Stock Market India: સેન્સેક્સ 1092 પોઈન્ટ તૂટ્યો, આગામી સપ્તાહે ઘટાડો આગળ વધશે?

by Gujarati biz news
Stock Market India

અમદાવાદ- Stock Market India શેરબજારમાં મોટો ઘટાડો આવ્યો હતો. ટ્રેડિંગ સેશનના છેલ્લા અડધા કલાકમાં ભારે વેચવાલી આવી હતી. પરિણામે બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 1092 પોઈન્ટ તૂટી 74,775 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 359 પોઈન્ટ તૂટી 23,547 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 614 પોઈન્ટ તૂટી 54,239 બંધ રહ્યો હતો. પોઝિટિવ કારણો વચ્ચે પણ શેરબજાર તૂટ્યું હતું. એવા કયા ફેકટર આવ્યા કે શેરબજારમાં(Share Market India) જોરદાર સેલીંગ આવ્યું હતું? આગામી સપ્તાહે નવી લેવાલી કે નવી વેચવાલી? આગામી સપ્તાહે માર્કેટનો ટ્રેન્ડ કેવો રહેશે? ટેકનિકલી સપોર્ટ લેવલ તૂટયા છે તો કેટલો ઘટાડો આવશે? આગામી સપ્તાહના બેસ્ટ બાય?

જૂઓ વીડિયો….

સેન્સેક્સમાં 1092 પોઈન્ટનો કડાકો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 75,988ના મજબૂત મથાળે ખૂલીને શરૂમાં વધુ વધી 76,220 થઈ અને ત્યાં ભારે વેચવાલી ફરી વળતાં ઝડપથી તૂટી 74,589 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 74,775.74 બંધ રહ્યો હતો. જે આગલા બંધ ઈન્ડેક્સની સરખામણીએ 1092.06નું ગાબડુ દર્શાવે છે.

નિફ્ટી 359 પોઈન્ટ ગબડ્યો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ આજે સવારે 23,902ના ઊંચા મથાળે ખૂલીને શરૂમાં વધુ વધી 24,002 થઈ અને ત્યાં ભારે વેચવાલી ફી વળતાં તૂટી 23,484 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 23,547.75 બંધ થયો હતો. જે આગલા બંધ નિફ્ટીની સરખામણીએ 359.40નો ઘટાડો દર્શાવે છે.

પોઝિટિવ કારણો

(1) એશિયાઈ અને યુરોપિયન સ્ટોક માર્કેટ પ્લસ હતા. ડાઉ જોન્સ ફ્યુચર 105 પોઈન્ટ પ્લસ હતો. પણ તેની ભારતીય શેરબજારના સેન્ટિમેન્ટ પર પોઝિટિવ અસર પડી હતી.

(2) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધુ ઘટ્યા હતા. બ્રેન્ટ ક્રૂડ આજે 2 ડૉલર ઘટી 90.99 ડૉલર પર ટ્રેડ કરતો હતો. જે વધીને 115 ડૉલર થયો હતો, ત્યાથી બ્રેન્ટ 25 ડૉલર ઘટ્યો છે. ક્રૂડ ઓઈલ આજે 1.74 ડૉલર ઘટી 87.16 ડૉલર પર ટ્રેડ કરી રહ્યો છે. જે વધીને 119 ડૉલર થયો હતો, ત્યાંથી 32 ડૉલર તૂટ્યો છે.

(3) ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 55 પૈસા વધી 95.14 રહ્યો હતો, પણ શેરબજારે ઉપરોક્ચ ત્રણેય સોલીડ ફેકટરને ડિસ્કાઉન્ટ કર્યા હતા.

બજાર તૂટવા પાછળ નેગેટિવ કારણો

(1) અમેરિકા ઈરાન વચ્ચે 60 દિવસના સીઝફાયરનો સમજૂતિ કરાર લગભગ ફાઈનલ થવાની બિલકુલ નજીક છે. માત્ર યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મંજૂરીની મ્હોર મારે તેની જ રાહ જોવાઈ રહી છે. પણ ઈરાની મીડિયાએ દાવો કર્યો છે કે હજી સુધી કોઈ ડીલ ફાઈનલ થઈ નથી. આ સંજોગોમાં મિડલ ઈસ્ટ દેશોમાં તંગદિલી છવાયેલી છે. જ્યાં સુધી અમેરિકા અને ઈરાન સમજૂતિ નહી થાય ત્યાં સુધી હોર્મુઝ સ્ટ્રેટ નહી ખૂલે. હોર્મુઝ નહી ખૂલે તો ફરી પાછા ક્રૂડનો ભાવ વધશે અને મોંઘવારી વધશે. જે ધારણાએ શેરબજારમાં વેચવાલી ફરી વળી હતી.

(2) સવારે બજાર વધ્યું ત્યારે જ તેજીવાળા ખેલાડીઓએ નફો બુક કર્યો હતો. અને છેલ્લા અડધા કલાકમાં ઓલરાઉન્ડ વેચવાલી ફરી વળી હતી. પરિણામે શેરબજારના ઈન્ડેક્સ ઝડપી તૂટયા હતા.

(3) ભારતીય શેરબજારમાં એફઆઈઆઈ સતત અગિયાર મહિનાથી નેટ સેલર છે. 27 મેના રોજ એફઆઈઆઈએ 1042 કરોડનું નેટ સેલ કર્યું હતું. અને મે મહિનામાં ટોટલ રૂપિયા 34,857 કરોડનું વેચાણ કર્યું છે.

(4) આઈએમડી(હવામાન વિભાગ)એ દક્ષિણ પશ્ચિમ ચોમાસાનું પૂર્વાનુમાન 92 ટકાથી ધટાડીને 90 ટકા કર્યું છે. જેની શેરબજારના સેન્ટિમેન્ટ પર નેગેટિવ અસર થઈ હતી.

(5) શેરબજાર ટેકનિકલી વીક થયું છે. નિફ્ટી 24,000 ઉપર ટકી શક્યો ન હતો, અને નિફ્ટીમાં 23,800નું સપોર્ટ લેવલ તૂટતાં જોરદાર વેચવાલી ફરી વળી હતી અને માર્કેટ ખૂબ ઝડપી તૂટી ગયું હતું. ટેકનિકલી વીક હોવાનો મત એવો હતો કે નવું બાઈંગ આજે આવ્યું ન હતું, જેથી બજારમાં અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું હતું. સાવચેતીના ભાગરૂપે જ નવું બાઈંગ આવ્યું ન હતું.

You will also like

Leave a Comment