અમદાવાદ- Gold Silver Market સતત ચોથા સપ્તાહે સોના ચાંદીના ભાવ ઘટ્યા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ(Gold Rate Today) તૂટી 4,000 ડૉલરની નીચે ગયું હતું. સપ્તાહ દરમિયાન ગોલ્ડની કીમત(Gold Price Today) 76 ડૉલર ઘટી અને સિલ્વરની કીમત 6 ડૉલર ઘટી હતી. સોના ચાંદીની કીમત સતત કેમ ઘટી રહી છે? સોના ચાંદીની(Gold Sulver) કીમતો હજી કેટલી વધુ ઘટી શકે છે? ઈરાન યુદ્ધ બંધ થયું છતાં સોના ચાંદીના ભાવમાં ઉછાળો કેમ ન આવ્યો? શું સોના ચાંદીમાં નીચા મથાળે નવી ખરીદી કરવી જોઈએ? શું નીચા ભાવે ગોલ્ડ સિલ્વર ખરીદવાની તક મળી છે? ટેકનિકલી ગોલ્ડ સિલ્વરમાં કયા સપોર્ટ લેવલ રાખવા? આગામી સપ્તાહે(Bullion Market) સોના ચાંદી બજારનો ટ્રેન્ડ કેવો રહેશે? સોના ચાંદી બજાર પર વિશેષ અહેવાલ….
જૂઓ વીડિયો….
સૌપ્રથમ વીતેલા સપ્તાહે Gold Silver Market આવેલ વધઘટ પર નજર કરીએ…
અમદાવાદ સોના ચાંદી બજાર
અમદાવાદ સોના ચાંદી બજારમાં(Gold Silver Market) 24 કેરેટ સોનું દસ ગ્રામે રૂપિયા 1000 ઘટી રૂપિયા 1,49,000નો ભાવ શનિવારે બંધ રહ્યો હતો. તેમજ ચાંદી ચોરસા એક કિલોએ રૂપિયા 9,000 ઘટી રૂપિયા 2,28,000 નો ભાવ બંધ રહ્યો હતો.
MCX ભાવ
એમસીએક્સ ગોલ્ડ શુક્રવારે ટ્રેડિંગ સેશનને અંતે રૂપિયા 1,44,199 બંધ રહ્યો હતો. સિલ્વર રૂપિયા 2,22,100ના ભાવ બંધ રહ્યો હતો.
ગોલ્ડ ફયુચર ઘટીને 3,975 ડૉલર
આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ ઓગસ્ટ ફ્યુચર સપ્તાહની શરૂઆતે વધી 4,238 ડૉલર થઈ અને ત્યાં નફારૂપી વેચવાલી ફરી વળતાં તૂટી 3,975 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 4,096 ડૉલર બંધ રહ્યો હતો. જે આગલા સપ્તાહના બંધભાવની સરખામણીએ 76 ડૉલર ઘટ્યો હતો.
સ્પોટ ગોલ્ડ 71 ડૉલર તૂટ્યુ
સ્પોટ ગોલ્ડ સપ્તાહની શરૂઆતે વધી 4,220 ડૉલર થઈ અને ત્યાં પ્રોફિટ બુકિંગ આવતાં ઘટી 3,959 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 4,089 ડૉલર બંધ થયો હતો. જે આગલા સપ્તાહના બંધની સામે 71 ડૉલર ઘટીને બંધ રહ્યો હતો.
સિલ્વરમાં ઘટ્યા મથાળે નવી લેવાલી
સિલ્વર જુલાઈ ફ્યુચર સપ્તાહની શરૂઆતે વધી 67.23 ડૉલર થઈ અને ભારે વેચવાલી આવતાં ઝડપથી તૂટી 55.69 ડૉલર થઈ અને સપ્તાહને અંતે ટેકારૂપી નવી લેવાલી આવતાં સુધરીને 59.22 ડૉલર બંધ રહ્યો હતો. જે ગત સપ્તાહની સરખામણીએ 5.69 ડૉલર ઘટ્યો હતો.
સ્પોટ સિલ્વર 5.74 ડૉલર ઘટી
સ્પોટ સિલ્વર સપ્તાહની શરૂઆતે વધી 67.16 ડૉલર થઈ અને ત્યાં જોરદાર વેચવાલીથી ઘટી 55.61 ડૉલર થઈ અને સપ્તાહને અંતે નીચા મથાળે નવી લેવાલી નીકળતાં સુધરીને 59.18 ડૉલર બંધ રહ્યો હતો. જે ગત સપ્તાહના બંધભાવની સરખામણીએ 5.74 ડૉલર ઘટ્યો હતો.
સોના ચાંદી તૂટવાના કારણો
(1) યુએસ ઈકોનોમીનો ડેટા પોઝિટિવ આવ્યો છે. જીડીપી ગ્રોથ અને લેબર માર્કેટ પણ સારુ રહ્યું છે. જેથી યુએસ ઈકોનોમી ખતરામાં નથી. પરિણામે(Gold Silver Market) ગોલ્ડ સિલ્વરમાં નવી લેવાલીનો અભાવ હતા.
(2) મોંઘવારી વધી રહી છે. પીસીઈ ઈન્ડેક્સને જોતા સમજ પડે છે કે ગત વર્ષની તુલનાએ મોંઘવારી 4.1 ટકા વધી છે. જોબલેસ ક્લેઈમ ઘટીને 2,15,000 રહ્યો છે. જે અનુમાન કરતાં સારો રહ્યો છે. પણ ગ્લોબલી મોંઘવારી વધી છે, જે ચિંતાનો વિષય છે. જેથી ગોલ્ડ સિલ્વરમાં દરેક ઉછાળે વેચવાલી ફરી વળી હતી.
(3) ડૉલરની મજબૂતીને કારણે ગોલ્ડ સિલ્વરમાં વેચવાલી હતી. ડૉલર ઈન્ડેક્સ 101 પર સૌથી ઊંચા સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે.
(4) યુએસ બોન્ડ યીલ્ડમાં સતત વધારો થઈ રહ્યો છે. યુએસ 10 વર્ષના બોન્ડનું યીલ્ડ વધીને 4.41 ટકા થઈ 4.37 ટકા રહ્યું હતું. આમ બોન્ડનું યીલ્ડ વધીને આવતાં ગોલ્ડ સિલ્વરમાં(Gold Silver Market) આકર્ષણ ઘટ્યું હતું અને દરેક ઉછાળે વેચવાલી આવતી હતી.
(5) ફેડરલ રીઝર્વ દ્વારા ફેડ રેટ(વ્યાજ દર)માં વધારો કરવાની ધારણા છે. જો વ્યાજ દર વધે તો ગોલ્ડ સિલ્વર ખરીદવા કોણ આગળ આવે.
સપ્તાહના છેલ્લા ગોલ્ડ સિલ્વર વધ્યા
ઈરાનના હોર્મુઝ સ્ટ્રેટ પર ઉભા રહેલા જહાજ પર ઈરાન દ્વારા ડ્રોન હૂમલો કર્યો હતો. જેને પગલે અમેરિકા ઝંઝેડાયું છે. ટ્રમ્પ ઈરાન પર હૂમલો કર્યો છે. સીઝફાયર ભંગનો આરોપ લગાવ્યો છે. આમ ફરીથી ઈરાન અમેરિકા વચ્ચે તનાતની વધી છે અને હોર્મુઝ ખાડી બંધ થવાની વાતો ચર્ચાઈ રહી છે. જેને પગલે જીઓ પોલિટિક્લ ટેન્શન ઉભું થતાં ગોલ્ડ સિલ્વરમાં ઘટાડે નવી લેવાલીનો ટેકો આવ્યો હતો અને ભાવ ઝડપી ઊંચકાયા હતા.
આગામી સપ્તાહે બજાર કેવું રહેશે?
આગામી સપ્તાહે(Gold Silver Market) સોના ચાંદી બજારમાં બે તરફી વધઘટ વચ્ચે સુધારો જોવાશે. દરેક ઘટાડે નવી લેવાલીનો ટેકો આવશે. ગોલ્ડમાં 4000 ડૉલરનો સપોર્ટ રહેશે અને સિલ્વરમાં 57 ડૉલરનો સપોર્ટ લેવલ રહેશે. આ લેવલ તૂટશે અને તેની નીચે ક્લોઝિંગ આવે તો ગોલ્ડ સિલ્વરના ભાવ હજી વધુ ઘટશે. જો કે સોના ચાંદીના ભાવ ઘટે તો બાઈંગ કરવાની તક મળી છે, તેમ સમજીને ખરીદી કરવી જોઈએ. લાંબાગાળાનો ટ્રેન્ડ તેજીનો છે. ગોલ્ડ 4200 ડૉલર કૂદાવશે તો 4500 ડૉલર થશે અને સિલ્વર 72 ડૉલર કૂદાવશે તો 80 ડૉલર સુધી જઈ શકે છે.
Stock Market India – Most Watched Article
Stock Market India: વિશ્વના સ્ટોક માર્કેટમાં હાહાકાર, ભારતીય શેરબજાર સોમવારે ઘટાડા સાથે ખૂલશે?

