Stock Market India: શેરબજારના સેન્સેક્સમાં 1,312 પોઈન્ટનો કડાકો, શું કારણ?

by Gujarati biz news
Stock Market India

Stock Market Indiaઅમદાવાદ- Stock Market India શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે કડાકો આવ્યો હતો. શેરબજારમાં બ્લેક મન્ડે જેવો હાહાકાર હતો. બીએસઈ સેન્સેક્સ 1312 પોઈન્ટ તૂટી 76,015 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી 360 પોઈન્ટ ક્રેશ 23,815 બંધ થયો હતો. બેંક નિફ્ટી 870 પોઈન્ટ તૂટી 54,439 બંધ હતો. શેરોમાં ઓલરાઉન્ડ વેચવાલી આવી હતી. તેમજ પીએમ મોદીની જનતાને અપીલથી શેરબજારનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું. પીએમ મોદીની અપીલને કારણે ગોલ્ડ, એવીએશન અને ટુરીઝમ સેકટરના શેરો તૂટ્યા હતા. શેરબજાર તૂટવા પાછળ કયા કારણો રહ્યા? અમેરિકા ઈરાન સાથે યુદ્ધ થશે? શું સપોર્ટ લેવલ તૂટ્યા છે? હવે શેરબજાર કઈ દિશા પકડશે? શું હાલના ભાવે બાઈંગ કરી શકાય?

જૂઓ વીડિયો….

બજાર ખૂલતા લાઈવ અપડેટ્સ….

Stock Market India શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે ગાબડુ પડ્યું છે. શેરોની જાતેજાતમાં જોરદાર વેચવાલી ફરી વળી છે. સવારે 10.35 કલાકે બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 1066 પોઈન્ટ તૂટીને 76,259 પર ટ્રેડ કરી રહ્યો છે. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 306 પોઈન્ટ તૂટીને 23,865 પર ટ્રેડ કરી રહ્યો છે. બેંક નિફ્ટી(Bank Nifty) 839 પોઈન્ટ ગબડી 54,463 પર ટ્રેડ કરી રહ્યો છે. બજાર ખૂલતાની સાથે માર્કેટ કેપિટલાઈઝેશનમાં(Market Cap) 3 લાખ કરોડ કરતાં વધુનો ઘટાડો નોંધાયો હતો.

પીએમ મોદીની અપીલઃ ગોલ્ડ અને ટુરીઝમ સ્ટોક તૂટ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે જનતાને અપીલ કરી હતી કે એક વર્ષ સોનું ખરીદશો નહી અને વિદેશ પ્રવાસ ટાળવો. જે અપીલ પછી આજે ગોલ્ડ કંપનીઓ અને ટ્રાવેલ્સ-ટુરીઝમ કંપનીઓના શેરોમાં ભારે વેચવાલી ફરી વળી છે.

ઈરાન સાથે તંગદિલી વધી

અમેરિકા અને ઈરાન વચ્ચે તંગદિલી વધી છે. જેને પગલે ભારતીય શેરબજારનું(Stock Market India) સેન્ટિમેન્ટ ખરડાયું છે. સપ્તાહના પ્રથમ દિવસે બજાર નીચા મથાળે ગેપમાં ખૂલ્યું હતું. બીએસઈ સેન્સેક્સ આગલા બંધ 77,328ની સામે આજે સવારે 76,638 પર ભારે નીચા મથાળે ગેપમાં ખૂલ્યો હતો. એનએસઈ નિફ્ટી પણ આગલા બંધ 24,176ની સામે આજે વહેલી સવારે 23,970ના નીચા મથાળે ગેપમાં ખૂલ્યો હતો.

ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો નોંધાયો છે. હોર્મુઝ પર ફરીથી નાકાબંધી કરાઈ છે. તેલ ભરેલા ટેન્કરના જહાજો હોર્મુઝમાં અટવાયા છે. ત્યારે આજે સવારે બ્રેન્ટ ક્રૂડ 4 ડૉલરના ઉછાળા સાથે 105.38 ડૉલર પર ટ્રેડ કરી રહ્યું છે. ક્રૂડ ઓઈલ 4.50 ડૉલર ઉછળીને 99.91 ડૉલર પર ટ્રેડ કરી રહ્યો છે.

એશિયાઈ સ્ટોક માર્કેટ નરમ

એશિયાઈ સ્ટોક માર્કેટમાં નરમ વાતાવરણ જોવાઈ રહ્યું છે. જાપાનનો નિક્કી ઈન્ડેક્સ 228 પોઈન્ટ માઈનસ છે. હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 62 પોઈન્ટ ઘટ્યો છે. થાઈલેન્ડનો સેટ કમ્પોઝિટ ઈન્ડેક્સ 6 પોઈન્ટ અને જાકાર્તાનો કમ્પોઝિટ ઈન્ડેક્સ 79 પોઈન્ટ માઈનસ છે. તાઈવનનો તેઈપેઈ 366 પોઈન્ટ પ્લસ છે. કોરિયાનો કોસ્પી 397 પોઈન્ટ પ્લસ છે. ડાઉ જોન્સ ફ્યુચર 122 પોઈન્ટ માઈનસ છે. જેથી(Stock Market India) શેરબજારનું સેન્ટિમેન્ટ નરમાઈ તરફી થયું હતું.

રૂપિયો 67 પૈસા તૂટ્યો

ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો વધુ 67 પૈસા તૂટીને 95.15 પર ટ્રેડ કરી રહ્યો છે. જેને પગલે ભારતીય શેરોમાં હેવી સેલઓફ રહ્યો છે. તમામ સેકટરના શેરોમાં વેચવાલીથી ભાવ ગબડ્યા છે.

એફઆઈઆઈ નેટ સેલર

Stock Market India ભારતીય શેરબજારમાં એફઆઈઆઈ સતત નેટ સેલર રહી છે. 8 મેના રોજ એફઆઈઆઈએ રૂપિયા 4110 કરોડનું નેટ સેલ કર્યું હતું. આમ એફઆઈઆઈની વેચવાલીથી ભારતીય શેરબજાર પર પ્રેશર રહ્યું છે.

એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ

આજે સોમવારે સવારે એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગિટિવ રહ્યો હતો. 774 શેરના ભાવ વધ્યા હતા, તેની સામે 2292 શેરના ભાવ તૂટ્યા હતા.

સૌથી વધુ ગગડેલા શેર

ટાઈટન(6.14 ટકા), ઈન્ડિગો(4.96 ટકા), એસબીઆઈ(3.94 ટકા), ભારતી એરટેલ(3.65 ટકા) અને ઈટરનલ(3.55 ટકા).

You will also like

Leave a Comment