
Generated by AI
અમદાવાદ- Moon Planet ચંદ્ર પૃથ્વી ઉપરનો ઉપગ્રહ છે, તે પૃથ્વીથી 2,38,000 માઈલ દૂર રહે છે. તેનો સીધો સંબંધ માનવીના મન સાથે છે. આજે આપણે ચંદ્ર ગ્રહ અંગે વધુ વિગતવાર જાણીશું અને ચંદ્ર નબળો હોય તો તેના દોષ નિવારણ માટે કયા ઉપાયો કરવા જોઈએ. જે અંગે જાણીશું.
ચંદ્ર એટલે પ્રેમ, મમતા, વાત્સલ્ય
ચંદ્રએ માનસિક સુખ, દુઃખ, હૃદયના ભાવ, લાગણીઓ વગેરે સાથે તે સંબંધિત બધી જ પ્રવૃત્તિનો પ્રેરિત બળ છે. તેથી પ્રેમ, મમતા, વાત્સલ્ય વગેરે હૃદયના ભાવોને વ્યક્ત કરતી કળાઓ સાથે તેનો ગાઢ સંબંધ છે. સ્ત્રીઓ, બાળકો, માતા, પત્ની, પ્રેમિકા વગેરે તેનાથી સંબંધિત છે. નિંદ્રા, સ્વપ્ન, અવસ્થાઓ વગેરેનો સંબંધ તેની સાથે છે.
ચંદ્ર શુભ ગ્રહ કે પાપ ગ્રહ?
ચંદ્ર ગ્રહોમાં રાણી ગણાય છે. સૂર્ય પછીનો તે મહત્વનો ગ્રહ છે. તે વધે છે અને ઘટે પણ છે. શુક્લ પક્ષમાં તે વધે છે અને કૃષ્ણ પક્ષમાં ઘટે છે. શુક્લપક્ષનો ચંદ્ર શુભ ગ્રહ ગણાય છે. કૃષ્ણ પક્ષનો ચંદ્ર પાપ ગ્રહ ગણાય છે. કેટલાક લોકો સુદ પાંચમથી વદ પાંચમ શોધીને શુભ ગણે છે. બાકીના સમયમાં પાપ ગ્રહ ગણે છે.
ચંદ્રનો દેખાવ આકર્ષક
ચંદ્ર(Moon Planet) સ્ત્રી ગ્રહ છે, તે વૈશ્ય વર્ણનો છે. રાત્રી બળવાન છે. તેનો દેખાવ આકર્ષક છે. આકર્ષક વસ્તુઓને બરોબર સમજવાની શક્તિ ધરાવે છે. તેનો રંગ શ્વેત છે, તેનું મન નબળું અને અસ્થિર છે. વાત અને કફ પ્રકૃતિ છે. શરીરમાં લોહી વધારે હોય છે, મીઠા શબ્દો બોલે છે અને માયાળુ છે. ગોળ અને ઊંચું શરીર છે. સારો મિત્ર છે. સત્વગુણી છે. નમ્ર છે. સત્ય પ્રેમી છે. ઉધાર છે. ધર્મ ભેરુ છે. નીતિમાન છે. પ્રેમાળ છે અને બીજાઓને મદદ કરે છે. ચહેરો દેખાવડો છે, ઊંચાઈ વધારે છે, ટૂંકી ભુજાઓ અને જાડા હાથ તથા પગ છે. સુંદર ભૂરી આંખો છે. ચહેરો ગોળ છે. ઘણા આશાવાદી સ્વભાવ છે. તેને ખારો રસ ગમે છે. તે નવા કપડાં પહેરે છે. પાપ ગ્રહ બનેલો ચંદ્ર જાતીય દર્દો આપે છે અને નાક ઉપર સોજા કરે છે.
ચંદ્ર ચોથા ભાવમાં બળવાન
Moon Planet નદી, તળાવ કે દરિયાના કિનારાના પ્રદેશોમાં તેનું સ્થાન છે. તે વાયવ્યકોણ સ્વામી છે. ઉત્તર દિશામાં અને ચોથા ભાગમાં તે બળવાન બને છે. તેનું રત્ન મોતી છે, ધાતુ ચાંદી છે. તે માતા, મન, વિચાર શક્તિ, શુભ, રાજ્યકૃપા તથા જ્યોતિષ વિદ્યાનો કારક છે. શરીરમાં લોહી ઉપર તેનો પ્રભુત્વ છે.
ચંદ્રનો વાર સોમવાર
દરેક પ્રકારની(સફેદ) દૂધની ચીજોનો ધંધો, પ્રવાહી ઠંડા કે ગરમ પદાર્થો, પાણીમાં ઉત્પન્ન થતી દરેક ચીજોનો ધંધાઓ, ચાંદી, વહાણવટુનો વિદેશ વેપાર, વિદેશ ગમન, રાત્રી થકી પ્રવૃત્તિ સાથે તેનો સંબંધ છે. તેનું ચોઘડિયું અમૃત છે અને વાર સોમવાર છે.
ચંદ્ર સ્વગ્રહી કર્ક રાશિમાં
Moon Planet ચોઘડિયા અમૃત, જાતિ સ્ત્રી, તત્વ જળ, પ્રકૃતિ કફ, રત્ન મોતી, ધાતુ ચાંદી, દિશા ઉત્તરમાં, કુંડળીમાં બળવાન ચોથે, સ્વગ્રહી કર્ક રાશિમાં, ઉચ્ચ વૃષભ રાશી, પરમ ઉચ્ચ ફળ વૃષભ રાશિમાં, 3 થી 27 અંશમાં ઉચ્ચનું ફળ વૃષભ 00 થી 3 અંશ વૃશ્ચિક રાશિ પરમ નીચેનો અંશ 3. જે વ્યક્તિને ચંદ્ર નબળો હોય તેમણે ભગવાન શિવની અભિષેક પૂજા, પાઠ અથવા રુદ્ર અધ્યાયના પાઠ કરાવવા જોઈએ કે હવન કરાવવો જોઈએ.
ચંદ્ર નબળો હોય તો શું કરશો?
કુંડળીમાં ચંદ્ર ગ્રહ નબળો હોય તો તે વ્યક્તિને માનસિક તણાવ, અનિદ્રા અને નબળા આત્મવિશ્વાસનો અનુભવ થાય છે. ચંદ્ર ગ્રહને મજબૂત કરવા માટે જાતકે દર સોમવારે શિવજીની પૂજા કરવી જોઈએ અને શિવલિંગ પર કાચુ દૂધ અને જળ ચઢાવો. ઓમ નમઃ શિવાયનો જાપ કરવો જોઈએ. સોમવારે દૂધ અને ચોખા અથવા ખાંડ, સફેદ વસ્ત્ર કે મોતીનું દાન કરવું જોઈએ. ચંદ્ર નબળો હોય તો તમારી માતાને ખૂબ આદર આપો, તેમની સેવા કરો, તેમની તમામ જરૂરિયાત પૂરી કરો, માતાના ચરણ સ્પર્શ કરીને દરરોજ આશીર્વાદ લો. માતા ખુશ તો ચંદ્ર પણ ખુશ.
ચાંદીની વીટીમાં મોતી પહેરો….
તમારા જન્માક્ષર યોગ્ય પંડિતજીને બતાવીને કુંડળીમાં ચંદ્ર નબળો હોય તો તેમની સલાહ અનુસાર ટચલી આંગળીમાં ચાંદીની વીંટી પહેરો, મોતીની ચાંદીની વીટી બનાવીને પહેરો. અથવા ગળામાં ચાંદીની ચેઈન પહેરવાથી આપને લાભ થશે. ઓમ સોમાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ.
- ડૉ જતીન મહેતા જ્યોતિષ આચાર્ય, બનારસ
(નોંધ- ઉપરોક્ત સર્વસામાન્ય અવલોકન જ્યોતિષ શાસ્ત્રને આધારે છે, તેને gujaratibiznews.com પુષ્ટિ કરતું નથી. તેમજ તમારા જન્મના ગ્રહોને આધારે પણ આપ તેને મુલવી શકો છો.)
Pisces Zodiac – Most Watched Article
Pisces Zodiac: મીન રાશિના જાતકોએ આર્થિક જીવનમાં સફળતા મેળવવા શું કરશો?

