Gold Silver Market: સોનાચાંદીમાં ત્રણ સપ્તાહના ઘટાડાને બ્રેક, આગામી સપ્તાહે ભાવ વધશે?

by Gujarati biz news
Gold Silver Market

Gold Silver Marketઅમદાવાદ- Gold Silver Market સોનાચાંદી બજારમાં વીતેલા સપ્તાહ સુધારો આવ્યો હતો. સોનાચાંદી બજારમા ત્રણ સપ્તાહના ઘટાડાને બ્રેક વાગી હતી. સ્પોટ ગોલ્ડમાં(Gold Rate Today) નવી લેવાલીથી 30 ડૉલરનો ઉછાળો નોંધાયો હતો.(Gold Price Today) સોનાચાંદીમાં સુધારો આવવા પાછળ કયા કારણો? ફેડ રેટમાં(fed Rate) વધારા પછી ગોલ્ડ સિલ્વરમાં લેવાલી જળવાઈ રહેશે? આગામી સપ્તાહે સોનાચાંદી બજાર(Bullion Market) કેવું રહેશે? શું સોનાચાંદીના ભાવ વધુ વધશે? નવરાત્રિ અને દિવાળીના તહેવારો પહેલા સોનાચાંદીમાં(Gold Silver) તેજી આવશે? ટેકનિકલી ગોલ્ડ સિલ્વર બજાર કેટલું મજબૂત છે?

જૂઓ વીડિયો….

સૌપ્રથમ વીતેલા સપ્તાહે સોનાચાંદીના ભાવમાં આવેલ વધઘટ પર નજર કરીએ.

અમદાવાદ સોનાચાંદી બજાર

અમદાવાદ સોનાચાંદી બજારમાં(Gold Silver Market) શનિવારે 24 કેરેટ સોનાનો દસ ગ્રામે ભાવ રૂપિયા 1,58,000 રહ્યો હતો. તેમજ ચાંદી ચોરસાનો ભાવ એક કિલોએ રૂપિયા 2,35,000 રહ્યો હતો.

એમસીએક્સના ભાવ

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ(MCX)માં ગોલ્ડ રૂપિયા 1,54,263નો ભાવ બંધ રહ્યો હતો. જ્યારે સિલ્વર રૂપિયા 2,42,000 રહી હતી.

ગોલ્ડ ફ્યુચર 7.90 ડૉલર વધ્યું

આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ ડીસેમ્બર ફ્યુચર સપ્તાહની શરૂઆતે ઘટી 4273 થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતા વધી 4439 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 4415 ડૉલર બંધ રહ્યો હતો. જે વીતેલા સપ્તાહની સરખામણીએ 7.90 ડૉલર(0.16 ટકા) વધ્યો હતો.

સ્પોટ ગોલ્ડમાં 30 ડૉલરની મજબૂતી

સ્પોટ ગોલ્ડ સપ્તાહની શરૂઆતે ઘટી 4235 ડૉલર થઈ અને ત્યાં નવી લેવાલીથી ઉછળી 4399 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 4378 ડૉલર બંધ રહ્યો હતો. જે વીતેલા સપ્તાહના બંધભાવની સરખામણીએ 30 ડૉલરનો(0.68 ટકા) ઉછાળો દર્શાવે છે.

સિલ્વર ફ્યુચર 1.61 ડૉલર વધ્યું

સિલ્વર ડીસેમ્બર ફ્યુચર સપ્તાહની શરૂઆતે ઘટી 62.75 ડૉલર થઈ અને ત્યાં જોરદાર ખરીદી નીકળતાં વધી 67.89 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 66.79 ડૉલર બંધ થયો હતો. જે વીતેલા સપ્તાહની સરખામણીએ 1.61 ડૉલર(2.45 ટકા)નો સુધારો દર્શાવે છે.

સ્પોટ સિલ્વર 1.78 ડૉલર સુધરી

સ્પોટ સિલ્વર સપ્તાહની શરૂઆતે ઘટી 62.30 ડૉલર થઈ અને ત્યાંથી ઝડપી વધી 67.43 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 66.26 ડૉલર બંધ રહ્યો હતો. જે વીતેલા સપ્તાહની સરખામણીએ 1.78 ડૉલર(2.75 ટકા)ની મજબૂતી દર્શાવે છે.

સ્પોટ ગોલ્ડમાં નવી ખરીદી

Gold Silver Market વીતેલા સપ્તાહે ગોલ્ડ સિલ્વરમાં ટ્રેડિંગ વોલ્યુમ નોર્મલ હતું. પણ બે તરફી વધઘટ જોવાઈ હતી. ફેડ રેટમાં વધારા પછી શરૂમાં ગોલ્ડ સિલ્વરના ભાવ ઘટ્યા હતા, જો કે ત્યાર બાદ નીચા મથાળે નવી લેવાલી નીકળતાં સુધારો આવ્યો હતો. તેમજ સ્પોટ ગોલ્ડમાં નવી ખરીદી હતી, જેથી ગોલ્ડ ફ્યુચર અને ગોલ્ડ સ્પોટ વચ્ચેના તફાવત ઘટ્યો હતો, જે સપ્તાહને અંતે 37 ડૉલર રહ્યો હતો.

ગોલ્ડ સિલ્વરમાં સુધારો આવવાના કારણો

(1) યુએસ ફેડરલ રીઝર્વની એફઓએમસીની બેઠક મળી હતી, જેમાં ફેડ રેટમાં 25 બેસીસ પોઈન્ટનો વધારો કરીને વ્યાજ દર 3.75-4 ટકા થયો હતો. આમ ધારણા પ્રમાણે જ ફેડ રેટમાં વધારો આવ્યો હતો. જેથી આ ફેકટર ડિસ્કાઉન્ટ થયું હતું. ફેડ રેટના વધારા પછી ગોલ્ડ સિલ્વરમાં વેચવાલી ફરી વળી હતી, પણ તે ટેમ્પરરી રહી હતી, ઉલ્ટાનું નીચા મથાળે ટેકારૂપી નવી લેવાલી આવી હતી.

(2) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કીમત સપ્તાહની શરૂઆતે વધી હતી, પણ સપ્તાહના મધ્યભાગ પછી ક્રૂડના ભાવ ઘટવા શરૂ થયા હતા. બ્રેન્ટ ક્રૂડ વધીને 108 ડૉલરની સપાટી કૂદાવી ગયો હતો, જે ત્યાર બાદ ઘટીને 103.90 ડૉલર પર ટ્રેડ કરતો હતો. ક્રૂડ ઓઈલનો ભાવ શરૂમાં વધી 104 ડૉલરનું લેવલ કૂદાવી ગયો હતો, પણ પછી ક્રૂડ ઘટીને 100 ડૉલર પર આવી ગયું હતું. આમ ક્રૂડ ઘટતાં એવી ધારણા હતી કે મોંઘવારીમાં ઘટાડો થશે. જેથી ગોલ્ડ સિલ્વરમાં નવી લેવાલી આવી હતી.

(3) યુએસ 10 વર્ષીય બોન્ડનું યીલ્ડ શરૂમાં વધુ વધી 5.04 ટકા થયું હતું, જે ઓકટોબર 2023 પછી પહેલી વખત 5 ટકાની ઉપર નીકળ્યું હતું. જો કે ત્યાર બાદ સપ્તાહના અંતે અને ફેડ રેટના વધારા પછી બોન્ડનું યીલ્ડ ઘટી 4.99 ટકા થયું હતું. પરિણામે ગોલ્ડ સિલ્વરમાં નવી લેવાલીથી મજબૂતી આવી હતી.

(4) અમેરિકન સરકારનું દેવું સતત વધીને 40 ટ્રિલિયન ડૉલરને વટાવી ગયું છે. જે ડેબ્ટનું વ્યાજ વાર્ષિક એક ટ્રિલિયન ડૉલર ચુકવી રહી છે. ફેડ રેટના વધારા પછી વ્યાજ ખર્ચમાં વધારો થશે. મોંઘવારી કૂદકેને ભૂસકે વધી રહી છે. આમ યુએસ ઈકોનોમીની સ્થિતિ બગડી છે. અમેરિકાએ ઈરાન સાથે યુદ્ધ કરીને જાતે નુકસાન વ્હોર્યું છે. આમ જીઓ પોલિટિકલ અને આર્થિક ટેન્શન ને કારણે(Gold Silver Market) ગોલ્ડ સિલ્વરમાં દરેક ઘટાડે નવી લેવાલી આવી હતી.

(5) યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું 3 નવેમ્બરના રોડ મીડટર્મ પોલ આવી રહી છે. આ ચૂંટણીમાં ટ્રમ્પ હારશે તો શું અને જીતશે તો શું? જે કયાશ લગાવાઈ રહ્યો છે. જેથી ગોલ્ડ સિલ્વર માર્કેટમાં સાવેચતીનું વાતાવરણ રહ્યું છે.

આગામી સપ્તાહે ઈકોનોમીક ઈવેન્ટ

બુધવારે સપ્ટેમ્બર મહિનાનો એસ એન્ડ પી ગ્લોબલ ફ્લેશ પીએમઆઈ ડેટા આવશે. ગુરુવારે સ્વીસ નેશનલ બેંક મોનેટરી પૉલિસીની જાહેરાત કરશે તેમજ ગુરુવારે જ યુએસ વીકલી જોબલેસ ક્લેઈમ્સ ડેટા આવશે. શુક્રવારે ડ્યૂરેબલ ગુડ્ઝ ઓડર્સ ડેટા અને કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ડેટા જાહેર થશે.

આગામી સપ્તાહે બજાર કેવું રહેશે?

આગામી સપ્તાહે ગોલ્ડ સિલ્વર બજાર બે તરફી વધઘટે મજબૂત રહેશે. દરેક ઘટાડે નવી લેવાલી આવશે. ટેકનિકલી પણ માર્કેટ સ્ટ્રોંગ થયું છે. ગોલ્ડમાં 4300 ડૉલરનું સપોર્ટ લેવલ રહેશે અને ઉપરમાં 4450 ડૉલરનું રેઝિસ્ટન્સ લેવલ કૂદાવશે તો નવી તેજી થશે. તેવી જ રીતે સિલ્વરમાં 63 ડૉલર સપોર્ટ લેવલનું કામ કરશે અને ઉપરમાં 68 ડૉલર કૂદાવશે તો તેજી થશે. આગળ ઉપર નવરાત્રિ અને દિવાળીના તહેવારો આવતાં હોવાથી ફેસ્ટિવલ ડિમાન્ડ નીકળશે.

  • ભરત પંચાલ, એડિટર, ગુજરાત બિઝ ન્યૂઝ

આ પણ વાંચો…

Stock Market India: નિફ્ટી 75 પોઈન્ટ ઊંચકાયો, આગામી સપ્તાહે શેરબજારમાં તેજી થશે?

You will also like

Leave a Comment