LIC Policy: કેટલાક કિસ્સામાં મેચ્યોરિટી પરની રકમ ટેક્સેબલ હોય છે!

by Gujarati biz news
LIC Policy
LIC Policy

Image Generated by AI

નવી દિલ્હી- LIC Policy જો આપને એમ હોય કે લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીની(Life Insurance Policy) મેચ્યોરિટી પર મળનાર પૈસા હમેંશા ટેક્સ ફ્રી હોય છે, તો એવું દરેક વખતે હોતું નથી. ઈન્કમ ટેક્સ એક્ટમાં ટેક્સ છૂટ માટે કેટલીક જરૂરી શરતો નક્કી કરવામાં આવી છે. જો આ શરતોનું પાલન ન થાય તો મેચ્યોરિટી પર મળનારી રકમ પર પુરા અથવા તો કેટલાક હિસ્સાની રકમ ટેક્સ હેઠળ આવી શકે છે. કરવેરા નિષ્ણાતે જણાવ્યું છે કે એવી પાંચ સ્થિતીમાં લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીના મેચ્યોરિટી પર મળેલી રકમ પર ટેક્સ આપવો પડે છે.

રીટર્ન ભરતા પહેલા સમજી લો

જો આપ ઈન્કમ ટેક્સ રીટર્ન ભરતા હોય ત્યારે આ નિયમોને પહેલેથી જ સમજી લેવા આપને માટે ખૂબ ફાયદાકારક રહેશે. અથવા તો Life Insurance Corporation of India પોલિસી લેતા સમય પહેલા આ નિયમોની જાણકારી આપની પાસે હોવી જરૂરી છે. આ પાંચ બાબતોનું ધ્યાન રાખશો તો આપની મેચ્યોરિટી સમયે મળનારી રકમ ટેક્સબેલ નહી થાય.

(1) હાઈ પ્રિમિયમ નોન- ULIPs

01 એપ્રિલ, 2023ના રોજ અથવા તેના પછી ઈસ્યૂ કરાયેલ નોન-ULIP પોલિસી(LIC Policy) માટે કુલ વાર્ષિક પ્રિમિયમ 5 લાખ રૂપિયાથી વધુ ન હોઈ શકે. આપના દ્વારા ચૂકવાયેલ કુલ પ્રિમિયમથી વધુ મેચ્યોરિટી પર મળનારી કોઈપણ રકમ ટેક્સેબલ રહેશે.

(2) કીમેન ઈન્શ્યોરન્સ પોલિસીથી થનારી કમાણી

કીમેન ઈન્શ્યોરન્સ પોલિસીમાં મેચ્યોરિટી અથવા સરન્ડરથી થનારી કમાણી ટેક્સબેલ હોય છે. કારણ કે આ પોલિસીને ટેક્સ કાયદાની રીતે અલગ તરીકે ટ્રીટ કરવામાં આવે છે.

(3) ટેક્સ ટ્રીટમેન્ટ બદલાય છે

LIC Policy ને એવી રીતે અસાઈન અથવા હોલ્ડ કરાય છે કે જેનાથી ટેક્સ ટ્રીટમેન્ટ બદલાઈ જાય છે. કેટલાક અસાઈન્મેન્ટ સાથે જોડાયેલ મામલામાં, મેચ્યોરિટી વખતે થનારી આવક ટેક્સબેલ હોઈ શકે છે. તે એવી વાત પર નિર્ભર કરે છે કે રકમ કોને મળે છે અને પોલિસી કેવી બની છે, ટેક્સના માળખાના મામલે ફેક્ટ્સ અને લાગુ પ્રોવીઝન પર નિર્ભર કરે છે.

(4) નક્કી કરેલી મર્યાદા કરતાં વધુ ULIP પ્રિમિયમ

ULIP માટે જો વાર્ષિક પ્રિમિયમના કાયદા અનુસાર નક્કી કરેલ મર્યાદની રકમ પાર કરી જાવ છો તો ટેક્સ છૂટ લાગુ થઈ શકતી નથી. આવા મામલામાં મેચ્યોરિટી વખતે મળનારી રકમ પર ટેક્સ લાગી શકે છે.

(5) વિકલાંગ ડિપેન્ડેન્ટ માટે પોલિસી

LIC Policy સેક્શન 80U અનુસાર મળનારી રકમ અલગઅલગ ટેક્સ રેગ્યુલેશન અનુસાર આવે છે અને સ્ટેન્ડર્ડ સેક્શન 10(10D) છૂટ માટે ક્વોલિફાઈ નથી કરતી.

You will also like

Leave a Comment