National Anthem Guidelines: ભારત સરકારે રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન અંગેની માર્ગદર્શિકા જાહેર કરી

by Gujarati biz news
National Anthem Guidelines

National Anthem Guidelinesનવી દિલ્હી- National Anthem Guidelines ભારત સરકારે રાષ્ટ્રગીત વંદે માતરમ અને રાષ્ટ્રગાન જન ગણ મનના ગાન/વાદન અંગે વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરી છે. આ માર્ગદર્શિકામાં રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનને કયા પ્રસંગોએ ગાવાં અથવા વગાડવાં, તેના માટેના નિયમો, સમય તેમજ યોગ્ય શબ્દોના ઉચ્ચારણનું કડક પાલનની સૂચના આપવામાં આવી છે.(The Government of India issues guidelines on singing/playing of National Anthem and National Song)

સાચી પદ્ધતિની વેબસાઈટ

National Anthem Guidelines રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના યોગ્ય ઉપયોગ અંગેની સાચી પદ્ધતિ વેબસાઇટ https://www.mha.gov.in/en/documents/national-flag-emblem-anthem પર ઉપલબ્ધ છે.

રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત કયારે ગવાય?

માર્ગદર્શિકા મુજબ, કયા પ્રસંગે માત્ર રાષ્ટ્રગીત અથવા માત્ર રાષ્ટ્રગાનનું ગાન/વાદન કરવું તેમજ કયા પ્રસંગે બંનેનું ગાન/વાદન કરવું તેની સ્પષ્ટતા કરવામાં આવી છે.(National Anthem Guidelines) બંનેનું ગાન/વાદન સાથે થતું હોય ત્યારે સૌપ્રથમ રાષ્ટ્રગીત અને ત્યારબાદ રાષ્ટ્રગાન ગાવા અથવા વગાડવાની સૂચના આપવામાં આવી છે.

માર્ગદર્શિકાનું કડક પાલન

આ ઉપરાંત, રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના અધિકૃત શબ્દો તથા યોગ્ય ઉચ્ચારણનું પાલન કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, જેથી સમગ્ર દેશમાં તેનું ગૌરવ અને એકરૂપતા જળવાઈ રહે. National Anthem Guidelines સરકારના તમામ વિભાગો, સંસ્થાઓ અને સંગઠનોને આ માર્ગદર્શિકાનું કડક પાલન સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે.

સાચુ લખાણ ગૃહમંત્રાલયની વેબસાઈટ પર

રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનનું સાચું લખાણ/પાઠ અને સાચું ઉચ્ચારણ ગૃહ મંત્રાલયની વેબસાઇટ https://www.mha.gov.in/en/documents/national-flag-emblem-anthem પર ઉપલબ્ધ છે.

મૂળ માર્ગદર્શિકા

આ સાથે રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન/વાદન અંગે તા. 13 જુલાઈ, 2026એ જાહેર કરેલી મૂળ માર્ગદર્શિકા સામેલ છે. જેની તમામ સરકારી વિભાગો, સંસ્થાઓ તથા સૌ નાગરીકોએ નોંધ લેવા વિનંતી છે.

ભારતના રાષ્ટ્રગાનની જાણકારી (National Anthem)

નામઃ જન ગણ મન

રચયિતાઃ રવીન્દ્રનાથ ટાગોર

ભાષાઃ સંસ્કૃતનિષ્ઠ બાંગલા

પ્રથમ ગાયનઃ 27 ડીસેમ્બર, 1911, કોલકાત્તામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશન

સત્તાવાર સ્વીકૃતિઃ 24 જાન્યુઆરી, 1950

સમયઃ અંદાજે 52 સેકન્ડ

ભારતનું રાષ્ટ્રગીત (National Song)

નામઃ વન્દે માતરમ્

રચયિતાઃ બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાય

રચના વર્ષઃ 1875ની આજુબાજુ

પ્રકાશનઃ 1882માં ઉપન્યાસ આનંદમઠમાં પ્રકાશિત

મહત્ત્વઃ ભારતના સ્વતંત્રતા આંદોલનમાં લોકોને પ્રેરિત કરતું ગીત

24 જાન્યુઆરી, 1950માં સંવિધાન સભાએ તેને રાષ્ટ્ર ગાન સમાન સમ્માન આપવાની વાત કહી, હાલના વર્ષે તેને કાયદાકીય સંરક્ષણ મજબૂત કરાયું છે.

આ પણ વાંચો…

Gujarat Commonwealth Games 2030: કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ ગ્લાસગોથી ગુજરાત આવ્યો

You will also like

Leave a Comment