Stock Market India: શેરબજારમાં તેજીની આગેકૂચ, નિફ્ટી 25,000 થશે?

by Gujarati biz news
Stock Market India

Stock Market Indiaઅમદાવાદ- Stock Market India શેરબજારમાં તેજીની આગેકૂચ રહી હતી. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 373 પોઈન્ટ વધી 78,954 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 11 પોઈન્ટ વધી 24,636 બંધ થયો હતો. બેંક નિફ્ટી(Bank Nifty) 323 પોઈન્ટ વધી 58,063 બંધ હતો. શેરબજારમાં તેજી થવાના કયા કારણો? આ તેજી કેટલી આગળ વધશે? કાલે સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર(Share Market India) કેવું રહેશે? ટેકનિકલી સેન્સેક્સ અને નિફ્ટીના ઉપરના ટાર્ગેટ શું રહેશે?

જૂઓ વીડિયો….

સેન્સેક્સ વધુ 373 પોઈન્ટ વધ્યો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 78,782ના મજબૂત મથાળે ખૂલીને શરૂમાં સામાન્ય વેચવાલીથી ઘટી 78,633 થઈ અને ત્યાં નવી લેવાલીનો ટેકો આવતાં વધી 78,954.76 દિવસના હાઈ લેવલ પર જ બંધ રહ્યો હતો. જે ગઈકાલના બંધ સેન્સેક્સની સરખામણીએ 373.76 વધ્યો હતો.

નિફ્ટી 11 પોઈન્ટ સુધર્યો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 24,641ના ઊંચા લેવલે ખૂલીને શરૂમાં પ્રોફિટ બુકિંગથી ઘટી 24,604 થઈ અને ત્યાં લો લેવલ પર નવી ખરીદી નીકળતાં વધી 24,677 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 24,636 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સામે 11.35નો સુધારો દર્શાવે છે.

ઈન્ડેક્સ હેવી વેઈટ શેરોમાં નવી લેવાલી

આજે સેન્સેક્સની વીકલી એક્સપાયરી હતી. પરિણામે આજે ગુરુવારે શેરબજાર ખૂબ જ ટૂંકી વધઘટમાં અથડાયું હતું. સેન્સેક્સ 321 પોઈન્ટ અને નિફ્ટી 73 પોઈન્ટની વધઘટમાં જ અથડાયું હતું. જો કે બેંક, ઓઈલ એન્ડ ગેસ અને ઈન્ડેક્સ હેવી વેઈટ શેરોમાં નવી લેવાલીથી મજબૂતી રહી હતી. જો કે સામે મીડિયા, રિયલ્ટી, ઓટોમોબાઈલ, મેટલ અને આઈટી સેકટરના શેરોમાં વેચવાલીથી નરમાઈ રહી હતી.

શેરબજારમાં તેજીના કારણો

(1) કંપનીઓના પ્રથમ ત્રિમાસિક પરિણામો અનુમાન કરતાં પ્રોત્સાહક આવી રહ્યા છે. જેથી શેરોમાં દરેક ઘટાડે નવી લેવાલી ચાલુ રહી હતી.

(2) ભારતમાં ચોમાસાની પ્રગતિ ખૂબ સારી છે. જેને કારણે શહેરી અને ગ્રામ્ય ડિમાન્ડ નીકળતાં ઈકોનોમીને બુસ્ટ મળશે.

(3) ઈરાન અને ઓમાન વચ્ચે વાતચીત ચાલી રહી છે. એટલે એવું અનુમાન છે કે હવે ઈરાન અને યુએસ વચ્ચે શાંતિ સમજૂતિ થશે અને હોર્મુઝ ખૂલી જશે. જે પોઝિટિવ ફેક્ટરની શેરબજારના સેન્ટિમેન્ટ પર પોઝિટિવ અસર પડી હતી.

(4) અમેરિકન સ્ટોક માર્કેટ સતત તેજી જળવાઈ છે. યુએસ ડાઉ જોન્સ 263 પોઈન્ટ ઉછળી 54,349ના રેકોર્ડ હાઈ પર બંધ રહ્યો હતો. આજે બપોરે ડાઉ જોન્સ ફ્યુચર 142 પોઈન્ટ પ્લસમાં ટ્રેડ કરતું હતું.

(5) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કીમતો ઘટી હતી. બ્રેન્ટ ક્રૂડ ઘટીને 79.65 ડૉલર પર ટ્રેડ કરતો હતો. ક્રૂડ ઓઈલ વધુ ઘટી 75.27 ડૉલર પર ટ્રેડ કરતો હતો.

(6) ઈન્ડેક્સ હેવી વેઈટ રીલાયન્સ અને એસબીઆઈમાં ભારે લેવાલીથી ઉછાળો આવ્યો હતો. પરિણામે ઈન્ડેક્સ પ્લસ બંધ રહ્યા હતા.

સ્મોલકેપ સ્ટોકમાં ઈન્વેસ્ટમેન્ટરૂપી બાઈંગ

આજે ગુરુવારે મીડકેપ ઈન્ડેક્સ 278 પોઈન્ટ ઘટ્યો હતો. તો નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 94 પોઈન્ટ વધ્યો હતો. પરિણામે એડવાન્સ ડેક્લાઈન રેશિયો સામાન્ય મધ્યમ રહ્યો હતો. 1668 શેરના ભાવ વધ્યા હતા અને 1672 શેરના ભાવ ઘટ્યા હતા.

144 સ્ટોક બાવન વીક હાઈ પર

144 સ્ટોક બાવન વીક હાઈ પર બંધ હતા અને 46 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા. તેમજ 123 શેરમાં અપર સર્કિટ બ્રેકર લદાઈ હતી અને 92 શેરમાં લોઅર સર્કિટ આવી હતી.

સૌથી વધુ ઊંચકાયેલા શેર

રીલાયન્સ(3.52 ટકા), એસબીઆઈ(2.84 ટકા), બીઈએલ(2.36 ટકા), ઈટરનલ(1.90 ટકા) અને ટિટાન(1.74 ટકા)

સૌથી વધુ ગગડેલા શેર

પાવરગ્રીડ(3.90 ટકા), તાતા સ્ટીલ(1.91 ટકા), ટીસીએસ(1.66 ટકા), જેએસડબલ્યુ સ્ટોલ(1.66 ટકા) અને બજાજ ઓટો(1.53 ટકા).

કાલે શેરબજાર કેવું રહેશે?

કાલે શેરબજારમાં સપ્તાહનો અંતિમ દિવસ છે. ટેકનિકલી બજાર ખૂબ સ્ટ્રોંગ છે. નિફ્ટી 24,600 અને સેન્સેક્સ 78,800 ઉપર બંધ છે. તેમજ બેંક નિફ્ટી પણ 58,000 ઉપર બંધ છે, જે મજબૂતી દર્શાવે છે. ઉપરમાં સેન્સેક્સ 80,000, નિફ્ટી 24,800-25,000 સુધી જઈ શકે છે. તેમજ બેંક નિફ્ટી 58,200 કૂદાવશે તો 58,500-59,000ના લેવલ બતાવી શકે તેમ છે. જો કોઈ મોટુ નેગેટિવ ફેકટર ન આવે તો માર્કેટમાં તેજીની આગેકૂચ જળવાશે.

Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે.

You will also like

Leave a Comment