અમદાવાદ- શેરબજારમાં સપ્તાહના છેલ્લા દિવસે ઘટાડો રહ્યો હતો. બીએસઈ સેન્સેક્સ 318 પોઈન્ટ ઘટી 81,592 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી 155 પોઈન્ટ ઘટી 25,144 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી 484 પોઈન્ટ ઘટી 61,034 બંધ થયો હતો. સાપ્તાહિક રીતે જોઈએ તો સતત ત્રીજા સપ્તાહે શેરબજાર તેજીમાં રહ્યું હતું. પ્રોફિટ બુકિંગ આવવા પાછળ કયા ચાર કારણો હતા? આગામી સપ્તાહે શેરબજારમાં તેજી આગળ વધશે? ટેકનિકલી માર્કેટ કેવું રહેશે? આગામી સપ્તાહ માટે બેસ્ટ બાય?
જૂઓ વીડિયો….
સેન્સેક્સ 318 પોઈન્ટ ઘટ્યો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ સવારે 81,833ના નીચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં વધી 81,879 થઈ અને ત્યાં પ્રોફિટ બુકિંગ આવતાં ઘટી 81,288 થઈ અને ટ્રેડિંગ સેશનના અંતભાગમાં ની લેવાલી નીકળતાં રીકવર થઈ 81,592.45 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 318.56નો ઘટાડો દર્શાવે છે.
નિફ્ટી 155 પોઈન્ટ ઘટ્યો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ સવારે 25,209 ખૂલીને શરૂમાં સામાન્ય સુધરી 25,246 થઈ અને નફારૂપી ભારે વેચવાલીથી ઘટી 25,054 થઈ અને ટ્રેડિંગ સેશનના અંતભાગમાં રીકવર થઈ 25,144.30 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ નિફ્ટીની સામે 155.05નો ઘટાડો દર્શાવે છે.
માર્કેટ કેપમાં રૂ.2.57 લાખ કરોડનો ઘટાડો
આજે શુક્રવારે સપ્તાહના કામકાજનો છેલ્લો દિવસ હતો. જેથી શેરબજારમાં સાવચેતીનું વાતાવરણ વધારે જોવા મળ્યું હતું. બે સપ્તાહની એકતરફી તેજીને કારણે ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવ્યું હતું. અને ઊંચા મથાળે નવી લેવાલીનો અભાવ રહ્યો હતો. જેથી શેરોના ભાવ અને ઈન્ડેક્સ ઘટ્યા હતા. તેમ છતાં આજે ટ્રેડિંગ સેશનના છેલ્લા બે કલાકમાં ઘટ્યા મથાળે ટેકારૂપી લેવાલી આવી હતી. એફએમસીજી સેકટર સિવાયના તમામ સેકટરના શેરોના ભાવ ઘટ્યા હતા. પરિણામે આજે શુક્રવારે માર્કેટ કેપિટાઈઝેશનમાં રૂ.2.57 લાખ કરોડનો ઘટાડો નોંધાયો હતો.
શેરબજાર ઘટવાના કારણો
(1) ઓકટોબર મહિનાનો રીટેઈલ મોંઘવારી દર સતત 12માં મહિને વધીને 6.09 ટકા આવ્યો હતો. જે સપ્ટેમ્બરમાં 5.54 ટકા હતો. ઓકટોબરનો રીટેઈલ મોંઘવારી દર બે વર્ષના હાઈ પર હતો. જેથી બજારમાં ચિંતાનું વલણ જોવાયું હતું અને શેરોમાં નવી લેવાલી અટકી ગઈ હતી.
(2) હવે મોંઘવારી દર રીઝર્વ બેંકના લક્ષ્યાંક 6 ટકા કરતાં વધુ વધીને 6.09 ટકા આવ્યો છે, જેથી હવે આરબીઆઈ 2 ડીસેમ્બરથી 4 ડીસેમ્બર દરમિયાન મળનારી ક્રેડિટ પૉલિસીની સમીક્ષા વખતે એમપીસી રેપો રેટમાં 25 બેસીસ પોઈન્ટનો વધારો કરે તેવી ધારણા હતી. એટલે કે વ્યાજ દરમાં વધારો કરશે. મોંઘવારીને કાબૂમાં લેવા માટે વ્યાજ દર વધારો હવે અનિવાર્ય બન્યો છે. જેને પગલે શેરબજારમાં પ્રોફિટ બુકિંગ આવ્યું હતું.
(3) ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો આજે 18 પૈસા તૂટી 94.23 પર ટ્રેડ કરતો હતો. રૂપિયો તૂટીને આવતાં બજારમાં નવી લેવાલી અટકી હતી.
(4) યુએસ ડૉલર ઈન્ડેક્સ વધીને 103.20 રહ્યો હતો. તેમજ યુએસના 10 વર્ષીય બોન્ડનું યીલ્ડ ઝડપી વધીને 5.13 ટકા થયું હતું. આથી એમ મનાતું હતું કે એફઆઈઆઈનું રોકાણ અટકી જશે.
ત્રીજા સપ્તાહે શેરબજારમાં તેજી
સાપ્તાહિક રીતે જોઈએ તો સતત ત્રીજા સપ્તાહે શેરબજારમાં તેજી રહી છે. સપ્તાહ દરમિયાન સેન્સેક્સમાં 564 પોઈન્ટ, નિફ્ટીમાં 114 પોઈન્ટ અને બેંક નિફ્ટીમાં 1948 પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે.
એફઆઈઆઈનું જંગી બાઈંગ
બીજી તરફ પોઝિટિવ કારણો પર નજર કરીએ તો FII ભારતીય શેરબજારમાં સતત નેટ બાયર રહી છે. એફઆઈઆઈએ 12 નવેમ્બરે રૂ. 7,830 કરોડ અને 11 નવેમ્બરે રૂ.12,563 કરોડની ચોખ્ખી ખરીદી કરી છે. એટલે કે બે જ ટ્રેડિંગ સેશનમાં રૂ.20,000 કરોડ કરતાં વધુ રકમનું રોકાણ કર્યું છે. આમ નવેમ્બર મહિનામાં એફઆઈઆઈએ 08 ટ્રેડિંગ સેશનમાં રૂ.73,565 કરોડનું નેટ બાય કર્યું છે.
એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ
મીડકેપ ઈન્ડેક્સ 149 પોઈન્ટ અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 50 પોઈન્ટ ઘટ્યા હતા. પરિણામે એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ હતો. 1446 શેરના ભાવ વધ્યા હતા અને 2179 શેરના ભાવ ઘટ્યા હતા.
ટોપ ગેઈનર્સ
આઈસર મોટર(1.34 ટકા), હિન્દુસ્તાન યુનિલીવર(0.96 ટકા), બીએસઈ(0.73 ટકા), એશિયન પેઈન્ટ(0.53 ટકા) અને ભારતી એરટેલ(0.48 ટકા)
ટોપ લુઝર્સ
શ્રી રામ ફાયનાન્સ(3.37 ટકા), તાતા મોટર પેસેન્જર વ્હીકલ(3.31 ટકા), ગ્રાસિમ(2.60 ટકા), હિન્દાલકો(2.20 ટકા) અને અદાણી એન્ટરપ્રાઈઝ(1.95 ટકા)
આગામી સપ્તાહે શેરબજાર કેવું રહેશે?
આગામી સપ્તાહે શેરબજારમાં તેજીની આગેકૂચ રહેશે. દરેક ઘટાડા પચાવીને તેજી આગળ વધશે. ઘટાડે નવી લેવાલી આવશે. એફઆઈઆઈનું બાઈંગ છે, જેથી તેજીવાળા ખેલાડીઓ વધુ જોશમાં આવી ગયા છે. લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ અને એસટીટીમાં રાહત મળશે, તેવા આશાવાદ પાછળ શેરબજારમાં વિદેશી રોકાણ આવી રહ્યં છે. ટેકનિકલી માર્કેટ સ્ટ્રોંગ છે. સેન્સેક્સ 81,450 ઉપર, નિફ્ટી 25,130 ઉપર અને બેંક નિફ્ટી 59,250 ઉપર છે, ત્યાં સુધી દરેક પ્રત્યાઘાતી ઘટાડા પચાવીને તેજી આગળ વધશે. નીચામાં નિફ્ટીમાં 25,000નો મહત્ત્વનો સપોર્ટ લેવલ રહેશે.
Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે. અમે રોકાણની સલાહ આપતાં નથી.

