
Image Generated by AI
અમદાવાદ- Diwali Muhurat 2083 શેરબજારમાં વિક્રમ સંવત 2083ના નવા વર્ષના મુહૂર્તના ટ્રેડિંગ તેજીના જોશ સાથે થયા હતા. શેરબજાર ઊંચા મથાળે ખૂલ્યા પછી પ્રોફિટ બુકિંગથી સામાન્ય નરમાઈ આવી હતી. બીએસઈ સેન્સેક્સ 28 પોઈન્ટ ઘટી 80,999 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી 43 પોઈન્ટ ઘટી 24,986 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી 235 પોઈન્ટ ઘટી 58,850 બંધ થયો હતો. મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં ઈન્વેસ્ટમેન્ટરૂપી નવી લેવાલી રહી હતી. સાત દિવસની એકતરફી તેજી પછી સામાન્ય પ્રોફિટ બુકિંગ રહ્યું હતું. એફઆઈઆઈએ 6 ટ્રેડિંગ સેશનમાં રૂપિયા 50,000 કરોડનું જંગી બાઈંગ કર્યું છે. આગામી દિવસોમાં શેરબજારની તેજી આગળ વધશે? ટેકનિકલ લેવલ ખૂબ સ્ટ્રોંગ રહ્યા છે.
જૂઓ વીડિયો….
સેન્સેક્સે ઈન્ટ્રા-ડેમાં 81,400ની સપાટી કૂદાવી
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 81,299ના ઊંચા મથાળે ગેપમાં શરૂમાં જોરદાર લેવાલી નીકળતાં ઝડપી ઉછળી 81,442 થઈ અને ત્યાં ઊંચા મથાળે નફારૂપી વેચવાલી નીકળતાં ઘટી 80,932 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 80,999.40 બંધ થયો હતો. જે શુક્રવારના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 28.62નો ઘટાડો દર્શાવે છે.
નિફ્ટીએ ઈન્ટ્રા-ડેમાં 25,100ની સપાટી કૂદાવી
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 25,070ના ઊંચા મથાળે ખૂલીને શરૂમાં ઉછળી 25,131 થઈ અને ત્યાં પ્રોફિટ બુકિંગ આવતાં ઘટી 24,985 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 24,986.40 બંધ થયો હતો. જે શુક્રવારના બંધની સામે 43.95નો ઘટાડો દર્શાવે છે.
બેંક નિફ્ટી 235 પોઈન્ટ ઘટ્યો
બેંક નિફ્ટી 59,240ના ઊંચા મથાળે ખૂલીને શરૂમાં વધી 59,244 થઈ અને ત્યાંથી ઘટી 58,791 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 58,850.65 બંધ થયો હતો. જે શુક્રવારના બંધની સરખામણીએ 235.35નો ઘટાડો દર્શાવે છે.
માર્કેટ કેપમાં 2.10 લાખ કરોડનો વધારો
Diwali Muhurat 2083 જો કે મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં નવી લેવાલી ચાલુ રહી હતી. જેથી મીડકેપ ઈન્ડેક્સ 81 પોઈન્ટ વધ્યો હતો અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 191 પોઈન્ટ ઊંચકાયો હતો. આજે રવિવારે મુહૂર્ત ટ્રેડિંગ સેશનમાં માર્કેટ કેપિટલાઈઝેશનમાં 2.10 લાખ કરોડનો વધારો થયો હતો અને માર્કેટ કેપ 501.28 લાખ કરોડે પહોંચી ગયું છે. એટલે કે રોકાણકારોની મૂડીમાં રૂપિયા 2.10 લાખ કરોડનો વધારો થયો હતો.
એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ
સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટી ઘટ્યા હોવા છતાં એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. 2716 શેરના ભાવ વધ્યા હતા અને 736 શેરના ભાવ ઘટ્યા હતા.
146 શેરમાં અપર સર્કિટ
89 શેરના ભાવ બાવન વીક હાઈ પર હતા અને 28 શેરના ભાવ બાવન વીક લો પર હતા. તેમજ 146 શેરમાં અપર સર્કિટ લદાઈ હતી અને 57 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.
સૌથી વધુ ઊંચકાયેલા શેર
સન ફાર્મા(2.96 ટકા), તાતા સ્ટીલ(2.09 ટકા), ઓએનજીસી(1.31 ટકા), તાતા મોટર પેસેન્જર વ્હીકલ(1.13 ટકા) અને અદાણી પોર્ટ(0.66 ટકા)
સૌથી વધુ ગગડેલા શેર
એસબીઆઈ લાઈફ(1.11 ટકા), ઈન્ડિગો(1.07 ટકા), ભારતી એરટેલ(1.03 ટકા), મેક્સ હેલ્થકેર(0.86 ટકા) અને ઈન્ફોસીસ(0.83 ટકા).
એફઆઈઆઈએ 50,000 કરોડની ખરીદી કરી
એફઆઈઆઈએ 6 નવેમ્બરના રોજ રૂપિયા 13,749 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. તે મળીને કુલ 6 ટ્રેડિંગ સેશનમાં થઈને એફઆઈઆઈએ કુલ રૂપિયા 49,555 કરોડની નેટ ખરીદી કરી છે.
ટેકનિકલ લેવલ
Diwali Muhurat 2083 ટેકનિકલી નિફ્ટીમાં 24,900નો સપોર્ટ લેવલ રહેશે, અને ઉપરમાં 25,130 ક્રોસ કરશે તો નવી તેજી થશે. તેવી જ રીતે સેન્સેક્સમાં 80,900નો સપોર્ટ લેવલ રહેશે, ઉપરમાં 81,450નું રેઝિસ્ટન્સ લેવલ રહેશે. આ રેઝિસ્ટન્સ લેવલ કૂદાવશે તો નવી તેજી થશે. બેંક નિફ્ટીમાં 58,800નો સપોર્ટ લેવલ રહેશે, અને ઉપરમાં 59,250નું રેઝિસ્ટન્સ લેવલ રહેશે.
Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે. અમે રોકાણની સલાહ આપતાં નથી.

