અમદાવાદ- Stock Market India શેરબજારમાં બીજા દિવસે શરૂના ઉછાળા પછી ઘટાડો આવ્યો હતો. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 539 પોઈન્ટ ધટી 76,933 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 116 પોઈન્ટ ધટી 24,090 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 273 પોઈન્ટ ઘટી 57,509 બંધ થયો હતો. પોઝિટિવ કારણો વચ્ચે પણ શેરબજાર તૂટ્યું છે? આજે શેરબજારમાં કેમ વેચવાલી આવી?ટેકનિકલી સપોર્ટ લેવલ તૂટ્યા છે તો હવે કેટલો ઘટાડો આગળ વધશે? કાલે સપ્તાહના છેલ્લો દિવસ છે શુક્રવાર. કાલે શેરબજારમાં(Share Market India) લો લેવલ પર નવું બાઈંગ આવશે?
જૂઓ વીડિયો….
સેન્સેક્સ વધુ 539 પોઈન્ટ ઘટ્યો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ સવારે 75,576ના ઊંચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં વધુ વધી 77,694 થઈ અને ત્યાં પ્રોફિટ બુકિંગ આવતાં ઘટી 76,933 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે લો લેવલ પર 77,933.59 જ બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સરખામણીએ 539.35નો ઘટાડો દર્શાવે છે. ઈન્ટ્રા-ડે હાઈથી સેન્સેક્સ 761 પોઈન્ટ તૂટ્યો હતો.
નિફ્ટી ઈન્ડેક્સ 116 પોઈન્ટ ઘટ્યો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ સવારે 24,277ના મજબૂત મથાળે ખૂલીને વધુ વધી 24,297 થઈ અને ત્યાં ભારે વેચવાલી ફરી વળતાં ઘટી 24,090.85 લો લેવલ પર બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 116.90 પોઈન્ટ ઘટ્યો હતો. જે ઈન્ટ્રા-ડે હાઈથી 207 પોઈન્ટ તૂટ્યા હતા.
ભારે વેચવાલી ચાલુ રહી
પોઝિટિવ કારણો હોવા છતાં શેરબજારમાં આજે વેચવાલી ફરી વળી હતી. આજે કોઈ નેગેટિવ કારણો જ ન હતા. સવારે બજાર મજબૂત ખૂલ્યું હતું. શરૂમાં લેવાલી આવી પણ ઊંચા મથાળે વેચવાલી ફરી વળી હતી. જેથી શેરબજાર ગબડી પડ્યું હતું. કાલની જેમ જ આજે બજારની પેટર્ન રહી હતી. ગઈકાલે પણ શરૂના ઉછાળા પછી વેચવાલીથી ઘટાડો આવ્યો હતો. આજે મીડિયા, મેટલ, ઓઈલ એન્ડ ગેસ, બેંક, ઓટો અને એફએમસીજી સેકટરના શેરોમાં વેચવાલીથી ઘટાડો આવ્યો હતો. જો કે કન્ઝ્યુમર ડ્યૂરેબલ અને ફાર્મા સેકટરના શેરોમાં નવી લેવાલીથી મજબૂતી હતી.
પોઝિટિવ કારણો
(1) ઈરાન અને અમેરિકા વચ્ચે જીઓપોલિટિકલ ટેન્શન યથાવત છે. ઈરાનના હોર્મુઝમાં એનર્જિ સપ્લાયની ચિતા છે, પણ ઈરાન અને કતર વચ્ચે હોર્મુઝ ખોલવાના સંદર્ભમાં વાતચીત ચાલી રહી છે. જેથી હોર્મુઝ ફરીથી ખૂલવાની ધારણા સેવાઈ રહી છે. જેથી આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ અને ક્રૂડ ઓઈલના ભાવ ઘટ્યા હતા.
(2) યુએસની દિગ્ગજ એનવીડિયાના ધારણા કરતાં વધુ પ્રોત્સાહક પરિણામો જાહેર થયા છે. એનવીડિયાની ક્વાર્ટર ટુની આવકમાં વાર્ષિક આધાર પર 117 ટકાનો ઉછાળો નોંધાયો છે. જેની અમેરિકન અને એશિયાઈ સ્ટોક માર્કેટ પર પોઝિટિવ અસર પડી હતી. જો કે યુએસનો મોંઘવારી દર વધીને આવ્યો હતો. જેથી ફેડરલ રીઝર્વ ફેડ રેટમાં વધારો તેવી વાત ફરીથી ફેલાઈ છે. તેમજ ફેડરલ રીઝર્વના ચેરમેન કેવિન વોર્શનું આજે જેક્શન હૉલમાં સર્વપ્રથમ ભાષણ છે, તેમની સ્પીચ પર ઘણો બધો આધાર રહેશે.
(3) એફઆઈઆઈ ભારતીય શેરબજારમાં ત્રીજી ટ્રેડિંગ સેશનમાં નેટ બાયર રહી છે. 26 ઓગસ્ટે એફઆઈઆઈએ 502 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. આમ આ પણ પોઝિટિવ ફેક્ટર હોવા છતાં તેજીવાળા ખેલાડીઓએ વેચવાલી કાઢી હતી.
એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ
આજે ગુરુવારે મીડકેપ ઈન્ડેક્સ 65 પોઈન્ટ ઘટ્યો હતો અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 26 પોઈન્ટ ડાઉન થયો હતો. એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ હતો. 1341 શેરના ભાવ વધ્યા હતા જ્યારે 2160 શેરના ભાવ ઘટ્યા હતા.
92 સ્ટોકમાં લોઅર સર્કિટ
106 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 74 શેર બાવન વીક લો પર બંધ હતા. તેમજ 109 સ્ટોકમાં અપર સર્કિટ બ્રેકર લદાઈ હતી અને 92 સ્ટોકમાં લોઅર સર્કિટ આવી હતી.
કાલે બજાર કેવું રહેશે?
કાલે શુક્રવાર સપ્તાહના કામકાજનો છેલ્લો દિવસ છે. બે દિવસના ઘટાડા પછી ટેકનિકલી સપોર્ટ લેવલ તૂટ્યા છે. નિફ્ટીમાં 24,200 અને સેન્સેક્સ 77,200 તેમજ બેંક નિફ્ટી 57,600ના સપોર્ટ લેવલની નીચે કલોઝિંગ આવ્યા છે. જેથી હવે તેની પછી નિફ્ટીમાં 24,000, સેન્સેક્સમાં 76,400 અને બેંક નિફ્ટીમાં 57,200ના સપોર્ટ લેવલ આવે છે. જેથી લો લેવલ પર નવું બાઈંગ આવી શકે છે. પણ ખૂબ સાવધાની સાથે ટ્રેડ કરવો હિતાવહ રહેશે.
Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે. અમે રોકાણની સલાહ આપતાં નથી.

