Global Stock Market: એશિયા- યુરોપના સ્ટોક માર્કેટ તૂટ્યા, ભારતીય શેરબજાર નીચુ ખુલશે?

by Gujarati biz news
Global Stock Market

અમદાવાદ- Global Stock Market બકરી ઈદને કારણે ભારતીય શેરબજાર બંધ હતા. આજે ગુરુવારે વૈશ્વિક સ્ટોક માર્કેટ તૂટ્યા હતા. એશિયાઈ અને યુરોપિયન સ્ટોક માર્કેટ માઈનસમાં હતા. ગિફ્ટ નિફટી(Gift Nifty) પણ માઈનસમાં ટ્રેડ કરી રહ્યો હતો. કયા કારણથી વૈશ્વિક સ્ટોક માર્કેટ(Global Stock Market) તૂટ્યા હતા? કાલે ભારતીય શેરબજાર(Stock Market India) શું ખુલશે? શેરબજાર(Share Market India) નીચા મથાળે ખૂલશે તો નવુ બાઈંગ આવશે?

જૂઓ વીડિયો….

એશિયાઈ સ્ટોક માર્કેટ તૂટ્યા

આજે ગુરુવારે બકરીઈદને કારણે ભારતીય શેરબજારમાં રજા હતી. પણ સવારે(Global Stock Market) એશિયાઈ સ્ટોક માર્કેટ ઘટીને આવ્યા હતા. હોંગકોંગનો હેંગસેગ 328 પોઈન્ટ, જાપાનનો નિક્કી ઈન્ડેક્સ 393 પોઈન્ટ અને તાઈવાનનો તેઈપેઈ 620 પોઈન્ટ ઘટ્યા હતા. તે સિવાયના તમામ એશિયાઈ સ્ટોક માર્કેટ ઘટીને બંધ થયા હતા. જો કે એક માત્ર ચાઈનાનો સાંઘાઈ 4.91 પ્લસ બંધ હતો.

યુરોપિયન સ્ટોક માર્કેટ ઘટ્યા

Global Stock Market બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ ખૂલ્યા તે પણ માઈનસમાં જ ખૂલ્યા હતા. બપોરે 3.30 કલાકે લંડનનો ફૂટસી(FTSE) 79 પોઈન્ટ, ફ્રેન્ચ સ્ટોક માર્કેટનો કેક(CAC-40) ઈન્ડેક્સ 24 પોઈન્ટ અને જર્મન સ્ટોક માર્કેટનો ડેક્સ(DAX) 97 પોઈન્ટ માઈનસમાં ટ્રેડ કરતાં હતા. બપોરે જ ડાઉ જોન્સ ફ્યુચર 39 પોઈન્ટ માઈનસમાં ટ્રેડ કરતો હતો.

ગ્લોબલ માર્કેટ કેમ તૂટ્યા?

(1) ઈરાન અમેરિકા વચ્ચે સમજૂતિ કરાર કરવા અંગે ચર્ચા ચાલી રહી છે. તેવામાં અમેરિકાએ ઈરાન પર નવો હૂમલો કર્યો છે. યુએસના અધિકારીના કહેવા પ્રમાણે સેન્ટ્રલ કમાન્ડ ફોર્સે હોર્મુઝ સ્ટ્રેટ પાસે ખતરો ઉભો કરનાર ચાર ઈરાની વન-વે અટૈક ડ્રોનને પાડી દીધા હતા. યુએસ મિલિટ્રીએ બંદર અબ્બાસ પાસે એક ઈરાની ગ્રાઉન્ડ કન્ટ્રોલ સ્ટેશન  પર પણ હૂમલો કર્યો હતો. ત્યાં પાંચમું ડ્રોન લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા હતા. યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઈરાન ધૂમાડા વચ્ચે મંત્રણા કરી રહ્યું છે. યુએસમાં નવેમ્બરમાં મીડટર્મ ચૂંટણી આવી રહી છે. આથી અમે જલ્દબાજીમાં કોઈ નિર્ણય નહી લઈએ. અને મજબૂરીમાં ડીલ પણ નહી કરીએ. આમ ઈરાન અને અમેરિકા વચ્ચે વધતી જતી તંગદિલી વચ્ચે ગ્લોબલ સ્ટોક માર્કેટમાં સેલઓફથી ઘટાડો આવ્યો હતો.

Global Stock Market(2) Global Stock Market આ સમાચારથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સામાન્ય વધારો થયો હતો. બ્રેન્ટ ક્રૂડ 1.71 ડૉલર વધી 96 ડૉલર પર ટ્રેડ કરી રહ્યો હતો. તેમજ ક્રૂડ ઓઈલ 1.56 ડૉલર વધી 90.24 ડૉલર પર ટ્રેડ કરી રહ્યું હતું. આમ ક્રૂડના ભાવ વધીને આવતાં ગ્લોબલ સ્ટોક માર્કેટ પર તેની નેગેટિવ અસર પડી હતી.

બુધવારે શેરબજાર નરમ રહ્યું હતું

બુધવારે બીએસઈ સેન્સેક્સ 75,867 અને એનએસઈ નિફ્ટી 23,907 બંધ રહ્યા હતા. બેંક નિફ્ટી 54,853 બંધ હતો. બુધવારે શેરબજાર સામાન્ય ઘટીને બંધ રહ્યું હતું.

કાલે ભારતીય શેરબજારમાં શું થશે?

બપોર બાદ 4 વાગ્યે ગિફ્ટ નિફ્ટી 181 પોઈન્ટ માઈનસમાં ટ્રેડ કરી હતી. ગ્લોબલ સ્ટોક માર્કેટ(Global Stock Market) તૂટીને આવતાં અને ઈરાન અમેરિકા વચ્ચે સતત તંગદિલી વધી રહ્યાના સમાચાર છે તો કાલે ભારતીય શેરબજાર નીચા મથાળે ગેપમાં ખુલે તેવી પુરી શક્યતા જોવાઈ રહી છે. જો કે હજી મોડી રાતે ડાઉજોન્સ અને નેસ્ડેક કેવા રહે છે, તેના પર નજર રાખવી રહી. તેમજ ઈરાન મુદ્દે શુ ન્યૂઝ આવે છે, તેના પર શેરબજારની ચાલનો આધાર રહેશે. જો કાલે શેરબજાર નીચા મથાળે ખુલશે તો નીચા મથાળે વેલ્યૂ બાઈંગ આવી શકે છે. કારણ કે છેલ્લા પાંચ દિવસની ટ્રેડિંગ પેટર્ન આવી રહી છે કે જ્યારે માર્કેટ ગેપ ડાઉન ખૂલે તો બાઈંગ આવે છે અને ગેપ અપ ઓપનિંગ હોય ત્યારે પ્રોફિટ બુકિંગ આવે છે.

You will also like

Leave a Comment