
જુલાઈથી ડીસેમ્બરનો ગાળો ખાસ
જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને ન્યાયના દેવતા અને કર્મફળ દાતા માનવામાં આવે છે.(Shani Transit 2026) શનિની ચાલમાં થનારા નાના મોટા ફેરફારો તમામ 12 રાશિઓના જીવન પર અસર પડવાની છે. જુલાઈથી ડીસેમ્બર સુધીનો સમય જ્યોતિષ શાસ્ત્રની નજરથી જોઈએ તો ખૂબ જ ખાસ રહેવાનો છે.
શનિદેવના ચાર મોટા ફેરફાર(Shani Transit 2026)
આ દરમિયાન શનિદેવ પોતાની ચાલ(Shani Transit 2026), સ્થિતિ અને નક્ષત્રમાં 4 મોટા ફેરફાર કરવા જઈ રહ્યા છે. શનિની આ બદલાતી ચાલની સીધી અસર કેટલીક ભાગ્યશાળી રાશિઓના કરિયર, બિઝનેસ અને આર્થિક સ્થિતિ પર પડવાની છે. તો આવો આપણે જાણીએ કે શનિદેવ ક્યારે ક્યારે ચાલ બદલશે અને કઈ રાશિઓના નસીબનું તાળુ ખૂલશે.(Shani Gochar 2025)
2 જુલાઈ, 2026ના રોજ શનિ દેવ બુધના નક્ષત્ર રેવતી નક્ષત્રના બીજા પદમાં પ્રવેશ કરશે.(Shani Nakshatra change)
27 જુલાઈ, 2026ના રોજ(Shani Transit 2026) શનિદેવ મીન રાશિમાં રહીને પોતાની ઉલ્ટી ચાલ શરૂ કરશે, આ વક્રી અવસ્થા કુલ 138 દિવસો સુધી રહેશે. જેમાં શનિ કર્મોનો ખૂબ જ કડકાઈથી હિસાબ કરશે.
09 ઓક્ટોબર, 2026ના રોજ શનિદેવની ઉલ્ટી ચાલ ચાલતાં રેવતી નક્ષત્રથી પરત ફરશે અને ફરીથી ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં આવી જશે.
11 ડીસેમ્બર, 2026ના રોજ વર્ષના અંતમાં શનિદેવની વક્રી ચાલ સમાપ્ત થશે અને ફરીથી તેઓ સીધી ચાલ(માર્ગી) ચાલવાનું શરૂ કરશે. તેની સાથે લોકોના અટવાયેલા કામોમાં ઝડપ આવશે.
કઈ ચાર રાશિઓનું નસીબ પલટાશે?
વૃષભ રાશિ(Taurus Zodiac)
વૃષભ રાશિના જાતકો માટે શનિદેવની આ ચાલ પ્રગતિના નવા રસ્તા ખોલશે. નોકરી કરતાં લોકોની પદોન્નતિની સાથે નવી જવાબદારીઓ મળી શકે છે. લાંબા સમયથી અટવાયેલ કામ અથવા ફસાયેલા પૈસા પરત મળવાની ધારણા છે. વેપારમાં રોકાણ કરશો તો સારો ફાયદો થશે અને પરિવારમાં ખુશીનો માહોલ રહેશે.
ઉપાયઃ તમારે દર શનિવારે દિવ્યાંગજનોને ભોજન કરાવવું જોઈએ. દર શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ અને સમય મળે શનિવાર અથવા મંગળવારે સુંદરકાડ કરવો જોઈએ.
મિથુન રાશિ (Gemini Zodiac)
મિથુન રાશિના લોકો માટે આ સમય નવી આશાઓ લઈને આવી રહ્યો છે. લાંબા સમયથી રોજગારની શોધ કરી રહેલા યુવાનોને કોઈ સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે. કરિયરમાં આગળ વધવા માંગતા લોકોને અનેક સારી તકો પ્રાપ્ત થઈ શકે છે. બિઝનેસના મામલે કેટલાય નવા લોકોના સંપર્કો વધશે, જે ભવિષ્યમાં ખૂબ મોટો લાભ આપશે. સમાજમાં માન સમ્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે.
ઉપાયઃ તમારી સાથે કામ કરતાં લોકોની સાથે સારો વ્યવહાર કરવો અને શક્તિ હોય તો શનિવારે કોઈ ગિફ્ટ આપવી.
તુલા રાશિ (Libra Zodiac)
તુલા રાશિના લોકો પર શનિદેવની વિશેષ કૃપા રહેવાની છે. કાર્યક્ષેત્રમાં મોટા ફેરફારના યોગ છે. જે લોકો નોકરી બદલવાનો વિચાર કરી રહ્યા છે, તેમના માટે ઈચ્છાઅનુસાર નવી તક મળશે. વેપારમાં વધુ સારો નફો મળશે અને આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ મજબૂત થશે. વિદેશ સાથે જોડાયેલા કામ કરનાર વ્યક્તિઓને આ સમયગાળામાં કોઈ મોટી સફળતાં મળી શકે છે.
ઉપાયઃ દર શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ અથવા સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ.
ધનુ રાશિ (Sagittarius Zodiac)
ધન રાશિવાળાઓ માટે વર્ષનો આ હિસ્સો ખૂબ જ ભાગ્યશાળી રહેશે. બિઝનેસમાં કોઈ મોટી અને ફાયદાવાળી ડીલ ફાઈનલ થઈ શકે છે. નવા કામ કરવા માટેનો સમય ઉત્તમ છે. ધનલાભનો પ્રબળ યોગ બની રહે છે, જેમાં જૂનું દેવું અથવા આર્થિક તંગદિલી દૂર થશે. પારિવારીક જીવનમાં સુખ શાંતિ રહેશે.
ઉપાયઃ શનિ ચાલીસાનો પાઠ કરવો અથવા હનુમાન ચાલીસાનો પાઠ કરવો.
Virgo Zodiac – Most Watched Article
Virgo Zodiac: કન્યા રાશિના જાતકોનું વ્યક્તિત્વ જાણીએ, વધુ લાભ મેળવવા શું કરશો?

