નવી દિલ્હી- India Chocolate Business દેશમાં એકાએક ચોકલેટ(ટોફી)નું ચર્ચાનું બજાર ગરમ થઈ ગયું છે. આવું એટલા માટે થયું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈટલીની યાત્રા દરમિયાન ઈટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને ‘મેલોડી’ ચોકલેટ(Melody Chocolate) ભેટમાં આપી છે. આ યાત્રાએ ભારતના ચોકલેટ સેકટર પર ફરીથી લોકોનું ધ્યાન ખેંચાયું છે. પીટીઆઈના એ અહેવાલ અનુસાર વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલે બુધવારે જણાવ્યું હતું કે વીતેલા 12 વર્ષમાં ભારત દેશની ચોકલેટની નિકાસમાં 166 ટકાનો વધારો થયો છે.(India Chocolate Business)
પિયુષ ગોયલની માહિતી
બુધવારે પિયુષ ગોયલે કહ્યું હતું કે(India Chocolate Business) વીતેલા 12 વર્ષમાં ભારતની ટોફીની નિકાસમાં 166 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. આ નિકાસ વર્ષ 2013-14માં રૂપિયા 49.68 કરોડ હતી. હાલમાં 2025-26ના વર્ષમાં નિકાસ વધીને 132 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.
Melodi ગિફ્ટ આપી
આ આંકડા ત્યારે સામે આવ્યા કે જ્યારે સોશિયલ મીડિયા પર ‘મેલોડી’ ટોફીને લઈને ચર્ચા શરૂ થઈ છે. આ ચર્ચા ત્યારે શરૂ થઈ કે ઈટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોપ્યુલર ચોકલેટ ગિફ્ટમાં આપી છે, અને મેલોનીએ તેમનો આભાર માન્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે અને સૌથી હાઈએસ્ટ વ્યૂઝ આ વીડિયોને મળ્યા છે.
પિયુષ ગોયલની સોશિયલ મીડિયા પર પોસ્ટ
કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું છે કે(India Chocolate Business) ભારતની ટોફીની ગાથા નિશ્ચિત રૂપથી આપણા કાનને સુમધુર લાગશે. 2013-14 પછી નિકાસમાં અંદાજે 166 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે.

આ ઘટનાક્રમ ત્યારે સામે આવ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાર દેશોનો પ્રવાસ ખેડીને ઈટલીના રોમ પહોંચ્યા હતા. ત્યાં પીએમમ મોદીએ ઈટલીના પીએમને ‘મેલોડી’ ચોકલેટ ભેટ આપી હતી, જે વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. તેમાં તેઓ આ ભેટ બદલ વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કરે છે. મેલોનીએ વીડિયોમાં કહ્યું છે કે વડાપ્રધાન મોદી મારા માટે ભેટ સ્વરૂપે એક ખૂબ જ સુંદર ટોફી લઈને આવ્યા છે-‘મેલોડી’.
ઈટલી સાથે અનેક કરાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેલોનીના આમંત્રણને માન આપીને ઈટલી ગયા હતા. આ યાત્રાનો હેતુ બન્ને દેશોની વચ્ચે વેપાર, રક્ષા, સ્વચ્છ ઉર્જા અને ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને વધુને વધુ મજબૂત બનાવવાનું છે.
#Melody આ હેશટેગ ટ્રેન્ડિગ
આ ભેટ પછી સોશિયલ મીડિયા પર #Melody જોરદાર ચર્ચામાં આવ્યો અને તે ટ્રેન્ડિંગમાં આવ્યો છે. આ હેશટેગ મોદી અને મેલોનીના નામને મેળવીને બનાવવામાં આવ્યો છે. તેમાં સૌથી પહેલા 2023માં દુબઈમાં આયોજિત COP28 શિખર સમ્મેલન દરમિયાન લોકોનું ધ્યાન પોતાની તકફ ખેંચ્યું હતું. ત્યાર પછી કેટલાય ગ્લોબલ કાર્યક્રમોમાં બન્ને નેતાઓની વચ્ચે સૌહાર્દપૂર્ણ મુલાકાતો થઈ વાતચીત થઈ તેને લઈને આ હેશટેગ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ ગયો છે અને તે સૌથી વધુ લોકપ્રિય હેશટેગ બની ગયો છે.

