Virgo Zodiac: કન્યા રાશિના જાતકોનું વ્યક્તિત્વ જાણીએ, વધુ લાભ મેળવવા શું કરશો?

by Gujarati biz news
Virgo Zodiac

Virgo Zodiacઅમદાવાદ- Virgo Zodiac જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ બાર રાશિ આવે છે. બાર રાશિઓના જાતકોનું અવલોકન કરીએ તો અલગઅલગ વ્યક્તિત્વ જોવા મળતું હોય છે. દરેક રાશિની આગવી વિશેષતા અને લક્ષણો હોય છે.  આજે આપણે છઠ્ઠી રાશિ કન્યા રાશિના(Kanya Rashi- Virgo Zodiac) જાતકોનું વ્યક્તિત્વ, પ્રભાવ, સ્વભાવ, ધંધો, તંદુરસ્તી અગે જાણીશું. કન્યા રાશિના(Virgo) જાતકોઓ શું કરવાથી લાભ થશે? ધંધો કે વ્યવસાયમાં આવતાં અવરોધ દૂર કરવા શું કરશો? તેમજ કયા ભગવાનની પૂજા કરવાથી લાભ થશે? આવો જાણીએ વિશેષ અહેવાલમાં.

કન્યા (પ, ઠ, ણ)

રાશિ ચક્રના 151 અશંથી 180 અંશ સુધીના ભાગની કન્યા રાશિ આવે છે. તેનું સ્વરૂપ માનવ કન્યા છે. હાથમાં અનાજની ડુંડી સુંઘતી હોય તેવું છે, તે નાભિથી નીચેના આતરડાંના ભાગ સુધી અમલ કરે છે.

વ્યક્તિત્વ

કન્યા રાશિના(Virgo Zodiac) લોકો મોટાભાગે વેપારમાં રસ ધરાવતાં હોય છે. જબરા, ચાલક, વાદવિવાદમાં ચતુર હોય છે. દરેક બાબતો ધ્યાન રાખનારા હોય છે. કોઈને ક્ષમા કરતા નથી. લાંબા સમય સુધી નારાજગી રાખતા હોય છે. પણ મહેનતું વધુ હોય છે.

દેખાવ

કન્યા રાશિના જાતકો સ્વચ્છ, આકર્ષક, પાતળા બાંધાના, સામાન્ય ઊંચાઈવાળા, શ્યામ વર્ણના, પહોળું કપાળ, લાંબું નાક, આળસુ, શાંત અને ગંભીર હોય છે. ઘણી વખત હાસ્યપ્રિય બને તથા શોખીન હોય છે.

રોજગારી

કન્યા રાશિવાળા(Virgo Zodiac) એકાઉન્ટિંગ, એન્જિનિયરિંગ, લેખન, કવિ, એનાલિસિસ, નર્સ, શિક્ષણ, ગુપ્ત વિદ્યાના જાણકાર, કેમેસ્ટ્રી, સુગંધી વસ્તુઓના વેપારી, કમિશન એજન્ટ, કાર્ટૂન, સ્ટેશનરી, કાપડના વેપારી અને એજન્સી ધરાવતાં હોય છે.

તંદુરસ્તી

કન્યા રાશિના(Virgo Zodiac) લોકોનું જઠર નબળું હોય છે, આંતરડાની બીમારી, ચામડીના રોગ, પેટની બીમારી, હરસ-મસા અને ગુપ્ત રોગ થાય છે.

રાશિ સ્વામી બુધ છે.

રાશિ વર્ણ  વૈશ્ય છે.

રાશિ રંગ લીલો છે.

રાશિ આકાર મનુષ્ય છે.

રાશિ સ્વભાવ દ્ગિ સ્વભાવ છે.

રાશિ દિશા દક્ષિણ છે.

રાશિ પ્રકૃતિ વાયુ છે.

રાશિ તત્વ પૃથ્વી છે.

રાશિ લીંગ સ્ત્રી છે.

રાશિ ઉન્નતિ 30માં વર્ષે થાય છે.

રાશિ દેવતા વિષ્ણુ છે.

કન્યા રાશિના જાતકોએ વિષ્ણુની પૂજા કરવી જોઈએ. સાથે ગણેશજીની પૂજા કરવાથી વિશેષ લાભ થાય છે. બુધનું નંગ ધારણ કરવું તે વધુ લાભદાયક રહેશે. જ્યારે આપને સમય મળે ત્યારે વિષ્ણુસહસ્ત્રનામનો પાઠ કરવો અતિ ઉત્તમ છે. આપના ધંધા કે રોજગારના સ્થળ પર વિષ્ણુ ભગવાનના 10 અવતારોમાંથી( પૌરાણિક ગ્રંથોમાં વિષ્ણુ ભગવાના 24 અવતાર દર્શાવ્યા છે) કોઈપણ એક અવતારનો ફોટો રાખીને પૂજા કરવી, તે ધંધો કે વ્યવસાયમાં આવતાં અવરોધ દૂર કરશે.

  • ડૉ જતીન મહેતા જ્યોતિષ આચાર્ય, બનારસ

(નોંધ- ઉપરોક્ત સર્વસામાન્ય અવલોકન જ્યોતિષ શાસ્ત્રને આધારે છે, તેને gujaratibiznews.com પુષ્ટિ કરતું નથી. તેમજ તમારા જન્મના ગ્રહોને આધારે પણ આપ તેને મુલવી શકો છો.)

Leo Zodiac Most Watched Article…. 

Leo Zodiac: સિંહ રાશિના વ્યક્તિત્વને જાણો, ધંધો કે વ્યવસાયમાં આવતા અવરોધ દૂર કરવા શું કરશો?

You will also like

Leave a Comment