
Generated by AI
અમદાવાદ- Libra Zodiac જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ બાર રાશિ આવે છે. બાર રાશિઓના જાતકોનું અવલોકન કરીએ તો અલગઅલગ વ્યક્તિત્વ જોવા મળતું હોય છે. દરેક રાશિની આગવી વિશેષતા અને લક્ષણો હોય છે. આજે આપણે સાતમી રાશિ તુલા રાશિના(Tula Rashi- Libra Zodiac) જાતકોનું વ્યક્તિત્વ, પ્રભાવ, સ્વભાવ, ધંધો, તંદુરસ્તી અગે જાણીશું. તુલા રાશિના(Libra Zodiac) જાતકોના સામાન્ય ગુણો અને નસીબને જાગૃત કરવા માટે શું કરવું જોઈએ? તેમજ કયા ભગવાનની પૂજા કરવાથી લાભ થશે? આરોગ્યની સુખાકારી માટે શું કરશો? આવો જાણીએ વિશેષ અહેવાલમાં.
તુલા રાશિ (ર, ત)
Tula Rashi રાશિ ચક્રના 181° થી 210 સુધીના ભાગને તુલા રાશિ આવે છે. તેનું સ્વરૂપ ત્રાજવું છે. તે શરીરના કિડની બ્લેડર અને થાપાના સાધાવાળા ભાગ ઉપર અમલ કરે છે.
વ્યક્તિત્વ
તુલા રાશિના(Libra Zodiac) જાતકો સત્ય અને ન્યાયપ્રિય હોય છે. ખોટું બોલવું ગમતું નથી. દરેક બાબતો પર વિચારીને બોલે છે. અવલોકન શક્તિ સારી રહે છે. નમ્ર હોય છે અને ઓછી મહેનતે વધુ કમાય છે પણ પાછળથી દુઃખો ભોગવવા પડતા હોય છે.
સામાન્ય ગુણો
તુલા રાશિવાળા(Tula Rashi) બુદ્ધિશાળી હોય છે અને દરેક પરિસ્થિતિમાં સમતોલન જાળી રાખે છે તેમજ શાંતિ પ્રિય અને કલાના શોખીન હોય છે.
દેખાવ
તુલા રાશિવાળા(Libra Zodiac) લાંબા કદના ઊંચા, ગોળ, લંબગોળ મુખાકૃતિવાળા, ખોખરા શ્યામ વર્ણના, આળસુ હોતા નથી, પરોપકારી, મહેનતુ, કીર્તિવાળા, સાહસિક, શાંત, માયાળુ સ્ત્રી તરફ નમેલા હોય છે. તેઓ શ્રદ્ધા ધરાવે છે અને લાગણીશીલ હોય છે.
રોજગારી
કલાકાર, ચિત્રકાર, સંગીતકાર, લેખક, કવિ, પ્રિન્ટર, શિલ્પકાર, વકીલ, ન્યાયાધીશ, શિક્ષક, સામાજિક કાર્યકર, પત્રકાર, એરહોસ્ટેસ, હોટલના માલિક, ધર્મગુરુ, ગાયનકાર જેવા નાના મોટા સારા વેપારી કે વ્યવસાય સાથે સંકળાયેલા હોય છે.
તંદુરસ્તી
તુલા રાશિવાળા(Tula Rashi) જાતકોને એસીડીટી, લોહી વિકાર, જ્ઞાન તંતુ, પિતાશયના રોગ, નાક કાન ગળાના રોગવાળા સામાન્યતઃ હોય છે.
રાશિ સ્વામી ગ્રહ શુક્ર છે.
રાશિ વર્ણ શુદ્ર છે.
રાશિ રંગ સફેદ છે.
રાશિ આકાર ત્રાજવું છે.
રાશિ સ્વભાવ ચર છેે.
રાશિ દિશા પશ્ચિમ છે.
રાશિ પ્રકૃતિ મિશ્ર છે.
રાશિ તત્વ વાયુ છે.
રાશિ લિંગ પુરુષ છે.
રાશિ ઉન્નતી 32માં વર્ષે થાય છે.
રાશિ દેવતા લક્ષ્મીનારાયણ છે.
રાશિ લાભ
તમારી રાશિનો સ્વામી શુક્ર ગ્રહ છે. તો તમારે શુક્રની કૃપા પ્રાપ્ત કરવી જોઈએ. દર શુક્રવારે મહાલક્ષ્મી અષ્ટકમનો પાઠ કરવો અથવા વિષ્ણુસહસ્ત્ર નામ વાંચવા જોઈએ. જેથી તમારુ નસીબ અને આર્થિક પાસુ વધુ મજબૂત બનાવશે. તેમજ દરરોજ સવારે ચંદન મિશ્રિત જળ સૂર્યનારાયણને ચઢાવીને સૂર્ય નરસ્કાર કરવા, જેનાથી તમારા આરોગ્યને લગતી મુશ્કેલી દૂર થશે. કુળદેવીની પૂજા કરવી. જન્મકુંડળી જોવડાવીને પંડિતજીના કહેવાથી શુક્રનું નંગ ધારણ કરો.
- ડૉ જતીન મહેતા જ્યોતિષ આચાર્ય, બનારસ
(નોંધ- ઉપરોક્ત સર્વસામાન્ય અવલોકન જ્યોતિષ શાસ્ત્રને આધારે છે, તેને gujaratibiznews.com પુષ્ટિ કરતું નથી. તેમજ તમારા જન્મના ગ્રહોને આધારે પણ આપ તેને મુલવી શકો છો.)
Virgo Zodiac – Most Watched article
Virgo Zodiac: કન્યા રાશિના જાતકોનું વ્યક્તિત્વ જાણીએ, વધુ લાભ મેળવવા શું કરશો?

