Sun Introduction and Remedies: સૂર્ય નબળો હોય તો શું ઉપાય કરશો?

by Gujarati biz news
Sun Introduction and Remedies
Sun Introduction and Remedies

Generated by AI

અમદાવાદ- Sun Introduction and Remedies આપણે પૃથ્વી પર રહીએ છીએ તે એક ગ્રહ ગણવામાં આવે છે. પૃથ્વીનું ઉત્પત્તિ સ્થાનએ સ્વયં પ્રકાશિત સૂર્ય તારો છે. આ સૂર્ય તારો પછી બીજા પણ ગ્રહો ઉત્પન્ન થયા છે. આ બધા જ સૂર્યમાંથી છૂટા પડેલા ભાગો છે, જે ગ્રહો કહેવાય છે. તે બધા જ સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે. જેમાં પૃથ્વીનો સમાવેશ થઈ જાય છે. આ બધા ગ્રહો દ્રવ્યોના જથ્થાના ગોળાઓ છે, તે કારણથી તેઓ પીડ કે પિંડ ગ્રહો પણ કહેવામાં આવે છે.

આપણું બ્રહ્માંડમંડળ

આ જ પ્રમાણે પૃથ્વી પર એક નાનો ભાગ છે. જે પૃથ્વીમાંથી છુટો થઈને પૃથ્વીની આસપાસ ભ્રમણ કરે છે. જેને પૃથ્વીનો ઉપગ્રહ કહેવાય છે. આ ઉપગ્રહને આપણે ચંદ્રના નામથી ઓળખીએ છીએ. તે આપણું બ્રહ્માંડમંડળ ગણાય છે. આ બ્રહ્માંડમંડળના અન્ય ગ્રહોના નામ મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ છે. સૂર્યની આજુબાજુ ગ્રહો જે ક્રમથી ફરે છે તેમાં સૂર્યથી સૌથી નજીક બુધ છે. તે પછીના ક્રમથી જોઈએ તો શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ અને શનિ ફરે છે. ચંદ્ર એ પૃથ્વીનો ઉપગ્રહ છે અને તે પૃથ્વીની આજુબાજુ ફરે છે.

મુખ્ય સાત ગ્રહો

Sun Introduction and Remedies આપણે પૃથ્વીવાસીઓ હોઈએ ને આપણે ગ્રહોના અભ્યાસથી પૃથ્વી ઉપર કરીએ છીએ. તેથી આપણે આપણી અનુકૂળતા માટે પૃથ્વીને સ્થિર ગણી છે અને સૂર્યને આપણે પૃથ્વીની આજુબાજુ ફરતો હોય તેને કલ્પીને જ્યોતિષશાસ્ત્રનો અભ્યાસ કરીએ છીએ. આ કારણથી આપણે આપણા પ્રભાવ કરતા ગ્રહોમાં પૃથ્વીનો સમાવેશ કરેલો નથી. પરંતુ ચંદ્ર આપણે પૃથ્વીની આજુબાજુ ફરતો હોય તેનો સમાવેશ આપણા ઉપર પ્રભાવ કરતા ઘરોમાં કરેલો છે. આ રીતે આપણે મુખ્ય સાત ગ્રહો જેનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ છે, જે ગ્રહ પીંડો છે.

હર્ષદ, નેપ્ચુન અને પ્લુટો

આ સિવાય અન્ય ગ્રહો પણ છે જેની શોધખડ અર્વાચીન સમયમાં થયેલી છે. એવું માનવામાં આવે છે કે આ ગ્રહોનું નામ હર્ષદ, નેપ્ચુન, પ્લુટો મોટો છે. પરંતુ આપણા પ્રાચીન શાસ્ત્રીઓએ તો આ ગ્રહોને જાણ પહેલેથી જ હતી. આની સાબિતીરૂપે વાત કરીએ તો આપણે કર્મકાંડના શાસ્ત્રોમાં જ્યારે નવગ્રહની વિધિઓ નવગ્રહના પ્રતિક રૂપે નવ સોપારી મૂકીએ છીએ. જેમાં ત્રણ સોપારીઓ પ્રજાપતિ, વરુણ અને યમના નામની મુકાય છે. આ પ્રજાપતિ વરુણ અને યમ એટલે કે હર્ષલ, નેપ્ચ્યુન અને પ્લુટો છે. આ ત્રણેય ગ્રહો અત્યંત દૂર હોવાથી ઘણો લાંબો સમય એ જ રાશિમાં રહેતા હોવાથી તેમના પ્રભાવ બીજા ગ્રહોના સંદર્ભે અત્યંત હોય છે. તેથી આપણા પ્રાચીન શાસ્ત્રજ્ઞોએ ગ્રહોના અભ્યાસમાં સમાવેશ કરેલો નથી.

નવ ગ્રહોનું સ્થાન, સૂર્ય રાજા

જ્યોતિષશાસ્ત્રમાં મુખ્ય નવ ગ્રહોનું સ્થાન છે.(Sun Introduction and Remedies) નવ ગ્રહોનો પરિચય આપણે ક્રમશ જોતા જઈએ જેમાં તેનું ફળ શું કરવાથી ગ્રહ મજબૂત થાય? કયો ગ્રહ મજબૂત કરવાથી ઉદ્યોગ ધંધામાં નોકરીમાં સફળતા મળે તે વિસ્તૃત માહિતી એક ગ્રહ પરિચયમા આપણે મેળવીએ. સૌપ્રથમ આપણે ચંદ્ર ગ્રહ અને તેના દોષનું નિવારણ અગાઉના લેખમાં જોઈ ગયા. આજે આપણે સૂર્ય ગ્રહનો પરિચય મેળવીશું અને સૂર્ય નબળો હોય તેવા જાતકોએ શું ઉપાય કરવા જોઈએ?

Sun Introduction and Remedies

સૂર્ય પૃથ્વીથી 9 કરોડ 29 લાખ મારી દૂર છે. તે ગ્રહોનો રાજા ગણાય છે. ખરેખર તો સૂર્ય પોતે જ ગ્રહ ન હતા, પણ તે સ્વયં પ્રકાશિત તારો છે. બીજા ગ્રહો પર પ્રકાશિત છે. પરંતુ જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. તે ગ્રહોનો રાજા છે. તે સત્તા અને સત્તાધીશોનો સૂચક છે. તેથી રાજકારણ, લોકસભા, ધારાસભા, પ્રમુખ, વડાપ્રધાનો તથા અન્ય ઉચ્ચ સત્તાધિકારો સાથે તેને સંબંધ છે. જાહેર સંસ્થાઓના ઉચ્ચ હોદ્દાઓનો પણ તેની સાથે સંબંધ છે.

સૂર્ય સર્જનનો કારક છે

પ્રાણી માત્રને સૂર્યપ્રકાશની જરૂર છે એટલે પ્રકાશ અને જીવન આપનાર ગ્રહ છે. તે નવી ક્રિયાઓ કરનારો છે. ગર્ભાવસ્થામાં માતાને સૂર્યપ્રકાશની ખૂબ જ જરૂર હોય છે, આથી સર્જનનો પણ કારક છે. સૂર્ય અગ્નિ તત્વ છે, આથી તેને ગૃહ ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે.

સૂર્યની લાક્ષણિકતા

  • પુરુષ ગ્રહ છે.
  • ક્ષત્રિય વર્ણનો છે.
  • પિત્ત પ્રકૃતિ છે.
  • તે પહોળા ખભાનો છે.
  • ઊંચા પ્રભાવશાળી છે.
  • ઓછા વાળવાળો છે.
  • હાડકા મજબૂત હોય છે.
  • આંખો પીળા રંગની હોય છે.
  • શરીર લાલ -કાળા રંગના મિશ્રણવાળું હોય છે.
  • તે ઉદાર હોય છે.
  • તેને યુદ્ધ ગમે છે.
  • જે દિવસે બળવાનું હોય છે તે પાતળો હોય છે.
  • તેને કડવી અને તીખી વસ્તુઓ ગમે છે.
  • તે સત્યપ્રિય દાની અને પ્રામાણિક છે.
  • તે ધર્મ ભેરુ પ્રેમાળ અને બીજાઓને મદદ કરનારો છે.
  • ગંભીર  રીતભાત વાળો છે.
  • તે ઉદ્યમી છે, તેને ઉમદા વિચારો ગમે છે.
  • બળવાન છે, તે વધુ ફરનાર છે.
  • સૂર્ય આત્માનું કારક છે.
  • બળવાનું સૂર્યવાળી વ્યક્તિ આત્મ ઉચ્ચ કોટીનો જોવા મળે છે.
  • સૂર્ય ઉપરથી વ્યક્તિના આત્માની કસોટી થઈ શકે છે.

દસમાં ભાવમાં બળવાન

સૂર્ય પિતાનો કારક છે, અધિકાર આજીવિકા વૈદિક શાસ્ત્ર ડોક્ટર સર્જનનો કારક છે. તેવી દરેક પ્રવૃત્તિઓ ધર્મ દીક્ષા વગેરેનો પણ કારક છે. સત્વગુણી છે. પૂર્વ દિશાનો સ્વામી છે. દક્ષિણ દિશામાં અને દસમાં ભાવમાં તે વધુ બળવાન બને છે. તેનું રત્ન માણેક છે. તેનો સોના સાથે અને સોનાના લગતા ધંધા સાથે સંબંધ છે. શરીરના હાડકા ઉપર તેનો પ્રભુત્વ છે. તેનો વાર રવિવાર છે. ચોઘડિયું ઉદ્વેગ એટલે કે ઉદ્યોગ છે.

રોગનો કારક 

સૂર્ય કદી પાપ ગ્રહ નથી તે શુભ ગ્રહ છે. રોગ જોઈએ તો હૃદયના રોગ, આંખની પીડા, રક્તવાહિનીઓ, ફેફસાઓમાં અને જીવન રક્ષક કોષોમાં રોગ પેદા કરે છે. હાડકાના રોગો વધુ જોવા મળે છે.

સૂર્ય નબળો કયારે ગણાય?

જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જ્યારે સૂર્ય કુંડળીમાં નીચ રાશિ(તુલા)માં બેઠો હોય, શનિ, રાહુ કે કેતુ જેવા અશુભ ગ્રહોથી પીડિત હોય અથવા તો છઠ્ઠા, આઠમાં કે બારમાં ભાવમાં હોય ત્યારે સૂર્ય નબળો ગણાય છે. આપની કુંડળી જાણકાર પંડિતજીને બતાવીને યોગ્ય માર્ગદર્શન લેવું જોઈએ. અત્રે સર્વસામાન્ય મત રજૂ થયો છે.

સૂર્ય નબળો હોય તો તેના ઉપાય

Sun Introduction and Remedies જો આપની કુંડળીમાં સૂર્ય નબળો હોય તો જાતકે સવારે વહેલી ઉઠીને તાંબાના લોટામાં શુદ્ધ જળ(પાણી) ભરીને તેમાં હળદર અથવા તો ચંદન નાંખીને સૂર્યદેવને અર્ધ્ય આપવો જોઈએ. ઓમ સૂર્યાય નમઃનો જાપ કરવો જોઈએ. રવિવારે એક ટાઈમ જમીને ઉપવાસ પણ કરી શકાય. રવિવારે ગાયને ગોળ અને ઘઉં અથવા ઘઉંનો લોટ મિશ્રણ કરીને ખવડાવો. શક્ય હોય તો આપે સૂર્ય યંત્ર ગળામાં ઘારણ કરી શકાય. પિતા અને ઘરમાં જે કોઈપણ વડીલ હોય તેમનો આદર કરો, સેવા ચાકરી કરો. તેઓના આશીર્વાદથી સૂર્ય મજબૂત થશે. રવિવારે લાલ વસ્ત્ર પહેરવું, રૂબી(માણેક) ધારણ કરી શકાય. સૂર્યને સંબધિત વસ્તુઓ જેવી કે તાંબુ, ગોળ, ઘઉનું દાન શ્રેષ્ઠ છે. લાલ ચહેરાવાળા વાંદરાને ગોળ અને ઘઉં ખવડાવો. ભુરા રંગની કીડીઓને ગોળ અને ઘઉનો લોટ ખવડાવો. અને છેલ્લે જાણકાર પંડિતજીને આપના જન્માક્ષર બતાવીને તેમની સલાહ અનુસાર આપે સૂર્ય ગ્રહને મજબૂત કરવાના ઉપાય કરી શકો છો.

સારા સ્વાસ્થ્ય માટે શું કરશો?

સૂર્ય નબળો ન હોય તો પણ દરેક માનવીએ દરરોજ સૂર્યને નમસ્કાર કરવા જોઈએ અને સૂર્યને શુદ્ધ જળ ચઢાવવું જોઈએ. આમ કરવાથી તમારુ સ્વાસ્થ્ય સારુ રહેશે અને મનોબળ મજબૂત થશે. કહેવત છે ને કે પહેલું સુખ તે જાતે નર્યા. એટલે કે શરીર સારુ હોય અને તંદુરસ્ત હોય તો દુનિયાના બાકીના તમામ સુખો માણી શકાય છે. અઢળક સંપત્તિ હોય પણ સ્વાસ્થ્ય સારુ ન હોય તો પૈસાનો કોઈ અર્થ નથી. આથી સૂર્યદેવને નમસ્કાર કરીને પ્રાર્થના કરવી કે “હે સૂર્યદેવ સાજા નરવા રાખજો.”

  • ડૉ જતીન મહેતા જ્યોતિષ આચાર્ય, બનારસ

(નોંધ- ઉપરોક્ત સર્વસામાન્ય અવલોકન જ્યોતિષ શાસ્ત્રને આધારે છે, તેને gujaratibiznews.com પુષ્ટિ કરતું નથી. તેમજ તમારા જન્મના ગ્રહોને આધારે પણ આપ તેને મુલવી શકો છો.)

Moon Planet – Most Watched Article 

Moon Planet: ચંદ્રનો સીધો સંબધ માનવીના મન સાથે, ચંદ્ર નબળો હોય તો શું કરશો?

You will also like

Leave a Comment