Retirement Planning: મહિને 50,000 પેન્શન જોઈએ તો કેટલું રીટાયરમેન્ટ ફંડ જોઈએ? સમજો પુરુ ગણિત

by Gujarati biz news
Retirement Planning
Retirement Planning

Generated by AI

નવી દિલ્હી- Retirement Planning નોકરી દરમિયાન દર મહિને પગાર(સેલરી) આપના ખાતામાં જમા આવતી હોય છે. એટલા માટે ઘરખર્ચની ચિંતા રહેતી નથી. પરંતુ રીટાયરમેન્ટ પછી ઘરખર્ચ સૌથી મોટો પડકાર બની જાય છે. પગાર બંધ થઈ છે, પણ ખર્ચ ચાલુ જ રહે છે. દર મહિને કરિયાણું ખરીદવું, શાકભાજી ખરીદવી, દૂધ લાવવું, વીજળીનું બિલ ભરવું, દવાઓનો ખર્ચ તે દરરોજની જરૂરિયાતનો ખર્ચ હોય છે. તે ખર્ચને પહોંચી વળવા માટે આપે અત્યારથી યોગ્ય પ્લાનિંગ કરવું પડશે.

અતિમહત્ત્વનું સવાલ

એવામાં હવે એવો સવાલ છે કે રીટાયરમેન્ટ(નિવૃત્તિ) સુધી કેટલા પૈસાની બચત કરવી જોઈએ, કે જેથી દર મહિને રૂપિયા 50,000નું પેન્શન મળી રહે. તમે સરળતાથી આપનું જીવન વ્યતિત કરી શકો.

50,000 રૂ.ના પેન્શન માટે કેટલું ફંડ જોઈએ?

Retirement Planning જો તમારે દર મહિને રૂપિયા 50,000 જોઈએ તો વર્ષભર માટે તમારી જરૂરિયાત રહેશે રૂપિયા 6 લાખ(12 મહિના ગુણ્યા 50,000). નાણાકીય પ્લાનિંગ માટે એક લોકપ્રિય નિયમ છે 4 ટકા વીથડ્રોલ રૂલ્સ. આ નિયમ અનુસાર રીટાયરમેન્ટ પહેલાના વર્ષે આપ આપના કોપર્સના 4 ટકા રકમ ઉપાડી લો. ત્યાર પછીના વર્ષોમાં ઉપાડની રકમ મોંઘવારીના હિસાબે વધારી શકાય છે. મનાય છે કે જો રોકાણ પર સારુ રીટર્ન મળતું રહે છે તો આપના પૈસા 25-30 વર્ષ અથવા તેના કરતાં વધુ સમય સુધી ચાલી શકે છે.

ભવિષ્યના મોટા ખર્ચ

આ નિયમ અનુસાર જો આપના રીટાયરમેન્ટ કોપર્સ અંદાજે 1.50 કરોડ રૂપિયા છે તો આપ અંદાજે 50,000 રૂપિયા મહિને ઉપાડી શકો છો. આપે પ્રયત્ન એવો કરવાનો છે કે દર વર્ષે એટલા જ પૈસા ઉપાડવા કે તમારી જરૂરિયાત હોય. જેમાં બાકીની રકમના રોકાણ પર મળનાર રીટર્ન ભવિષ્યમાં મોટા ખર્ચને પહોંચી વળવા માટે મદદ કરશે.

4 ટકાના કોપર્સનો નિયમ

Retirement Planning ઉદાહરણ તરીકે જોઈએ તો આપને દર મહિને 30,000 રૂપિયાનું જરૂરિયાત છે તો વાર્ષિક 3.60 લાખ રૂપિયા થાય, જેના માટે 4 ટકાના નિયમના હિસાબે જરૂરી કોપર્સ 90 લાખ રૂપિયા જોઈએ. જો તમારે 50,000 રૂપિયા માસિક અને તેના હિસાબે વાર્ષિક 6 લાખ રૂપિયા જોઈએ છે તો 1.50 કરોડનું કોપર્સ ઉભું કરવું જોઈએ. જો તમારે 75,000 રૂપિયા માસિક અને તે હિસાબે વાર્ષિક 9 લાખ રૂપિયા જોઈએ છે તો 2.25 કરોડનું કોપર્સ જરૂરી છે.

નાની SIP થી મોટુ લક્ષ્ય પાર પાડો

માની લો કે આપનું લક્ષ્ય રીટાયરમેન્ટ સુધી 1.50 કરોડ રૂપિયાનું કોપર્સ બનાવવું છે તો આપની ઉમર 40 વર્ષ છે અને નિવૃત્તિમાં હજી 20 વર્ષ બાકી છે. તો આપે દર મહિને અપેક્ષા અનુસાર ઓછી એસઆઈપીથી(SIP) પણ આ લક્ષ્ય હાંસલ કરી શકો છો. પણ જો તમારી ઉમર 50 વર્ષની છે અને તમે રોકાણ શરૂ કરો છો તો નિવૃત્તિ માટે ફક્ત 10 વર્ષ જ બાકી રહ્યા છે. તો દર મહિને મોટી રકમનું રોકાણ કરવું પડે છે.

નાની ઉંમરે જ પ્લાનિંગ જરૂરી

Retirement Planning માં સમય સૌથી મોટી તાકાત છે. 20 વર્ષ પહેલા શરૂઆત કરનાર રોકાણકાર 15-20 હજાર રૂપિયાની એસઆઈપી(SIP) કરીને લક્ષ્ય સુધી પહોંચી શકે છે. જો રીટાયરમેન્ટના 10 જ વર્ષ બાકી હોય તો તેના લક્ષ્ય સુધી પહોંચવા માટે 60-70 હજાર રૂપિયાની એસઆઈપીથી રોકાણ કરવું પડે છે. એટલા માટે તમે જેટલા ઝડપથી અને નાની ઉંમરથી જ રોકાણ કરવાનું શરૂ કરો તો તમારી ઓછી રકમની એસઆઈપીથી તમે ખૂબ મોટું ફંડ એકઠું કરી શકો છો. કદાચ લક્ષ્ય કરતાં પણ મોટુ ફંડ મેળવી શકો છો.

મોંઘવારીને ધ્યાનમાં લઈ પ્લાન કરો

રીટાયરમેન્ટ પ્લાનિંગમાં સૌથી મોટી ભૂલ એ થાય છે કે અત્યારે આટલા રૂપિયામાં ઘરખર્ચ ચાલે છે. એટલા જ પૈસાથી ભવિષ્યમાં કામ ચાલી જશે. જો કે સચ્ચાઈ એ છે કે સમય સાથે મોંઘવારી દરેક ચીજવસ્તુઓને મોંઘી કરી દે છે. દવાઓ, વીજળી, કરિયાણું, શાકભાજી, દૂધ વિગેરેનો ખર્ચ વધતો જ રહે છે.

ભવિષ્યમાં માસિક ખર્ચની કલ્પના

ધારી લો કે આજે આપનો માસિક ખર્ચ 50,000 રૂપિયા છે. જો મોંઘવારી વાર્ષિક સરેરાશ 6 ટકાના દરે રહે છે તો 20 વર્ષ પછી આ ખર્ચ વધીને અંદાજે 1.60 લાખ રૂપિયા મહિને થઈ જાય છે. દર વર્ષે માસિક ખર્ચમાં વધારો થતો રહે છે. આ વાત કહેવાનો અર્થ એ છે કે રીટાયરમેન્ટ પ્લાનિંગ વખતે હમેંશા ભવિષ્યની મોંઘવારીને ધ્યાનમાં રાખવું ખૂબ જરૂરી છે.

રીટાયરમેન્ટ પ્લાનિંગમાં આ ભૂલ કદાપી ન કરશો…

  • પૂરા રીટાયરમેન્ટ ફંડ ફિક્સ્ડ ડીપોઝિટમાં મુકો. કારણ કે તેનાથી મોંઘવારીને મ્હાત આપવની મુશ્કેલ છે.
  • જરૂરિયાત કરતાં વધુ ઉપાડ ન કરશો, નહી તો કોપર્સ સમય પહેલા જ સમાપ્ત થઈ જશે.
  • હેલ્થ ઈન્સ્યોરન્સ જરૂર લેવો, જેથી મેડિકલ ખર્ચ માટે રોકાણની રકમને તોડવી ન પડે.
  • મોંઘવારીને નજર અંદાજ ન કરવી, કારણ કે ભવિષ્યમાં ખર્ચ આજના ખર્ચ કરતાં વધારે થવાનો છે.
  • દર 2-3 વર્ષ પ્લાનની સમીક્ષા કરવી જોઈએ, જેથી જરૂરિયાતના હિસાબે રોકાણ અને ઉપાડમાં ફેરફાર કરી શકાય.
  • તમામ રૂપિયાનું રોકાણ એક જ વિકલ્પ કે એક જ યોજનામાં ન કરવું જોઈએ. અલગઅલગ એસેટમાં સતુંલિત રોકાણ કરવું જોઈએ.

રીટાયરમેન્ટ પછી રોકાણ કયા કરવું જોઈએ.

(1) એસડબલ્યુપી- Systematic Withdrawal Plan દર મહિને નિયમિત કમાણી માટે સારો વિકલ્પ છે.

(2) SCSS – સીનીયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ. સરકારની ગેરંટીવાળી યોજના, સુરક્ષિત રોકાણ અને નિયમિત વ્યાજ

(3) Debt Mutual Fund – ફિકસ્ડ ડીપોઝિટની જેમ રોકાણનો વિકલ્પ છે. જોખમ ઓછું રહે છે અને નિશ્ચિત વળતર મળે છે.

(4) Hybrid Fund- ઈક્વિટી અને ડેટનું સંતુલન. ગ્રોથ અને સ્થિરતા બન્નેમાં રોકાણ થાય છે, જેથી વળતર મળે છે.

(5) Fixed Deposit-(FD) ફક્ત 2-3 વર્ષ માટે ખર્ચ અથવા ઈમરજન્સી ફંડ માટે સારો વિકલ્પ છે.

ખાસ ધ્યાનમાં રાખવા જેવી ટિપ્સ

ખાસ ધ્યાનમાં રાખો કે રીટાયરમેન્ટના પૂરા પૈસા એક જ યોજનામાં ન લગાવશો. આ રકમને અલગઅલગ વિકલ્પ પંસદ કરીને રોકાણ કરશો. જેથી જે રકમ સુરક્ષિત રહે. જોખમ ઓછુ અને નિયમિત આવક ઉભી થાય.

Disclaimer: અત્રે આપેલી માહિતી આપને માત્ર જાણકારી આપવાનો હેતું છે. અમે કોઈપણ સેવીંગ્સ સ્કીમમાં રોકાણ કરવાની સલાહ આપતા નથી. રોકાણ કરતાં પહેલા ફાઈનાન્સિયલ એડવાઈઝરની સલાહ લેવી આવશ્યક છે.

You will also like

Leave a Comment