Post Office SCSS: પોસ્ટ ઓફિસની આ યોજનામાં રોકાણ કરી દર મહિને રૂ.20,500ની આવક મેળવો

by Gujarati biz news
Post Office SCSS
Post Office SCSS

Image Generated by AI

અમદાવાદ- Post Office SCSS નિવૃત્તિ પછી દરેક લોકોને સૌથી મોટી ચિંતા એક સુરક્ષિત અને નિયમિત આવકની હોય છે. શેરબજારની વધઘટથી દૂર, જો આપ કોઈપણ પ્રકારનું જોખમ વિના, ગેરંટેડ રીટર્ન ઈચ્છો છો તો પોસ્ટ ઓફિસની સીનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ એક ખૂબ બેસ્ટ વિકલ્પ છે. કેન્દ્ર સરકાર દ્વારા ચલાવાતી આ સરકારી યોજનામાં સીનિયર સિટિઝનને રોકાણ સુરક્ષાની ગેરંટી મળે છે અને વ્યાજ પણ અન્ય યોજનાઓ કરતાં વધુ મળે છે.

60 વર્ષ કે તેનાથી વધુ ઉંમર

આ 60 વર્ષના કે તેનાથી વધુની ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે વિશેષ સરકારી બચત યોજના છે. વીઆરએસ લેનાર વ્યક્તિ 55ની ઉંમર પછી આ યોજનામાં રોકાણ કરી શકે છે.

રોકાણની મર્યાદા

એક વરિષ્ઠ નાગરિક આ યોજનામાં વધુમાં વધુ રૂપિયા 30 લાખ સુધીનું રોકાણ કરી શકે છે.

સમય મર્યાદા

એક વરિષ્ઠ નાગરિક જો Post Office SCSS યોજનામાં રોકાણ કરે તો મેચ્યોરિટી પીરિયડ 05 વર્ષનો હોય છે. જે મેચ્યોરિટી પછી 3 વર્ષ માટે વધુ વધારી શકાય છે.

વ્યાજ દર

વર્તમાનમાં સરકાર SCSS પર 8.2 ટકાના દર વાર્ષિક વ્યાજ આપે છે, જે દર ત્રણ મહિને વ્યાજની ચુકવણી વરિષ્ઠ નાગરિકના ખાતામાં જમા આપી દે છે.

પુરેપુરી ગણતરી

Post Office SCSS યોજનામાં પોસ્ટ ઓફિસ વ્યાજની રકમ દર ત્રણ મહિને રોકાણકારના બેંક ખાતામાં જમા આપી દે છે. જો આપ આ યોજનામાં વધુમાં વધુ 30 લાખ રૂપિયાનું રોકાણ કરો છો. તો તમારી માસિક આવક કેટલી થાય તેની ગણતરી સમજીએ. 30 લાખના રોકાણ પર વાર્ષિક 8.2 ટકાનું વ્યાજ મળે તો કુલ વાર્ષિક વ્યાજ રૂપિયા 2,46,000 થાય. અને જો પોસ્ટ ઓફિસ દર ત્રણ મહિને વ્યાજ જમા આપે છે, તો આપના ખાતામાં રૂપિયા 61,500 જમા આવે. જેની માસિક ગણતરી કરીએ તો તે રૂપિયા 20,500 થવા જાય છે. પાંચ વર્ષમાં કુલ વ્યાજની આવક રૂપિયા 12,30,000 થાય છે. એટલે કે 30 લાખના રોકાણ પર દર મહિને આપને રૂપિયા 20,500ની નિયમિત આવક થઈ કહેવાય.

દર ત્રણ મહિને વ્યાજ મળે છે

આ યોજનાના નિયમો અનુસાર વ્યાજની રકમની ચૂકવણી પોસ્ટ ઓફિસ દ્વારા 01 એપ્રિલ, 01 જુલાઈ, 01 ઓકટોબર અને 01 જાન્યુઆરીના રોજ કરાય છે.

ટેક્સ છૂટ

Post Office SCSS માં જમા કરેલ રકમ પર ઈન્કમ ટેક્સ એક્ટની સેક્શન 80સી અનુસાર પ્રતિ વર્ષ 1.50 લાખ રૂપિયાની ટેક્સ છૂટનો લાભ મળે છે. આ ભારત સરકારની યોજના છે, એટલા માટે તેમાં જમા કરેલી આપની મૂડી અને તેના પર મળનાર વ્યાજ પુરી રીતે સુરક્ષિત હોય છે. જો આપને કોઈ ઈમરજન્સી આવી પડી હોય અને પૈસાની જરૂર હોય તો આપ 01 વર્ષ પછી પેનલ્ટી આપીને ખાતું બંધ કરાવી શકો છો.

ખાતું કયા અને કેવી રીતે ખોલવાશો?

આપ આપની નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને સીનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ(SCSS)માં ખાતુ ખોલાવી શકો છો. જેના માટે આધાર કાર્ડ, પાન કાર્ડ, તમારી ઉંમરનું પ્રમાણ અને પાસપોર્ટ સાઈઝના ફોટાની જરૂર પડે છે. આ રકમના રોકાણ માટે ચેક અથવા ડિમાન્ડ ડ્રાફટ(ડીડી) દ્વારા ચુકવણી કરીને રોકાણ કરી શકો છો.

Disclaimer: અત્રે માત્ર જાણકારી આપવા માટે આ ન્યૂઝ આપ્યા છે. આપ રોકાણ કરો તે પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. અત્રે કોઈપણ પ્રકારના રોકાણની સલાહ આપવામાં આવતી નથી.  

આ પણ વાંચો…

Gujarat Pilgrimage Places: 10 ધાર્મિક સ્થળોના વિકાસ કામોને સરકારની મંજૂરી

You will also like

Leave a Comment