Scorpio Zodiac: વૃશ્ચિક રાશિનું વ્યક્તિત્વ જાણો, પ્રગતિ આડે અવરોધ દૂર કરવા શું કરશો?

by Gujarati biz news
Scorpio Zodiac
Scorpio Zodiac

Generated by AI

અમદાવાદ- Scorpio Zodiac જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ બાર રાશિ આવે છે. બાર રાશિઓના જાતકોનું અવલોકન કરીએ તો અલગઅલગ વ્યક્તિત્વ જોવા મળતું હોય છે. દરેક રાશિની આગવી વિશેષતા અને લક્ષણો હોય છે.  આજે આપણે આઠમી રાશિ વૃશ્ચિક રાશિના(Vrushchik Rashi- Scorpio Zodiac) જાતકોનું વ્યક્તિત્વ, પ્રભાવ, સ્વભાવ, ધંધો, તંદુરસ્તી અગે જાણીશું. વૃશ્ચિક રાશિના(Scorpio Zodiac) જાતકોના સામાન્ય ગુણો અને તમારી પ્રગતિ આડે આવતાં અવરોધ દૂર કરવા માટે શું કરવું જોઈએ?  તેમજ કયા ભગવાનની પૂજા કરવાથી લાભ થશે? આરોગ્યની સુખાકારી માટે શું કરશો? આવો જાણીએ વિશેષ અહેવાલમાં.

વૃશ્ચિક (ન, ય) Scorpio Zodiac

રાશિ ચક્રના 211 થી 240 અંશ સુધીના ભાગને વૃશ્ચિક રાશિ કહે છે. તેનું પ્રતીક વીંછી છે.

વ્યક્તિત્વ

વૃશ્ચિક રાશિના(Scorpio Zodiac) જાતકો અડગ મનવાળા, ઓછા બોલા, લુચ્ચાઈથી ભરપૂર, સત્તાના લાલચું, વિવેચન શક્તિ સારી રહે, નિર્ણય શક્તિ સારી રહે, જે કાર્ય આરંભ કરે તેને પૂર્ણ કરે છે અને વેરવૃતિ ધરાવનારા હોય છે.

દેખાવ

વૃશ્ચિક રાશિવાળા(Vrushchik Rashi) મજબૂત બાંધાના, શ્યામ વર્ણના, ગૌણ સાધારણ પુષ્ઠ શરીરવાળા, ટૂંકી ગરદન, મધ્યમ કદના ગોળ તેજસ્વી ભરાવદાર અને આકર્ષક ચહેરાવાળા, સામેની વ્યક્તિ પસાર પ્રભાવ પાડે તેવા, સ્વભાવે ગુસ્સાવાળા, શંકાશીલ, જીદ્દી ધાર્યું કરનારા, ડંખેલા, મિલનસાર, સ્વાર્થી નિર્ણય લેવામાં અજબશક્તિ હોય છે.

રોજગારી

Scorpio Zodiac ડિટેક્ટિવ, સર્જન ડોક્ટર, સૈનિક, મનોવૈજ્ઞાનિક, વકીલ, મિકેનિકલ એન્જિનિયર, ઉચ્ચ પદવાળા, પ્રેસ મેનેજર, ઓપરેટર, પોલીસ ઓફિસર, પાયલોટ, કમ્પોઝેટર, સંશોધક અને નવસર્જન કરનારા, દરેક વિષયોમાં તે રૂચી ધરાવતાં હોય છે.

તંદુરસ્તી

વૃશ્ચિક રાશિવાળી(Scorpio Zodiac) વ્યક્તિઓને સામાન્ય રીતે ફેફસાની બીમારી, ગુમડા, જઠર, મુત્રાશયને લગતી બીમારી થતી હોય છે. કેલ્શિયમ ઓછું હોય છે. એટલે અશક્તિ વધારે થાય.

રાશિ સ્વામી મંગળ છે.

રાશિ વર્ણ બ્રાહ્મણ છે.

રાશિ આકાર કીટ છે.

રાશિ રંગ લાલ છે.

રાશિ સ્વભાવ સ્થિર છે.

રાશિ દિશા ઉત્તર છે.

રાશિ પ્રકૃતિ કફ છે.

રાશિ તત્વ જળ છે.

રાશિ લિંગ સ્ત્રી છે.

રાશિ ઉન્નતિ 26 માં વર્ષે થાય છે.

રાશિ દેવતા શિવ શક્તિ છે.

વૃશ્ચિક રાશિ લાભ ભગવાન શિવ શક્તિની પૂજા કરવાથી લાભ થાય છે. વૃશ્ચિક રાશિના શાસક ગ્રહ મંગળ અને પ્લુટો છે. મંગળ ગ્રહને કંકાસ અને લડાઈનો કારક માનવામાં આવે છે. જેથી મંગળવારે મંગળ ગ્રહની શાંતિ માટેના ઉપાયો કરવા જોઈએ.

પ્રગતિ આડે અવરોધ દૂર કરવા શું કરશો?

Scorpio Zodiac મંગળ ગ્રહને શાંત કરવા માટે અથવા તો કુંડળીમાં મંગળ દોષ હોય તો અથવા તો મંગળ ગ્રહના અશુભ પ્રભાવોને દૂર કરવા માટે દર મંગળવારે હનુમાન મંદિરે જઈને લાલ ફૂલ, સિંદુર અને ચમેલીનું તેલ અર્પણ કરીને પૂજા કરવી જોઈએ. મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો અને શક્ય હોય તો સુંદરકાંડનો પાઠ પણ કરવો જોઈએ. લાલ વસ્ત્રો ધારણ કરવા અને મસુરની દાળનું દાન કરવું જોઈએ. તેમજ મંગળવારે “ઓમ હનુમંતેય નમઃ” અથવા મંગળના બીજ મંત્ર “ॐ क्रां क्रीं क्रौं सः भौमाय नमः” નો જાપ કરવો જોઈએ. તાંબાના વાસણો અને લાલ ચંદન જેવી વસ્તુઓનું દાન કરી શકો છો. સરળ ઉપાય કરવા હોય તો વાંદરાઓને ગોળ અને ચણા ખવડાવવા જોઈએ. જો ઉપરોક્ત ઉપાય કરશો તો તમારી પ્રગતિ આડે આવતાં અવરોધ દૂર થશે અને તમારી ઉન્નતી ઝડપી થશે. આરોગ્યની તંદુરસ્તી પણ સારી રહેશે. આપે તમારા જન્માક્ષરને જાણકાર પંડિતને બતાવીને તેમના માર્ગદર્શનથી આપે મંગળ નંગ ધારણ કરવો જોઈએ.

  • ડૉ જતીન મહેતા જ્યોતિષ આચાર્ય, બનારસ

(નોંધ- ઉપરોક્ત સર્વસામાન્ય અવલોકન જ્યોતિષ શાસ્ત્રને આધારે છે, તેને gujaratibiznews.com પુષ્ટિ કરતું નથી. તેમજ તમારા જન્મના ગ્રહોને આધારે પણ આપ તેને મુલવી શકો છો.)

Libra Zodiac – Most Watched Article

Libra Zodiac: તુલા રાશિના સામાન્ય ગુણો જાણો, નસીબને જાગૃત કરવા શું કરશો?

You will also like

Leave a Comment