નવી દિલ્હી- Bank Auto Sweep Service આપ બેંકમાં જઈને સેવિંગ્સ ખાતુ ખોલાવો છો, તે બેંક કર્મચારી આપના બચત ખાતા પર મળનાર વ્યાજ સહિત એટીએમ, ડેબિટ કાર્ડ સાથે જોડાયેલી તમામ જાણકારી આપે છે. સામાન્ય રીતે સેવિંગ્સ ખાતામાં(Bank Savings Account) વ્યાજ ખૂબ જ ઓછુ મળે છે. પરંતુ એક ખાસ સર્વિસ છે, જેમાં ખાતુ ખોલાવનાર દરેક ગ્રાહકોને આ સવલતનો લાભ મળે છે. પણ તેના અંગેની જાણકારી ગ્રાહકો પાસે હોતી નથી.
બેંક એફડી જેટલું વ્યાજ
બેંકની આ ખાસ સર્વિસનું નામ છે બેંક ઓટો સ્વીપ સર્વિસ(Bank Auto Sweep Service). જે આપના ખાતામાં જમા રકમ પર મળનાર વ્યાજ ત્રણ ગણુ વધી શકે છે અને બેંક એફડી જેટલું વ્યાજ મળે છે. તેના માટે આપે કંઈ વધુ પ્રોસીજર કરવાની જરૂર નથી, ફક્ત બેંકમાં જઈને આ સુવિધાને ઈનેબલ કરવા માટે કહેવાનું છે. આવો આપણે આ સુવિધા અંગે વિસ્તારથી સમજીએ.
શું છે ઓટો સ્વીપ સર્વિસીઝ?
બેંક ઓટો સ્વીપ સર્વિસીઝ(Bank Auto Sweep Service) એક એવી સુવિધા છે, જે ગ્રાહકોને સરપ્લસ ફંડ પર વધુ વ્યાજ મેળવવામાં મદદગાર સાબિત થાય છે. આપના બેંક ખાતાને ઈનેબલ કર્યા બાદ આપના સેવિગ્સ ખાતામાં જમા રકમને એક નિશ્ચિત નક્કી કરેલ મર્યાદા હોવા પર સરપ્લસ ફંડની સ્થિતિમાં ઓટોમેટિક રીતે ફિકસ્ડ ડીપોઝિટ(એફડી)માં(Bank FD) ટ્રાન્સફર થઈ જાય છે અને તેના પર વ્યાજ પણ બેંક એફડીના વ્યાજ દરના હિસાબે મળે છે.
ઓટો સ્વીપ સર્વિસીઝ ઈનેબલ કરાવી દો
દરેક બેંક તરફ ખોલવામાં આવતાં ખાતા પર વધારે વ્યાજ આપતી ઓટો સ્વીપ સર્વિસીઝ અપાય છે. સરળ શબ્દોમાં સમજીએ તો જો આપ આપની બેંકમાં જઈને સેવિંગ્સ કે કરંટ એકાઉન્ટ પર ઓટો સ્વીપ સર્વિસીઝ ઈનેબલ કરાવી દો છો તો આપના બેંક ખાતામાં જમા રકમ પર એક સ્વીપ લિમિટ સેટ કરી દેવામાં આવે છે. જેવું આપના બેંક ખાતામાં નિશ્ચિત મર્યાદા કરતાં બેલેન્સ વધે તો તુરંત જ ઓટો સ્વીપ સર્વિસીઝ એક્ટિવ થઈ જાય છે. જે પણ જમા રકમ લિમિટ કરતાં વધુ થાય તો તે બેંક એફડીમાં ટ્રાન્સફર થઈ જાય છે અને વધુ વ્યાજ મળવા લાગે છે.
ઉદાહરણ સાથે સમજીએ
ઉદાહારણ સાથે સમજીએ તો જો આપે આપના સેવિંગ્સ એકાઉન્ટમાં રૂપિયા 20,000ની ઓટો સ્વીપ લિમિટ સેટ કરી છે અને આપના ખાતામાં રૂપિયા 80,000 ડીપોઝિટ કર્યા છે, તો હવે ઓટો સ્વીપ સર્વિસીઝ એક્ટિવ થશે અને 20,000 ઉપરની રકમ 60,000 રૂપિયાની વધારાની રકમ બેંક ફિકસ્ડ ડીપોઝિટમાં(Bank Fixed Deposit) તબદીલ થશે અને એફડી પર જે વ્યાજ મળે છે, તે વ્યાજ મળવા પાત્ર થશે. તેમજ સેવિંગ્સ એકાઉન્ટમાં 20,000 જમા છે, તેના પર સેવિંગ્સ ખાતામાં મળતું વ્યાજ મળશે.
બચત કરવાનું પ્રોત્સાહન મળે છે
બેંક ઓટો સ્વીપ સર્વિસીજમાં(Bank Auto Sweep Service) બેંક એફડીનું વ્યાજ મળતું હોવાથી ગ્રાહકોને વધારે બચત કરવાનું પ્રોત્સાહન મળે છે. જેનાથી લોકો વધુ વચત કરવા પ્રેરાશે. તે ઉપરાંત આ સુવિધા દ્વારા આપ આપના ખર્ચા પર કાબૂ મેળવી શકશો અને બજેટ પણ સેટ કરી શકો છો. ઓટો સ્વીપ સર્વિસીઝમાં આપને મેન્યુઅલી એફડીમાં રકમ ટ્રાન્સફર કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળી જશે કારણ કે આ પ્રોસેસ ઓટોમેટિક છે.
ત્રણ ગણુ વ્યાજ મળશે
સામાન્ય રીતે બેંકમાં સેવિગ્સ ખાતામાં જમા રકમ પર સરેરાશ 2.5 ટકા આસપાસ વ્યાજ(Bank Intrest) મળે છે, અલગઅલગ બેંકોમાં અલગઅલગ સેવિંગ્સ ખાતામાં વ્યાજ મળે છે. જ્યારે બેંક એફડી વ્યાજ દર સરેરાશ 6.5થી 7 ટકા મળે છે. હવે આપ ઓટો સ્વીપ સર્વિસીઝ એક્ટિવ કરાવો છો તો આપની જમા રકમ પર ત્રણ ગણુ વધારે વ્યાજ મળે છે.
જરૂરિયાત પડે તો રકમ ઉપાડી શકાય
બીજી એક ખાસ વાત કે આપને વ્યાજ ભલે એફડીનું વ્યાજ મળે, પણ આપ આપનું સેવિંગ્સ ખાતું સેવિંગ્સ ખાતાની જેમ જ ઓપરેટ કરી શકશો. એટલે કે એફડીમાં ટ્રાન્સફર થયેલ રકમ આપ જ્યારે ઈચ્છો કે જરૂરિયાત મુજબ ઉપાડી શકો છો. તેના માટે ફિકસ્ડ ડીપોઝિટ પર મેચ્યોરિટી પીરિયડ પુરો થવાની રાહ જોવી પડતી નથી.

