
જૂઓ વીડિયો….
સેન્સેક્સ 719 પોઈન્ટ ઘટ્યો
મુંબઈ શેરબજારનો સેન્કેસ્સ સવારે 73,421ના મજબૂત મથાળે ખૂલીને શરૂમાં વધુ વધી 73,934 થઈ અને ત્યાં ભારે વેચવાલી ફરી વળતાં ઝડપથી તૂટી 73,318 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 73,524.26 બંધ થયો હતો. જે આગલા બંધની સરખામણીએ 719.08નો ઘટાડો દર્શાવે છે.
નિફ્ટી 243 પોઈન્ટ તૂટ્યો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 23,080ના લેવલે ખૂલીને શરૂમાં વધી 23,267 થઈ અને ત્યાં વેચવાલી ફરી વળતા ઘટી 23,070 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 23,123 બંધ રહ્યો હતો. જે આગલા બંધની સરખામણીએ 243.70 તૂટ્યો હતો.
શેરબજાર તૂટવાના કારણો
(1) ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ફરીથી યુદ્ધ શરૂ થયું છે. ગઈકાલ રાતથી ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલ હૂમલો કર્યો હતો. અને ઈઝરાયલે તેહરાન અને તબરીઝને ટાર્ગેટ કર્યા હતા. ભારતે ઈરાનમાં રહેતાં નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે, અને ઈરાન છોડવા જણાવ્યું છે. બીજી તરફ મીડિયા રીપોર્ટ અનુસાર યુએસ પ્રસિડેન્ટ ટ્રમ્પ અને ઈઝરાયલના પીએમ નેતન્યાહૂ વચ્ચે મતભેદો ઉભા થયા છે. ટ્રમ્પની ના હતી, તેમ છતાં ઈઝરાયલે ઈરાન પર હૂમલો કર્યો હતો. ત્રીજી તરફ હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે ટ્ર્મ્પ અને ઈરાન વચ્ચે તંગદિલી વધુ ઘેરી બની છે. ઈરાને કહ્યું છે કે હોર્મુઝમાંથી પસાર થતાં દરેક જહાજે અમારી નવી અને કડક શરતોનું પાલન કરવું પડશે. આમ આવા સમાચાર આવતાં શેરબજારનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું.
(2) ઈરાન ઈઝરાયલ યુદ્ધ અને ટ્રમ્પ અને ઈરાન વચ્ચે હોર્મુઝ મુદ્દે વિવાદ વધુ ઘેરો બન્યો છે. જે સમાચાર પછી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો આવ્યો હતો. બ્રેન્ટ ક્રૂડ 4.15 ડૉલર ઉછળી 97.24 ડૉલર પર ટ્રેડ કરતો હતો. ક્રૂડ ઓઈલ 4.09 ડૉલર વધી 94.63 ડૉલર પર ટ્રેડ કરતો હતો.
(3) ઉપરોક્ત સમાચાર પાછળ ગ્લોબલી સ્ટોક માર્કેટ ગબડ્યા હતા. આજે સવારે એશિયાના તમામ સ્ટોક માર્કેટમાં મોટા ગાબડા પડ્યા હતા. બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ તૂટીને આવ્યા હતા.

કાલે શું થશે?
કાલે મંગળવારે નિફ્ટીની વીકલી એક્સપાયરી છે. જેથી જો બજાર નીચા મથાળે ખૂલશે તો વેલ્યૂ બાઈંગ આવશે અને બજાર પ્રત્યાઘાતી સુધરા સાથે બંધ આવશે. બીજી તરફ ટેકનિકલી માર્કેટ વીક છે. સેન્સેક્સમાં 74,200 અને નિફ્ટીમાં 23,300ના સપોર્ટ લેવલ તૂટ્યા છે, જેથી દરેક ઉછાળે વેચવાલી પણ આવ્યા કરશે. જો કે હવે શેરબજારની આગામી ચાલનો આઘાર યુદ્ધના મેદાનના સમાચાર પર રહેલો છે, જેથી શેરબજારે યુદ્ધના મેદાનના સમાચાર પર નજર રાખવી.

