Gold Silver Market: સોના ચાંદીના ભાવ કેમ ઘટ્યા? જાણો આગામી સપ્તાહે બજાર કેવું રહેશે?

by Gujarati biz news
Gold Silver Market

Gold Silver Marketઅમદાવાદ- Gold Silver Market વીતેલા સપ્તાહે સોનાના ભાવમાં(Gold Rate Today) સુધારો આવ્યો હતો તો ચાંદીના ભાવમાં(Silver Rate Today) નરમાઈ આવી હતી. સોના ચાંદીમાં(Gold Silver) બે તરફી વધઘટ રહી હતી. જો કે ટ્રેડિંગ વોલ્યૂમ ઘટેલું જ રહ્યું હતું. બે તરફી સમાચાર પાછળ સોના ચાંદી બજાર દ્વિધામાં હતું. સોના ચાંદીમાં કયા ફેકટર અસર કરી રહ્યા છે? સોના ચાંદીમાં આકર્ષણ કેમ ઘટ્યું? આગામી સપ્તાહે સોના ચાંદી બજાર કેવું રહેશે? સોનાચાંદીમાં આકર્ષણ પાછુ ફરશે? સોનાચાંદીના(Gold Price Today) ભાવ ઘટશે ખરા? સ્થાનિક સોનાચાંદી બજારની શું સ્થિતિ છે.

જૂઓ વીડિયો….

અમદાવાદમાં સોનાનો ભાવ ઘટ્યો

અમદાવાદ સોના ચાંદી બજારમાં(Gold Silver Market) આજે શનિવારે 999 ટચ સોનું  પ્રતિ દસ ગ્રામ રૂપિયા 1500 ઘટી ભાવ રૂપિયા 1,61,00 રહ્યો હતો. જ્યારે ચાંદી ચોરસાનો ભાવ પ્રતિ કિલોગ્રામ રૂપિયા 2,60,000 રહ્યો હતો.

ગોલ્ડ ફ્યુચરમાં 60 ડૉલરનો ઉછાળો

આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ ઓગસ્ટ ફ્યુચર સપ્તાહની શરૂઆતે ઘટી 4422 ડૉલર થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઉછળી 4626 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 4593 ડૉલર બંધ રહ્યો હતો. જે ગત સપ્તાહની સરખામણીએ 37 ડૉલરનો ઉછાળો દર્શાવે છે. ગોલ્ડ ફ્યુચર સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે જ 60 ડૉલરના ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

સ્પોટ ગોલ્ડ 44 ડૉલર ઉછળ્યું

Gold Silver Market સ્પોટ ગોલ્ડ સપ્તાહની શરૂઆતે ઘટી 4366 ડૉલર થઈ અને ત્યાં નવી લેવાલીનો ટેકો આવતાં ઝડપથી વધી 4595 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 4539 ડૉલર બંધ રહ્યો હતો. જે સપ્તાહ દરમિયાન 30 ડૉલરનો ઉછાળો દર્શાવે છે. સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે એક જ ટ્રેડિંગ સેશનમાં સ્પોટ ગોલ્ડમાં 44 ડૉલરનો ઉછાળો નોંધાયો હતો.

સિલ્વર ફ્યુચર સામાન્ય નરમ

સિલ્વર જુલાઈ ફયુચરનો ભાવ સપ્તાહની શરૂઆતે વધી 79.25 ડૉલર થઈ ત્યાં પ્રોફિટ બુકિંગ આવતાં ઘટી 72.76 ડૉલર થઈ અને નીચા મથાળે નવી લેવાલીનો ટેકો આવતાં સુધરી 76.17 ડૉલર બંધ રહ્યો હતો. જે સપ્તાહ દરમિયાન 0.02 ડૉલર સામાન્ય નરમ બંધ થયો હતો.

સ્પોટ સિલ્વરમાં નવી ખરીદીનો ટેકો

Gold Silver Market સ્પોટ સિલ્વર સપ્તાહની શરૂઆતે વધી 78.83 ડૉલર થઈ અને ત્યાં નફારૂપી વેચવાલી ફરી વળતાં ઝડપથી ઘટી 71.78 થઈ અને ત્યાં ફરીથી નવું બાઈંગ આવ્યું હતું, અને ભાવ વધી 75.28 બંધ થયો હતો. જે આગલા સપ્તાહની સરખામણીએ 23 સેન્ટ્સ નરમ બંધ થયો હતો.

સોનાચાંદી બજારને અસર કરતાં ફેક્ટર

(1) અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતિ કરાર પડી ભાંગ્યો છે. ઈરાનના પ્રસ્તાવને ટ્રમ્પે ફગાવી દીધો હતો. તે વખતે ક્રૂડ ઓઈલના ભાવ વધીને આવ્યા હતા. જેથી એવી ધારણા હતી કે હવે યુદ્ધ શરૂ થશે તો મોંઘવારી વધુ વધશે, તે સમાચાર પાછળ ગોલ્ડ સિલ્વરમાં વેચવાલી ફરી વળી હતી અને સપ્તાહની શરૂઆતે સોનાચાંદીના ભાવ ઘટ્યા હતા.

(2) અમેરિકા ઈરાન વચ્ચે 60 દિવસના સીઝફાયરનો સમજૂતિ ડ્રાફ્ટ તૈયાર છે. ટ્રમ્પ સહી કરે તેટલી જ વાર છે. જો આમ થશે તો ઈરાન યુરેનિયમને સોંપી દેશે અને હોર્મુઝ ખાડી ખોલી નાંખશે. આવા સમાચાર આવ્યા પછી ક્રૂડ ઓઈલના ભાવ ઘટવા શરૂ થયા હતા, હવે મોંઘવારી પણ ઘટીને આવશે, જેથી(Gold Silver Market) ગોલ્ડ સિલ્વરમાં ઘટાડે નવી લેવાલી નીકળી હતી, અને ભાવ શુક્રવારે ઝડપી ઊંચકાયા હતા.

(3) અમેરિકાના છેલ્લા ચાર ત્રિમાસિક ગાળાનો જીડીપીનો વૃદ્ધિ દર 2.6 ટકા સ્થિર રહ્યો હતો. જેથી ગોલ્ડ સિલ્વરમાં બાઈંગ રહ્યું હતું.

(4) મે મહિનામાં ક્રૂડ ઓઈલના ભાવમાં 10 ટકા કરતાં વધુનો ઘટાડો આવ્યો છે. ક્રૂડ ઓઈલ વધીને 119 ડૉલર થયું ત્યાંથી ઘટીને હાલ છેલ્લા 87 ડૉલર પર આવી ગયું છે. જેની પોઝિટિવ અસર ગોલ્ડ સિલ્વર માર્કેટ પર પડી હતી.

(5) 17 જૂને યુએસ ફેડરલ રીઝર્વની બેઠક મળશે. જેમાં ફેડ ચેરમેન પદે નવા વરાયેલા કેવિન વૉર્શની પ્રથમ બેઠક છે. તેઓ ટ્રમ્પના સમર્થક છે અને ટ્રમ્પ ઈચ્છે કે ફેડ રેટ ઘટે. પરંતુ વાસ્તવિક સ્થિતી અલગ છે. યુએસમાં મોંઘવારી વધી છે, રોજગારીના આંકડા નિરાશાજનક છે. આ સંજોગોમાં કેવિન વોર્શ માટે કપરા ચઢાણ હશે. 17 જૂનની ફેડ મીટિંગમાં ફેડ રેટ કટ આવશે કે પછી ફેડ રેટ સ્થિર રહેશે, તેના પર હાલ બજારમાં ખૂબ ચર્ચા છે. આથી બજારમાં(Gold Silver Market) સાવચેચીનું વાતાવરણ જોવાયું છે.

આગામી સપ્તાહે સોનાચાંદી બજાર કેવું રહેશે?

આગામી સપ્તાહે સોના ચાંદી બજારમાં(Gold Silver Market) બે તરફી વધઘટ જોવા મળશે. જ્યાં સુધી અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતિ કરાર નથી થતા ત્યાં સુધી બજાર વોલેટાઈલ રહેશે. ટેકનિકલી ગોલ્ડ સિલ્વર વીક છે. જેથી દરેક ઉછાળે વેચવાલી આવ્યા કરશે. હાલ અનિશ્ચિતતાનો માહોલ છે, જેથી હાલ તેજીવાળા અને મંદીવાળા બન્ને સાવચેતીની રૂખ અપનાવી રહ્યા છે.

ગોલ્ડ સિલ્વરમાં ટેકનિકલ લેવલ

આગામી સપ્તાહે ગોલ્ડ 4576 ડોલરનું રેઝિસ્ટન્સ લેવલ કૂદાવે તો 4660 ડૉલર અને 4750 ડૉલર સુધી જઈ શકે છે. ધારો કે ગોલ્ડ 4520 ડૉલરનું સપોર્ટ લેવલ તોડશે તો નીચામાં ઘટી 4500 ડૉલર અને તેનાથી નીચે 4460 ડૉલર સુધી જઈ શકે છે. તેવી જ રીતે સિલ્વરમાં 76.50 ડૉલર રેઝિસ્ટન્સ લેવલ કૂદાવે તો ઉપરમાં 79 ડૉલર અને તેની ઉપર 82 ડૉલર થઈ શકે છે. નીચામાં 75 ડૉલરનો સપોર્ટ લેવલ તોડશે તો વધુ ઘટી 73 અને તેની નીચે 70 ડૉલર સુધી જઈ શકે છે.

અને છેલ્લે….

જો આગામી સપ્તાહે અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયર અંગે સમજૂતિ કરાર થઈ જાય તો ગોલ્ડ સિલ્વરમાં નવી લેવાલી નીકળતાં ભાવ ઉછળે તેવી પણ શક્યતા છે. જેથી ઈરાન અને અમેરિકાના સમાચાર પર નજર રાખવી વધુ હિતાવહ રહેશે.

Stock Market India – Most Watched News

Stock Market India: સેન્સેક્સ 1092 પોઈન્ટ તૂટ્યો, આગામી સપ્તાહે ઘટાડો આગળ વધશે?

You will also like

Leave a Comment