળદેવી તેમજ જે આપણા વંશ પરંપરાગત દેવી દેવતાઓ છે. તેનું પૂજન કરવું જોઈએ ઘરમાં પંચદેવની પૂજા કરો દર બે વર્ષે ઘરની અંદર કુળદેવીનો નાનો યજ્ઞ કરો. સત્યનારાયણ ભગવાનની કથા કરો જે કરવાથી તમામ દોષો દૂર થાય છે.
Vastu Purush Pooja ક્યારે કરવું જોઈએ?
વાસ્તુપૂજન માગસર, પોષ, મહા, ફાગણ, વૈશાખ અને જેઠમાં વાસ્તુ મુહૂર્ત પ્રમાણે અવશ્ય પૂજન કરવું જોઈએ. કુલદેવી અને કુળદેવતાની પૂજા અર્ચના કરી તેમનું સ્મરણ કરવું જોઈએ અને પછી જ નવા ઘરમાં પ્રવેશ કરવો જોઈએ.
- ડૉ જતીન મહેતા જ્યોતિષ આચાર્ય, બનારસ
(નોંધ- ઉપરોક્ત સર્વસામાન્ય અવલોકન વાસ્તુ શાસ્ત્રને આધારે છે, તેને gujaratibiznews.com પુષ્ટિ કરતું નથી)
આ પણ વાંચો….
Shukra Gochar 2026: શુક્ર પોતાની રાશિ વૃષભમાં ગોચર કરશે, આ રાશિઓને થશે ધનવર્ષા

