અમદાવાદ- Stock Market India શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે ઘટાડો આવ્યો હતો. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 442 પોઈન્ટ ઘટી 77,708 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 95 પોઈન્ટ ઘટી 24,238 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 576 પોઈન્ટ તૂટી 57,945 બંધ થયો હતો. શેરબજાર કેમ ઘટ્યું? બેંક શેરો કેમ સૌથી વધુ તૂટ્યા? કોની વેચવાલી આવી? લો લેવલ પર સપોર્ટિંગ બાઈંગ આવ્યું, કેમ? ટેકનિકલ લેવલમાં શું ફેરફાર થયો છે? Share Market India કાલે નિફ્ટી વીકલી એક્સપયારી છે, તો બજાર કેવું રહેશે?
જૂઓ વીડિયો….
સેન્સેક્સ 442 પોઈન્ટ ઘટ્યો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 78,151ના મથાળે ખૂલીને ભારે વેચવાલીથી ઘટી 77,368 થઈ અને ત્યાં નવી લેવાલીનો ટેકો આવતાં સુધરી 77,708.52 બંધ થયો હતો. જે આગલા બંધની સરખામણીએ 442.93નો ઘટાડો દર્શાવે છે. સેન્સેક્સમાં લૉ લેવલથી 340 પોઈન્ટની રીકવરી આવી હતી.
નિફ્ટી 95 પોઈન્ટ ઘટ્યો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 24,190ના નીચા મથાળે ખૂલીને શરૂમાં વેચવાલી ફરી વળતાં ઘટી 24,135 થઈ અને ત્યાં નવી લેવાલીનો ટેકો આવતાં ઝડપી રીકવરી આવી 24,266 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 24,238.50 બંધ થયો હતો. જે આગલા બંધ નિફ્ટીની સરખામણીએ 95.80નો ઘટાડો દર્શાવે છે.
લૉ લેવલ પર ટેકારૂપી બાઈંગ
સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર નીચા મથાળે ગેપમાં ખૂલ્યું હતું. સવારમાં યુએસ ઈરાન યુદ્ધ અને ક્રૂડ ઓઈલના ભાવ પર ભારે વેચવાલી ફરી વળી હતી. એશિયાઈ માર્કેટ પણ તૂટ્યા હતા. જેથી ભારતીય શેરોના ભાવ વધુ તૂટ્યા હતા. જો કે બપોર બાદ લૉ લેવલ પર ટેકારૂપી નવી લેવાલી આવી હતી. જેથી ઘટ્યા મથાળેથી રીકવરી આવી હતી. જો કે ઓવરઓલ માર્કેટ માઈનસમાં જ રહ્યું હતું. મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં ઈન્વેસ્ટમેન્ટરૂપી નવી લેવાલી રહી હતી.
શેરબજાર ઘટવાના કારણો
(1) યુએસ ઈરાન યુદ્ધના સમાચાર અને મીડલ ઈસ્ટ સંકટને પગલે હોર્મુઝ બંધ છે. જેને પરિણામે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ વધુ ઉછળીને 90 ડૉલરને પાર થયું હતું. જેથી સવારે બજાર ખૂલતાની સાથે વેચવાલી ફરી વળી હતી.
(2) એશિયાઈ સ્ટોક માર્કેટ વધુ તૂટ્યા હતા. કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ સતત ત્રીજા દિવસે 304 પોઈન્ટ(4.67 ટકા), જાપાનનો નિક્કી 2,694 પોઈન્ટ(4.20 ટકા), તાઈવાનો તેઈપેઈ 221 પોઈન્ટ અને સિંગાપોરનો સ્ટ્રેટ ટાઈમ્સ 13 પોઈન્ટ ઘટ્યા હતા. જો કે સામે હોંગકોંગનો હેંગસેંગ 567 પોઈન્ટ પ્લસ બંધ હતા. બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ માઈનસ હતા.
(3) અતિમહત્વનું એચડીએફસી બેંક, એક્સિસ બેંક અને કોટક મહિન્દ્રા બેંકના પ્રથમ ત્રિમાસિક પરિણામો નિરાશાજનક આવ્યા હતા, જેથી આ ત્રણ સ્ટોકમાં હેવી સેલીંગ પ્રેશર આવ્યું હતું. આ ત્રણેય સ્ટોકનું ઈન્ડેક્સમાં હેવી વેઈટજ છે. એક્સિસ બેંક 5.67 ટકા તૂટ્યો હતો અને એચડીએફસી બેંક 5.08 ટકાનો કડાકો બોલી ગયો હતો. તેમજ કોટક મહિન્દ્રા બેંક1.96 ટકા ઘટ્યો હતો. આમ આ ત્રણ બેંકોમાં જોરદાર વેચવાલી ફરી વળતાં શેરબજારનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું.
એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ
આજે સોમવારે મીડકેપ ઈન્ડેક્સ 373 પોઈન્ટ ઊંચકાયો હતો અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 30 પોઈન્ટ પ્લસ હતો. પરિણામે એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ હતો. 1779 શેરના ભાવ વધ્યા હતા અને 1501 શેરના ભાવ ઘટ્યા હતા.
90 સ્ટોકમાં લોઅર સર્કિટ
77 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 56 શેર બાવન વીક લો પર બંધ હતા. તેમજ 88 સ્ટોરમાં અપર સર્કિટ લદાઈ હતી અને 90 સ્ટોકમાં લોઅર સર્કિટ આવી હતી.
સૌથી વધુ ઊંચકાયેલા શેર
ટ્રેન્ટ(3.04 ટકા), પાવરગ્રિડ(2.01 ટકા), નેસ્લે(1.81 ટકા), એનટીપીસી(1.65 ટકા) અને ભારતી એરટેલ(1.63 ટકા)
સૌથી વધુ ગગડેલા શેર
એક્સિસ બેંક(5.37 ટકા), એચડીએફસી બેંક(5.08 ટકા), મારૂતિ(2.06 ટકા), કોટક મહિન્દ્રા બેંક(1.96 ટકા) અને જિઓ ફાયનાન્સ(1.66 ટકા).
કાલે શેરબજાર કેવું રહેશે?
કાલે મંગળવારે નિફ્ટીની વીકલી એક્સપાયરી છે. તેમજ શેરબજાર આજે ઘટીને આવ્યું હોવા છતાં ટેકનિકલ મજબૂત રહ્યા છે. નિફ્ટી આજે 24,200, સેન્સેક્સ 77,400 અને બેંક નિફ્ટી 57,850 ઉપર જ બંધ રહ્યા છે. આ લેવલ ખૂબ અગત્યના છે. આ લેવલ ઉપર બજાર છે, ત્યાં સુધી શેરબજારની તેજી આગળ વધશે અને દરેક ઘટાડે નવી લેવાલી આવ્યા કરશે.
Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે.

