અમદાવાદ– Stock Market India શેરબજારમાં ગઈકાલના ઘટાડા બાદ આજે મજબૂતી રહી હતી. શેરોમાં ઘટાડે નવી લેવાલીનો ટ્રેન્ડ જળવાઈ રહ્યો હતો. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 299 પોઈન્ટ વધી 74,828 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 117 પોઈન્ટ ઉછળી 23,446 બંધ થયો હતો. તેમજ બેંક નિફ્ટી(Bank Nifty) 333 પોઈન્ટ વધી 56,548 બંધ હતો. મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ નવી લેવાલી આવી હતી.
સેન્સેક્સ 299 પોઈન્ટ વધ્યો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) સવારે 74,648ના મજબૂત મથાળે ખૂલીને શરૂમાં સામાન્ય ઘટી 74,599 થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતા વધુ ઉછળી 74,973 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 74,828.25 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સરખામણીએ 299.17(0.40 ટકા)નો ઉછાળો દર્શાવે છે.
નિફ્ટી ઈન્ડેક્સ 117 પોઈન્ટ ઊંચકાયો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 23,352ના મજબૂત મથાળે ખૂલીને શરૂમાં સાધારણ ઘટી 23,349 થઈ અને ત્યાં નવી લેવાલીથી વધી 23,466 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 23,446.80 બંધ થયો હતો, જે ગઈકાલના બંધની સરખામણીએ 117.80(0.51 ટકા)નો ઉછાળો દર્શાવે છે.
તેજીવાળા ખેલાડીઓની નવી લેવાલી
Stock Market India ગઈકાલના મોટા ઘટાડા પછી આજે શેરબજારે જોરદાર રીતે યુ ટર્ન લીધો છે. તેજીવાળા ખેલાડીઓએ નવી લેવાલી કાઢી છે. પણ સેન્સેક્સ અને નિફ્ટી હજી ટૂંકી રેન્જમાં રહ્યા હતા. તેમ છતાં બજારમાં તેજીનો કરંટ સારો રહ્યો છે. બુઘવારે મેટલ, ટેલિકોમ, બેંક, રિયલ્ટી અને એફએમસીજી સેકટરના શેરોમાં તેજી થઈ હતી, જ્યારે આઈટી અને મીડિયા સ્ટોકમાં પ્રોફિટ બુકિંગથી સામાન્ય નરમાઈ રહી હતી.
શેરબજારમાં તેજીના કારણો
(1) યુએસ ડાઉ જોન્સ 185 પોઈન્ટ ઘટ્યો હતો. જ્યારે નેસ્ડેકમાં ગત મોડી રાતે તેજી થઈ થઈ હતી. નેસ્ડેક 122 પોઈન્ટ વધી 27,244ની રેકોર્ડ હાઈ પર બંધ હતો. માઈક્રોન ટેકનોલોજી અને એઆઈ સાથે જોડાયેલ શેરોમાં નવું બાઈંગ આવ્યું હતું. બપોરે ડાઉ જોન્સ ફ્યુચર 48 પોઈન્ટ પ્લસમાં ટ્રેડ કરતો હતો. જેની વિશ્વના સ્ટોક માર્કેટ પર પોઝિટિવ અસર પડી હતી. જોકે ભારતીય શેરબજારમાં(Stock Market India) આઈટી સેકટરના શેરોમાં વેચવાલીથી નરમાઈ રહી હતી.
(2) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધુ ઘટ્યા હતા. સાઉદી અરબે રેડ સી(લાલ સાગર) સુધી જનારી એક મહત્ત્વની પાઈપલાઈન દ્વારા કાચા તેલનો સપ્લાય શરૂ કરી દીધો છે, જે સમાચાર પાછળ બ્રેન્ટ ક્રૂડ 42 સેન્ટ્સ ઘટી 98.88 ડૉલર પર ટ્રેડ કરતો હતો. તેમજ ક્રૂડ ઓઈલ 1.02 ડૉલર ઘટી 89.50 ડૉલર પર ટ્રેડ કરતો હતો. ક્રૂડ 90 ડૉલરની નીચે આવી જતાં(Stock Market India) ભારતીય શેરબજારનું સેન્ટિમેન્ટ તેજીનું થયું હતું. ખાસ કરીને ક્રૂડ ઓઈલ 90 ડૉલર નીચે જતાં ભારતના આયાત બિલમાં ઘટાડો થશે અને મોંધવારીમાં પણ રાહત થશે. જેથી તેજીવાળાઓએ કમબેક કર્યું હતું.
(3) ન્યૂયોર્કમાં યુએનમાં વાતચીત દ્વારા યુએસ ઈરાન વચ્ચે તંગદિલી ઘટાડીને શાંતિ સમજૂતિ માટેની મંત્રણા થયાના સમાચાર છે. ઈરાને અમેરિકાને કેટલી શરતોને આધીન સમજૂતિ કરવા કહ્યું છે. જે સમાચારથી જીઓ પોલિટિકલ ટેન્શન હળવું થયું છે. જેની ગ્લોબલ માર્કેટ પર પોઝિટિવ અસર જોવા મળી હતી.
એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ
આજે બુધવારે મીડકેપ ઈન્ડેક્સ 433 પોઈન્ટ વધ્યો હતો અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 117 પોઈન્ટ ઊંચકાયો હતો. પરિણામે એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. 2344 શેરના ભાવ વધ્યા હતા, જ્યારે 1232 શેરના ભાવ ઘટ્યા હતા.
179 સ્ટોકમાં અપર સર્કિટ
135 શેર બાવન વીક હાઈ પર બંધ હતા, તો સામે 52 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા. 179 સ્ટોકમાં અપર સર્કિટ લદાઈ હતી અને 81 સ્ટોકમાં લોઅર સર્કિટ આવી હતી.
સૌથી વધુ ઊંચકાયેલા શેર
બજાજ ફાઈનાન્સ(3.41 ટકા), હિન્દાલકો(3.17 ટકો), તાતા સ્ટીલ(3.16 ટકા), એપોલો હોસ્પીટલ(2.64 ટકા) અને જેએસડબલ્યુ સ્ટીલ (2.43 ટકા)
સૌથી વધુ ગગડેલા શેર
એચસીએલ ટેકનોલોજી(1.08 ટકા), ટાઈટન(0.98 ટકા), ઈન્ફોસીસ(0.86 ટકા), કૉલ ઈન્ડિયા(0.81 ટકા) અને ટીસીએસ(0.73 ટકા)
કાલે શેરબજાર કેવું રહેશે?
શેરબજારમાં એક દિવસ તેજી એક તેજી ઘટાડો આવે છે. માર્કેટ હજી સ્ટેબલ થયું નથી. ટેકનિકલી જોઈએ તો શેરબજાર સ્ટ્રોંગ થયું છે. નિફ્ટી 23,400 ઉપર બંધ આવ્યો છે. સેન્સેક્સ 74,800 ઉપર બંધ આવ્યા છે. આ બન્ને પોઝિટિવ ક્લોઝિંગ છે. તેમજ બેંક નિફ્ટી 56,500ની સપાટી વટાવી ગયો છે. હવે જો કાલે ગુરુવારે શેરબજારમાં આ મહત્ત્વના લેવલ ઉપર ટકી રહે તો તેજીની આગેકૂચ જળવાશે.
નેશનલ સ્ટોક એક્સચેન્જના શેરનું ગુરુવારે લિસ્ટિંગ
દેશના સૌથી મોટા સ્ટોક એક્સચેન્જ નેશનલ સ્ટોક એક્સચેન્જનો આઈપીઓ આવ્યો હતો. જે આઈપીઓ રૂપિયા 22,561 કરોડનો જંગી આઈપીઓ હતો. જેના શેરની પ્રાઈઝબેન્ડ 1700-1785 રૂપિયા હતી. આ આઈપીઓ 5.71 ગણો છલકાયો હતો, જેમાં રીટેઈલ પોર્શન 1.39 ગણો ભરાયો હતો. તે નવા શેરનું લિસ્ટિંગ આજે ગુરુવારે થશે. હાલ ગ્રે માર્કેટમાં એનએસઈના નવા શેરનું 81 રૂપયા(5 ટકા) પ્રિમિયમ ચાલી રહ્યું હતું. જેથી એવી ધારણા મુકી શકાય કે એનએસઈના નવા શેરનું લિસ્ટિંગ પ્રિમિયમ સાથે થશે.
Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે. અમે રોકાણની સલાહ આપતાં નથી.

