Stock Market India: શેરબજારમાં ચોથા દિવસે તેજી, હવે પ્રત્યાઘાતી ઘટાડો ક્યારે આવશે?

by Gujarati biz news
Stock Market India

Stock Market Indiaઅમદાવાદ-  Stock Market India શેરબજારમાં સતત ચોથા દિવસે તેજી રહી હતી. દરેક ઘટાડે બ્લૂચિપ શેરોમાં નવી લેવાલી ચાલુ રહી હતી. પરિણામે બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 342 પોઈન્ટ વધી 77,150 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 96 પોઈન્ટ વધી 24,085 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી(Bank Nifty) 287 પોઈન્ટ વધી 57,585 બંધ હતો. શેરબજારમાં ચોથા દિવસે તેજી કેમ આગળ વધી? શેરબજારમાં હજી નેગેટિવ ફેક્ટર છે? પ્રોફિટ બુકિંગ કયારે આવશે? ટેકનિકલ રીએક્શન ડ્યૂ થયું છે? શું ઈન્ટ્રા-ડેમાં જ રીએક્શન આવી ગયું છે? કાલે શેરબજારનો ટ્રેન્ડ કેવો રહેશે? કાલે Share Market India  ટેકનિકલી રીએક્શન આવશે?

જૂઓ વીડિયો….

સેન્સેક્સ વધુ 342 પોઈન્ટ વધ્યો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ સવારે 77,080ના ઊંચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં પ્રોફિટ બુકિંગ આવતાં ઘટીને 76,768 થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઝડપથી ઉછળી 77,218 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 77,150.55 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 342.07નો ઉછાળો દર્શાવે છે.

નિફ્ટી વધુ 96 પોઈન્ટ પ્લસ

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ સવારે 9.15 કલાકે 24,0044ના ઊંચા લેવલે ખૂલીને શરૂમાં સામાન્ય ઘટી 23,969 થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઝડપથી ઉછળી 24,108 થઈ ટ્રેડિંગ સેશનને અંતે 24,085.70 બંધ થયો હતો. જે ગઈકાલના નિફ્ટીની સરખામણીએ 96.55નો ઉછાળો દર્શાવે છે.

માર્કેટ કેપ રૂપિયા 3 લાખ કરોડનો વધારો 

આજે બુધવારે શેરબજાર ઊંચા મથાળે ખૂલીને શરૂમાં સામાન્ય ઘટી પણ ત્યાં નવી લેવાલી નીકળતાં શેરોના ભાવ ઝડપી વધ્યા હતા. મેટલ, પીએસયુ બેંક, કન્ઝ્યુમર ગુડ્ઝ અને પાવર સેકટરના શેરોમાં નવી લેવાલીથી આ સેકટરના ઈન્ડેક્સ ઊંચકાયા હતા. તો સામે ઓટોમોબાઈલ અને રીયલ્ટી સેકટરમાં વેચવાલીથી નરમાઈ રહી હતી. આજે માર્કેટ કેપિટલાઈઝેશનમાં 3 લાખ કરોડનો વધારો થયો હતો.

તેજીના કારણો

(1) યુએસ ઈરાન વચ્ચે શાંતિ સમજૂતિ કરાર પર શુક્રવારે સહીઓ થશે. જે પહેલા વિશ્વના સ્ટોક માર્કેટમાં સતત તેજી જોવાઈ રહી છે. આજે પણ એશિયાઈ સ્ટોક માર્કેટ પ્લસ હતા.

(2) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધુ ઘટ્યા હતા. બ્રેન્ટ ક્રૂડ વધુ ઘટીને 78.75 ડૉલર પર ટ્રેડ કરતો હતો અને ક્રૂડ ઓઈલનો ભાવ 75.76 ડૉલર પર ટ્રેડ કરતો હતો. આમ તેની ભારતીય શેરબજાર પર પોઝિટિવ અસર પડી હતી.

(3) ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો વધુ મજબૂત થઈ 94.54 પર ટ્રેડ કરતો હતો. આમ ઉપરોક્ત પોઝિટિવ ફેકટરને કારણે ભારતીય શેરોમાં નવી લેવાલીથી તેજીની આેગકૂચ રહી હતી.

નેગેટિવ કારણો

(1) યુએસ અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતિની વાતો ચાલે છે, ત્યારે બીજી બાજુ ઈરાને હોર્મુઝ પરથી પસાર થતાં કોમર્શિયલ જહાજ પર ડ્રોનથી એટેક કર્યો હતો. યુએસ સેનાના અધિકારીના કહેવા પ્રમાણે ઈરાની ડ્રોનને હવામાં જ તોડી પડાયા હતા. તેમજ આ ડ્રોન ઈરાની ઈસ્લામિક રીવોલ્યુશનરી ગાર્ડ કોપ્સ(આઈઆરજીસી) દ્વારા લોન્ચ કરાયા હતા.

(2) ઈઝરાયલે લેબનોન પર હૂમલા કર્યા હતા અને ઈઝરાયલે યુએસ દ્વારા શાંતિ સમજૂતિને માનવાનો ઈન્કાર કરી દીધો છે. આમ હવે યુએસ અને ઈરાન વચ્ચે સમજૂતિ થશે કે નહી તેના પર પ્રશ્નાર્થ સર્જાયો છે.

(3) આજે બુધવારે મોડીરાતે યુએસ ફેડરલ રીઝર્વની મોનેટરી પૉલીસીની બેઠક મળશે. ફેડના નવા વરાયેલા ચેરમેન કેવિન વોર્શની આ પ્રથમ મોનેટરી પૉલીસી ડિસીઝન છે. જેમાં હવે ફેડ રેટમાં કોઈ વધારો કરાશે નહી તેવી વાતો ચર્ચાઈ રહી છે.

મીડકેપ ઈન્ડેક્સ 321 પોઈન્ટ ઊંચકાયો

આજે બુધવારે મીડકેપ ઈન્ડેક્સ 321 પોઈન્ટ વધ્યો હતો અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 145 પોઈન્ટ પ્લસ હતો. આજે એડવાન્સ ડેક્લાઈન રેશયો પોઝિટિવ હતા. 1923 શેરના ભાવ વધ્યા હતા અને 1396 શેરના ભાવ ઘટ્યા હતા.

146 સ્ટોકમાં અપર સર્કિટ

96 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 31 શેરના ભાવ બાવન વીક લો પર બંધ હતા. તેમજ 146 સ્ટોકમાં અપર સર્કિટ લદાઈ હતી અને 65 સ્ટોકમાં લોઅર સર્કિટ બ્રેકર આવી હતી.

સૌથી વધુ ઊંચકાયેલા શેર

ટ્રેન્ટ(7.25 ટકા), બીઈએલ(3.55 ટકા), હિન્દાલકો(2.70 ટકા), એસબીઆઈ લાઈફ(1.94 ટકા) અને ઈટરનલ(1.68 ટકા)

સૌથી વધુ ગગડેલા શેર

તાતા મોટર પેસેન્જર વ્હીકલ(8.10 ટકા), સિપ્લા(1.67 ટકા), બજાજ ફાઈનાન્સ સર્વિસ(1.25 ટકા), ઓએનજીસી(1.11 ટકા) અને એક્સિસ બેંક(1.01 ટકા)

કાલે શેરબજાર કેવું રહેશે?

સંળગ ચાર દિવસની તેજી પછી હવે ટેકનિકલ રીએક્શન આવવું ડ્યૂ થયું છે. ચાર દિવસમાં સેન્સેક્સ 3,417 પોઈન્ટનો ભારેખમ ઉછાળો આવ્યો છે. જેથી કાલે ગુરુવારે પ્રોફિટ બુકિંગથી પ્રત્યાઘાતી ઘટાડો આવી શકે છે. જ્યાં સુધી યુએસ ઈરાન વચ્ચે પીસ ડીલ પર સહી ન થાય ત્યાં સુધી અનિશ્ચિતતાનો માહોલ જોવા મળશે. જો કે શેરબજાર ટેકનિકલી મજબૂત છે. નિફ્ટી 24,050 ઉપર બંધ છે, જેથી હવે ઉપરમાં 24,200નું લેવલ બતાવે. સેન્સેક્સ 76,850 ઉપર બંધ છે, જે ઉપરમાં 78,000 સુધીનું લેવલ બતાવી શકે છે. ટૂંકમાં હવે દરેક ઘટાડે લઈને વેચવાનો ટ્રેન્ડ થયો છે.

You will also like

Leave a Comment