Petrol Diesel Prices Hike: 10 દિવસમાં ત્રીજી વખત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરાયો

by Gujarati biz news
Petrol Diesel Prices Hike

Petrol Diesel Prices Hikeનવી દિલ્હી– Petrol Diesel Prices Hike મિડલ ઈસ્ટમાં તંગદિલીને વચ્ચે આમ જનતાના ખિસ્સા પર મોંઘવારીનો બોજ વધતો જઈ રહ્યો છે. શનિવારે વધુ એક વાર પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવમાં વધારો કરાયો છે. પેટ્રોલના ભાવમાં લિટરે 87 પૈસા, ડીઝલના ભાવમાં લિટરે 91 પૈસા અને સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ એક(1) રૂપિયાનો વધારો કરાયો છે.

પેટ્રોલમાં 87 પૈસા અને ડીઝલમાં 91 પૈસા વધ્યા

વીતેલા 10 દિવસોમાં ત્રીજી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારો કરાયો છે.(Petrol Diesel Prices Hike) આ પહેલા 15 મે, 2026ના રોડ પેટ્રોલ, ડીઝલ અને સીએનજીની કીમતમાં 3-3 રૂપિયા વધાર્યા હતા. ફરીથી 19 મેના રોજ પેટ્રોલમાં 87 પૈસા અને ડીઝલમાં 91 પૈસાનો વધારો જાહેર કરાયો હતો. આવી રીતે વીતેલા 10 દિવસમાં પેટ્રોલ ડીઝલ લિટરે રૂપિયા 10 મોંઘા થયા છે. સીએનજીમાં બીજી વખત ભાવ વધારો કરાયો છે.

દિલ્હીના નવા ભાવ

દિલ્હીમાં(Petrol Diesel Prices Hike) પેટ્રોલનો ભાવ 87 પૈસા વધીને 98.64 રૂપિયા પ્રતિ લીટરે થયો છે. તેમજ ડીઝલનો ભાવ 91 પૈસા વધીને 91.58થી વધી 92.49 રૂપિયા થયો છે. તે ઉપરાંત સીએનજીનો ભાવ વધીને 81.09 રૂપિયા થયો છે.

કોઈ અછત નથીઃ પેટ્રોલિયમ મંત્રાલય

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલયે દેશની જનતાને વિશ્વાસ આપ્યો હતો કે દેશમાં ઈંધણની કોઈ અછત નથી. મંત્રાલયે સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને કહ્યું હતું કે પુરા દેશમાં પેટ્રોલ અને ડીઝલ પર્યાપ્તા માત્રામાં ઉપલબ્ધ છે અને સપ્લાય પણ સંપૂર્ણ રીતે સ્થિર છે. અમે તમામ નાગરિકોને સલાહ આપીએ છીએ કે તેઓ કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપે અને પેનિક બાઈંગ ન કરે. નાગરિકો ફકત પોતાની જરૂરિયાત જેટલું ઈંધણ હોય તેટલું જ ખરીદી કરે.

કોઈએ પેનિક બાઈંગ ન કરવું

મંત્રાલયે વધુમાં કહ્યું હતું કે કેટલાક પેટ્રોલ પંપો પર અસ્થાયી રૂપે ભારે ભીડ કે લાઈન જોવા મળી રહી છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ સતત સપ્લાય પર નજર રાખી રહી છે અને તાલમેલ ગોઠવીને તેલ વિતરણ વ્યવસ્થા યોગ્ય રીતે થાય તે માટે વિતરણને સુનિશ્ચિત કરી રહી છે.

અમદાવાદના નવા ભાવ

ગુજરાતના અમદાવાદમાં(Petrol Diesel Prices Hike) આજે સવારે 23 મે, 2026ના રોજ પેટ્રોલનો ભાવ લિટરે વધીને 99.23 રૂપિયો થયો છે અને ડીઝલનો ભાવ લિટરે વધીને 95.13 રૂપિયા થયો છે. તેમજ અમદાવાદમાં સીએનજીનો ભાવ પ્રતિ કિલોએ 82.27 રૂપિયો રહ્યો છે.

Purchase of cude oil – Most Watched News

Purchase of crude oil: અમેરિકાએ રશિયાનું તેલ ખરીદવાની છૂટ એક મહિનો લંબાવી, ક્રૂડના ભાવ ઘટ્યા

You will also like

Leave a Comment