અમદાવાદ- Leo Zodiac જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ બાર રાશિ આવે છે. બાર રાશિઓના જાતકોનું અવલોકન કરીએ તો અલગઅલગ વ્યક્તિત્વ જોવા મળતું હોય છે. દરેક રાશિની આગવી વિશેષતા અને લક્ષણો હોય છે. મેષ રાશિ(Mesh Rashi), વૃષભ રાશિ(Vrushbha Rashi), મિથુન રાશિ(Mithun Rashi) અને કર્ક(Kark Rashi) નું વ્યક્તિત્વ, પ્રભાવ, સ્વભાવ, ધંધો, તંદુરસ્તી વગેરે આપણે અગાઉ જાણી ગયા છીએ. આજે આપણે પાંચમી રાશિ સિંહ રાશિના(Sinh Rashi- Leo Zodiac) જાતકોનું વ્યક્તિત્વ, પ્રભાવ, સ્વભાવ, ધંધો, તંદુરસ્તી અગે જાણીશું. સિંહ રાશિના જાતકોઓ શું કરવાથી લાભ થશે? ધંધો કે વ્યવસાયમાં આવતાં અવરોધ દૂર કરવા શું કરશો?
સિંહ (મ,ટ) Leo Zodiac
રાશિ ચક્રના 120 અંશથી 150° સુધીના ભાગમાં સિંહ રાશી આવે છે, તેનું સ્વરૂપ સિંહ છે, તે છાતીથી નીચેના અને નાભિથી ઉપરના પેટના ભાગ તથા કમર ઉપર પ્રભુત્વ ધરાવે છે.
વ્યક્તિત્વ
સિંહ રાશિવાળા જાતકો વફાદાર હોય છે. ઉદાર હોય છે. હૂકમ કરવા સર્જાયા છે. નેતાગીરી કરે છેે, આગેવાની લે છે. સંશોધક હોય છે. ખુલ્લા મનવાળા અને ન્યાયપ્રિય હોય છે.
દેખાવ
આકર્ષક, પાતળી કેડવાળા, ઊંચા પહોળા ખભાવાળા, મોટા હાડકાવાળા, તેજસ્વી મુખવાળા, ગોળ ચહેરો, શાંત અને ગંભીર, માન સન્માનવાળા, શક્તિવાળા, સ્વમાની, ગુસ્સાવાળા- જીદી અને ક્રોધી હોય છે.
રોજગારી
સિંહ રાશિના(Leo Zodiac) લોકો મોટા સરકારી ક્ષેત્રમાં ઊચ્ચ અધિકારી, સારા વ્યવસાયી, લશ્કરી અમલદાર, ડોક્ટર, મામલતદાર, કલેકટર, નેતા, ચેરમેન, સામાજિક કાર્યકર, સૌંદર્યની ચીજવસ્તુઓના વેપારી, તાંબા -પિતળના વેપારી, નાટ્યકાર, સોનાચાંદીના વેપારી, ન્યાયાધીશ, વકીલ, ધર્મગુરુ જેવા વ્યવસાય કે નોકરી કે ધંધામાં હોય છે.
તંદુરસ્તી
સિંહ રાશિના(Leo Zodiac) લોકોને હૃદય રોગ, કરોડરજ્જુની તકલીફ, છાતીના રોગ, સંધી- વાયુ, ગરદનથી પીડાવાળા, યકૃતના રોગી, બીપીના રોગ હોય છે.
રાશિ સ્વામી સૂર્ય છે.
રાશિ વર્ણ ક્ષત્રિય છે.
રાશિનો રંગ સોનેરી લાલ નારંગી પીળો છે.
રાશિ દેખાવ પશુ છે.
રાશિ સ્વભાવ સ્થિર છે.
રાશિ દિશા પૂર્વની છે.
રાશિની પ્રકૃતિ પિત્ત છે.
રાશિ તત્વ અગ્નિ છે.
રાશિ લિંગ પુરુષ છે.
રાશિ દેવતા સૂર્ય છે.
રાશિને અનુકૂળ વારઃ રવિવાર, મંગળવાર અને ગુરુવાર
રાશિ ઉન્નતી 24 માં વર્ષે થાય છે.
સિંહ રાશિના(Leo Zodiac) જાતકોએ વધુ લાભ મેળવવા માટે ભગવાન સૂર્યનારાયણને હળદર કે ચંદનવાળા પાણીનો અર્ધ્ય આપો. અથવા તો સાદુ પાણી પણ ચઢાવી શકો છો. વિષ્ણુ નારાયણની પૂજા કરવાથી લાભ થાય છે. તેમજ તમારા જન્માક્ષર જ્યોષાચાર્યને બતાવીને સૂર્યનું નંગ ધારણ કરવું જોઈએ. જેનાથી તમારું આરોગ્ય સારુ રહેશે અને તેનાથી તમારા ધંધા કે વ્યવસાયમાં આવેલી રૂકાવટ દૂર થશે.
- ડૉ જતીન મહેતા જ્યોતિષ આચાર્ય, બનારસ
(નોંધ- ઉપરોક્ત સર્વસામાન્ય અવલોકન જ્યોતિષ શાસ્ત્રને આધારે છે, તેને gujaratibiznews.com પુષ્ટિ કરતું નથી. તેમજ તમારા જન્મના ગ્રહોને આધારે પણ આપ તેને મુલવી શકો છો.)
Surya Mangal Yuti 2026 Most Watched
Surya Mangal Yuti 2026: મંગલાદિત્ય રાજયોગ 11 મેએ થશે, આ રાશિઓ ભાગ્યશાળી

