
Image Generated by AI
અમદાવાદ- Shani Nakshatra Gochar 2026 જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવના સ્વામીત્વવાળા ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં ગોચરને એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને પ્રભાવશાળી ઘટના ગણાય છે. ઉત્તરાભાદ્રપદ નક્ષત્રના સ્વામી ખુદ શનિદેવ છે. જ્યારે શનિ પોતાના જ નક્ષત્રમાં પ્રવેશ કરે છે, ત્યારે તેમની ઉર્જા વધુ સ્થિર થાય છે. કાયદાકીય રીતે અને કર્મા આધિરત પરિણામ આપનાર બની જાય છે.
નક્ષત્ર પ્રવેશ કયારે?
09 ઓકટોબર, 2026ના રોજ શનિદેવ વક્રી ચાલ ચાલતાં ફરીથી ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે.(Shani Nakshatra Gochar 2026:) તેની પહેલા શનિ મહારાજ 20 જાન્યુઆરી, 2026ના દિવસે પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાંથી નીકળીને ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કર્યો હતો.
ઈમાનદારીને અધિક ફળ
ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર સ્થિરતા અને આધ્યાત્મિકતાનું પ્રતીક છે. શનિ અહીંયા કઠોર પરિશ્રમ અને ઈમાનદારીને ફળ આપે છે. આ ગોચર ઝડપથી અથવા શોર્ટકટની જગ્યાએ લાંબા સમય માટે કરાયેલી યોજના અને રોકાણને લાભ આપે છે. આ પરિવર્તનથી વૃષભ, તુલા, મકર અને કુંભ રાશિના જાતકોને કરિયર, પગાર વધારો અને અટકેલા તમામ કાર્યોમાં પ્રગતિનો યોગ બને છે. આવો આપણે જાણીએ કે શનિદેવના નક્ષત્ર પરિવર્તનથી(Shani Nakshatra Gochar 2026:) કઈ રાશિઓને સૌથી વધુ લાભ મળશે.
વૃષભ રાશિ(Taurus)
શનિનું નક્ષત્ર પરિવર્તન આવનાર કેટલાક દિવસોમાં કરિયર અને ધનના મામલામાં પોઝિટિવ ફેરફાર લઈને આવશે. આ સમયગાળા દરમિયાન આપના અટકેલા તમામ કાર્યો પુરા થવાની સંભાવના વધે છે. નોકરીમાં પદ અને પ્રમોશન, બિઝનેસમાં નવા પ્રોજેક્ટ મળે અને આ સમયગાળામાં આપની આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ મજબૂત થશે.
તુલા રાશિ(Libra)
આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો તુલા રાશિના જાતકો માટે શનિનું ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં ગોચર સારુ પરિણામ આપશે. આ સમયગાળા દરમિયાન અધુરા કામોમાં ગતિ આવશે. અને લાંબા સમયથી ચાલી આવતી કેટલીક પરેશાનીઓમાંથી રાહત મળશે. નોકરી કરતાં લોકો માટે તેમને તેમની મહેનતનું ઈચ્છિત ફળ મળશે. વેપારમાં સારો નફો મેળવી શકશો.
મકર રાશિ(Capricorn)
શનિનું નક્ષત્ર પરિવર્તન મકર રાશિવાળાઓ માટે ખૂબ જ શુભ અને લાભદાયી રહેશે. કરિયરમાં સ્થિરતા, પ્રમોશન અને વેતન વૃદ્ધિના યોગ બનશે. વેપારમાં લાભના નવા રસ્તા ખૂલશે. શનિના નક્ષત્ર પરિવર્તનથી આપને લાભની અનેક ગોલ્ડન તકો મળશે.
કુંભ રાશિ(Aquarius)
કુંભ રાશિના જાતકો માટે શનિનું નક્ષત્ર પરિવર્તન કરિયર અને વેપાર-ધંધા માટે શુભ ફળ આપનાર રહેશે. નોકરી કરતાં લોકોને આ સમયમાં કોઈ ઉચ્ચ પદ મળી શકે છે. નવી જવાબદારીઓ પણ મળી શકે છે. કર્મ આધારિત લાંબા સમયથી અટકેલ કાર્યો પૂર્ણ થશે. તમારા સારા કર્મો અને ઈમાનદાર હશો તો વેપારમાં નવી તકો અને વધુ નફો મળશે.
શનિદેવને પ્રસન્ન કરવાના ઉપાય
શનિવારે પીપળના ઝાડ નીચે સરસવ અથવા તેલનો દીવો કરવો.
ઓમ શં શનૈશ્ચરાય નમઃ મંત્રનો નિયમિત રીતે 108 વખત જાપ કરવો.
જરૂરિયાતવાળા અથવા શ્રમિકોની સહાયતા કરવી.
દર શનિવારે હનુમાન ચાલીસાના પાઠ કરવા અથવા સુંદરકાંડ કરવો.
(નોંધ- ઉપરોક્ત સર્વસામાન્ય અવલોકન જ્યોતિષ શાસ્ત્રને આધારે છે, તેને gujaratibiznews.com પુષ્ટિ કરતું નથી. તેમજ તમારા જન્મના ગ્રહોને આધારે પણ આપ તેને મુલવી શકો છો.)

