Stock Market India: નિફ્ટી વીક્લી એક્સપાયરીને દિવસે શેરોમાં નફારૂપી વેચવાલી, સેન્સેક્સ 329 પોઈન્ટ ઘટ્યો

by Gujarati biz news
Stock Market India

Stock Market Indiaઅમદાવાદ- Stock Market India શેરબજારમાં આજે મંગળવારે આઈટી સેકટરના શેરોની આગેવાની હેઠળ ઘટાડો આવ્યો હતો. નિફ્ટીની વીક્લી એક્સપાયરીના દિવસે શેરોમાં ઊંચા મથાળે વેચવાલી આવી હતી, ખાસ કરીને તેજીવાળા ઓપરેટરો વેચવાલ હતા. પરિણામે બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 329 પોઈન્ટ ઘટી 74,529 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 85 પોઈન્ટ ઘટી 23,329 બંધ થયો હતો. બેંક નિફ્ટી(Bank Nifty) 255 પોઈન્ટ ઘટી 56,215 બંધ રહ્યો હતો. આજે બીજા દિવસે મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં પ્રોફિટ બુકિંગ આવ્યું હતું. ઈન્ટ્રા-ડેમાં સેન્સેક્સ તેના હાઈથી 600થી વધુ પોઈન્ટ તૂટ્યો હતો.

સેન્સેક્સ ઈન્ટ્રા-ડે હાઈથી 600 પોઈન્ટ ઘટ્યો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) સવારે 74,901ના મજબૂત મથાળે ખુલીને શરૂમાં વધુ વધી 75,000ની સપાટી કૂદાવી 75,038 થઈ અને ત્યાં નફારૂપી વેચવાલી ફરી વળતાં ઘટી 74,423 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 74,529.08 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 329.91નો ઘટાડો દર્શાવે છે.

નિફ્ટી ઈન્ડેક્સ 85 પોઈન્ટ ઘટ્યો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) સવારે 23,454ના મજબૂત લેવલે ખૂલીને શરૂમાં વધુ વધી 23,489 થઈ અને ત્યાં પ્રોફિટ બુકિંગ આવતાં ઘટી 23,285 થઈ ટ્રેડિંગ સેશનને અંતે 23,329.00 બંધ રહ્યો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 85.30નો ઘટાડો દર્શાવે છે.

આઈટી સેકટરની આગેવાની હેઠળ ઘટાડો

આજે મંગળવારે વીક્લી એક્સપાયરીનો દિવસ હતો. જેથી મોટાભાગે ઉભી પોઝીશન સરખી કરવારૂપી અને પોઝીશન રોલઓવર કરવારૂપી ટ્રેડિંગ હતા. પણ આજે તેજીવાળાઓની નફારૂપી વેચવાલી ફરી વળતા(Stock Market India) શેરબજાર ઘટ્યું હતું. આઈટી ઈન્ડેક્સ 248 પોઈન્ટ ઘટ્યો હતો. તેની સાથે બેંક, ઓટોમોબાઈલ, મીડિયા, રીયલ્ટી, એફએમસીજી અને ઓઈલ એન્ડ ગેસ સેકટરના ઈન્ડેક્સ ઘટ્યા હતા.

પોઝિટિવ કારણ

(1) સવારથી વૈશ્વિક સ્ટોક માર્કેટ પ્લસ હતા. આજે સવારે એશિયાઈ સ્ટોક માર્કેટ ઊંચકાઈને આવ્યા હતા, તેમજ બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પણ પ્લસમાં ટ્રેડ કરતાં હતા. યુએસ ડાઉ જોન્સ ફ્યુચર 128 પોઈન્ટ પ્લસમાં ટ્રેડ કરતો હતો. જેથી સવારે ભારતીય શેરોના ભાવ ઊંચા ખુલીને શરૂમાં વધુ વધ્યા હતા.

(2) ક્રૂડ ઓઈલના ભાવ સતત ત્રીજી ટ્રેડિંગ સેશનમાં ઘટ્યા હતા. બ્રેન્ટ ક્રૂડ 2.27 ડૉલર ઘટી 98.07 ડૉલર પર ટ્રેડ કરી રહ્યો હતો. ક્રૂડ ઓઈલ 2.80 ડૉલર ઘટી 89.55 પર ટ્રેડ કરી રહ્યો હતો. તેમ છતાં(Stock Market India) શેરબજારે આ બે પોઝિટિવ ફેક્ટરની અવગણના કરી હતી.

શેરબજાર ઘટવાના કારણો

(1) આઈટી શેરોમાં આજે ભારે વેચવાલી ફરી વળી હતી. આઈટી સેકટર પર CLSA અને Goldman Sachs ની રીપોર્ટથી સેલીંગ પ્રેશર આવ્યું હતું. જેમાં કહેવાયું છે કે આઈટી સેકટરમાં ડિમાન્ડ નિરાશાજનક છે, જેથી મીડિયમ ટર્મમાં કમાણીના આઉટલૂક પર અસર પડી શકે છે. જીઓ પોલિટિકલ ટેન્શન, ઊંચા વ્યાજ દર અને મોંઘવારીને કારણે મેક્રો ફંડામેન્ટલ્સની નબળાઈથી આઈટી સેકટરની આવક પર નેગેટિવ અસર પડી શકે છે.

(2) એફઆઈઆઇની વેચવાલી રહી હતી. 21 ઓગસ્ટને સોમવારે એફઆઈઆઈએ રૂપિયા 576 કરોડનું નેટ સેલ કર્યું હતું. પરિણામે શેરબજારનું સેન્ટિમેન્ટ ઊંચા મથાળે વેચવાલીનું થયું હતું.

(3) Stock Market India શેરબજાર ઊંચા મથાળે ખુલતાં તેજીવાળા ખેલાડીઓએ પ્રોફિટ બુકિંગની તક ઝડપી હતી. જેથી શેરબજાર ઘટ્યું હતું. ઈન્ટ્રા-ડેમાં સેન્સેક્સ તેની હાઈથી 600 પોઈન્ટ ઘટ્યો હતો.

મીડકેપ અને સ્મોલકેપ શેરો ઘટ્યા

મીડકેપ ઈન્ડેક્સ 49 પોઈન્ટ ઘટ્યો હતો. તેમજ નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 46 પોઈન્ટ માઈનસ હતો. જેને પગલે એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ હતો. 1677 શેરના ભાવ વધ્યા હતા, તો સામે 1867 શેરના ભાવ ઘટ્યા હતા.

115 સ્ટોક 52 વીક હાઈ પર

115 સ્ટોક બાવન વીક હાઈ પર બંધ હતા અને 71 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા. 157 શેરોમાં અપર સર્કિટ લદાઈ હતી અને 87 શેરોમાં લોઅર સર્કિટ આવી હતી.

ટોપ ગેઈનર્સ

કૉલ ઈન્ડિયા(3.21 ટકા), ઈટરનલ(1.82 ટકા), ઈન્ડિગો(1.80 ટકા), ટિટાન(1.10 ટકા) અને ડૉ. રેડ્ડી લેબ(1.06 ટકા)

ટોપ લુઝર્સ

તાતા કન્ઝ્યુમર(1.65 ટકા), નેસ્લે(1.52 ટકા), બજાજ ફિનસર્વ(1.43 ટકા), બજાજ ફાઈનાન્સ(1.22 ટકા) અને સન ફાર્મા(1.20 ટકા)

કાલે શેરબજાર કેવું રહેશે?

માર્કેટ ટેકનિકલી વીક છે, જેથી દરેક ઉછાળે વેચવાલી આવી જાય છે. નિફ્ટી 23,450 ઉપર બંધ ન આવે ત્યાં સુધી દરેક ઉછાળે વેચવાનું છે. પણ નીચામાં 23,100 સપોર્ટ લેવલનું કામ કરશે, અને જો 23,100 તૂટશે તો 23,000 સુધી જવાની શક્યતાઓ છે. તેમ છતાં અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતિના અને ક્રૂડ ઓઈલના ભાવ ઘટશે તો શેરબજારમાં ઘટાડે નવી લેવાલીથી તેજી આવી શકે છે.

Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે. અમે રોકાણની સલાહ આપતાં નથી.

You will also like

Leave a Comment