Indian Postcard Exhibition: AMA દ્રારા ‘ચિઠ્ઠી આઈ હૈ: ઇન્ડિયાઝ પોસ્ટલ હેરિટેજ’ થીમ પર વિશેષ પ્રદર્શન

by Gujarati biz news
Indian Postcard Exhibition

Indian Postcard Exhibitionઅમદાવાદ- Indian Postcard Exhibition અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) દ્રારા ડૉ. ધીમંત પુરોહિત (એડિટર ઇન ચીફ, www.newzviewz.com) દ્રારા ક્યુરેટ કરાયેલ “ચિઠ્ઠી આઈ હૈ: ઇન્ડિયાઝ પોસ્ટલ હેરિટેજ” થીમ પર એક વિશેષ પ્રદર્શનનું આયોજન શુક્રવાર, 18 સપ્ટેમ્બરથી રવિવાર, 20 સપ્ટેમ્બર, 2026 દરમિયાન કરવામાં આવ્યું છે.

સંદેશાવ્યવહારમાં ક્રાંતિ

ડૉ. ધીમંત પુરોહિતે જણાવ્યું હતું કે આ પ્રદર્શન ભારતના સમૃધ્ધ ટપાલ વારસાને ઉજાગર કરે છે, જેમાં સંદેશાવ્યવહારમાં ક્રાંતિ લાવનાર ભારતીય પોસ્ટકાર્ડસનો દુર્લભ સંગ્રહ પ્રદર્શિત કરવામાં આવ્યો છે.(Indian Postcard Exhibition) આ પ્રદર્શનનું ઉદઘાટન મુખ્ય અતિથિ ગણેશ વી. સવાલેશ્વરકર (ચીફ પોસ્ટમાસ્તર જનરલ, ગુજરાત સર્કલ, ટપાલ વિભાગ, ભારત સરકાર) અને અતિથિ વિશેષ ડૉ. શિવાંગ સ્વામિનારાયણ (ગુજરાતના રાજ્યપાલના તબીબ, ટિકિટ સંગ્રહક અને ઉત્સાહી પોસ્ટકાર્ડ સંગ્રહક) દ્રારા કરવામાં આવ્યું હતું.

ડિજિટલ ડિટોક્સ

ચીફ પોસ્ટમાસ્તર જનરલ ગણેશ વ. સાવલેશ્વરકરે જણાવ્યું હતું કે પોસ્ટકાર્ડ્સ જ્ઞાનના આદાન-પ્રદાન અને હેરીટેજ સંરક્ષણના માધ્યમ તરીકે સેવા આપે છે, કે જે ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના યુગમાં ડિજિટલ ડિટોક્સ તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

ડિજિટલ યુગમાં પોસ્ટકાર્ડ્સ

ગુજરાતના રાજ્યપાલના તબીબ ડૉ. શિવાંગ સ્વામિનારાયણે ઉમેર્યું હતું કે પોસ્ટકાર્ડ્સ ભારતના વારસાનો એક અભિન્ન ભાગ છે, અને ડિજિટલ યુગમાં પણ પોસ્ટકાર્ડ્સ અને ટપાલ વિભાગે સંચાર માટે એક મહત્વપૂર્ણ સેતુ તરીકે કાર્ય કરવાનું ચાલુ રાખેલ છે.

પ્રદર્શનનો સમય

Indian Postcard Exhibition શનિવાર, 19 સપ્ટેમ્બર, 2026થી રવિવાર, 20 સપ્ટેમ્બર 2026ના રોજ દરરોજ સાંજે 4.00થી 7.00 વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે. કાર્યક્રમની ઝલક માટે કૃપા કરીને ફોટોગ્રાફ જુઓ. આપને આ પ્રદર્શનમાં નિહાળવા માટે હાર્દિક નિમંત્રણ છે.

Indian Postcard Exhibitionપોસ્ટકાર્ડનો ઈતિહાસ

ભારતમાં પોસ્ટકાર્ડ સેવા 1879 માં બ્રિટિશ શાસન દરમિયાન શરૂ થઈ હતી. ભારત વિશ્વના પ્રથમ દેશોમાંનો એક હતો જેમણે ઓછી કિંમતના પોસ્ટકાર્ડ સંદેશાવ્યવહાર માટે ખૂબ પ્રચલિત બન્યા હતા. શરૂઆતના પોસ્ટકાર્ડનો હેતુ લોકોને ઓછી કિંમતે ટૂંકા સંદેશા મોકલવાની મંજૂરી આપવાનો હતો. શરૂઆતના પોસ્ટકાર્ડમાં બ્રિટિશ ભારતની પોસ્ટલ સિસ્ટમ અનુસાર ટપાલ ટિકિટ/મૂલ્ય હતું.

ઓછી કિંમતને કારણે લોકપ્રિય

પોસ્ટકાર્ડની ઓછી કિંમતને કારણે, તે સામાન્ય લોકો, વિદ્યાર્થીઓ, ઉદ્યોગપતિઓ અને ગ્રામીણ વસ્તીમાં ઝડપથી લોકપ્રિય બન્યા હતા. સ્વતંત્રતા ચળવળ દરમિયાન વ્યક્તિગત અને સામાજિક સંદેશાઓ પહોંચાડવા માટે પોસ્ટકાર્ડનો ઉપયોગ થતો હતો. આઝાદી પછી, ભારતીય ટપાલ વિભાગે પોસ્ટકાર્ડ સેવા ચાલુ રાખી અને સમય જતાં વિવિધ પ્રકારો વિકસાવ્યા હતા.

સંદેશાવ્યવહાર સંસ્કૃતિનો મહત્વપૂર્ણ ભાગ

ભારતના ઐતિહાસિક સ્મારકો, શહેરો, સંસ્કૃતિ અને કુદરતી દૃશ્યોને લોકો સુધી પહોંચાડવામાં ચિત્ર પોસ્ટકાર્ડે ભૂમિકા ભજવી હતી. લાંબા સમય સુધી, પોસ્ટકાર્ડ ભારતમાં સંદેશાવ્યવહારના સૌથી સસ્તા અને વ્યાપકપણે ઉપલબ્ધ માધ્યમોમાંનું એક રહ્યું છે. આજે, મોબાઇલ અને ઇન્ટરનેટના યુગમાં, તેનો ઉપયોગ ઓછો થયો છે, પરંતુ પોસ્ટકાર્ડ હજુ પણ પોસ્ટલ ઇતિહાસ, ટપાલ ટિકિટ અને ભારતીય સંદેશાવ્યવહાર સંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે.

આ પણ વાંચો…

Post Office SCSS: પોસ્ટ ઓફિસની આ યોજનામાં રોકાણ કરી દર મહિને રૂ.20,500ની આવક મેળવો

You will also like

Leave a Comment