Gujarat in biotechnology: બાયોટેકનોલોજીનું હબ બનવાનું ગુજરાતનું લક્ષ્ય

GRITના અહેવાલમાં ભારતની બાયોમેન્યુફેક્ચરિંગ ક્રાંતિનું નેતૃત્વ કરવા ગુજરાતનું વિઝન રજૂ

by Gujarati biz news
Gujarat in Biotechnology
Gujarat in Biotechnology

Generated by AI

ગાંધીનગર- Gujarat in biotechnology ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મેશન (GRIT) દ્વારા તૈયાર કરવામાં આવેલા નવા અહેવાલ અનુસાર, ગુજરાત 2030 સુધીમાં કુશળ માનવબળ વિકાસ, વિશેષ શિક્ષણ અને ઉદ્યોગલક્ષી કૌશલ્ય નિર્માણ પર કેન્દ્રિત મહત્ત્વાકાંક્ષી વ્યૂહરચના ની મદદથી ભારતનું બાયોટેકનોલોજી અને બાયોમેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનું અગ્રણી કેન્દ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે.

ગુજરાતની ભૂમિકા

‘ગુજરાત બાયો-ઇકોનોમી 2030: સ્ટ્રેટેજિક સ્કિલ આર્કિટેક્ચર એન્ડ વર્કફોર્સ ડેવલપમેન્ટ’ શિર્ષક ધરાવતાં આ અહેવાલ અનુસાર, ભારતની બાયો-ઇકોનોમી 2014માં લગભગ 10 અબજ ડૉલરથી વધીને 2024માં 150 અબજ ડૉલરથી વધુ થઈ ગઈ છે.(Gujarat in biotechnology) કેન્દ્ર સરકારની BioE3 Policy (Biotechnology for Economy, Environment and Employment)ના સમર્થન સાથે દેશે દાયકાના અંત સુધીમાં 300 અબજ ડૉલરની બાયો-ઇકોનોમીનું લક્ષ્ય નક્કી કર્યું છે, જેમાં ગુજરાતની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ રહેશે.

આશરે 40 ટકા હિસ્સો ધરાવે છે

ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત આગામી વર્ષોમાં દેશના બાયો-ઇકોનોમી ક્ષેત્રમાં અગ્રણી રાજ્ય તરીકે ઉભરી આવવા માટે સજ્જ છે. ગુજરાત હાલમાં ભારતના કુલ ફાર્માસ્યુટિકલ ઉત્પાદનનો આશરે 40 ટકા હિસ્સો ધરાવે છે,(Gujarat in biotechnology) તેમજ દેશના અગ્રણી કેમિકલ ઉત્પાદન કેન્દ્રોમાંનું એક છે.

300 અબજ ડૉલરની બાયો-ઇકોનોમી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની બાયો-ઇકોનોમીએ નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી છે. 2014માં લગભગ 10 અબજ ડૉલરથી વધીને 2024માં તે 150 અબજ ડૉલરથી વધુ થઈ ગઈ છે. વર્ષ 2030 સુધીમાં 300 અબજ ડૉલરની બાયો-ઇકોનોમીનું રાષ્ટ્રીય લક્ષ્ય માત્ર મહત્ત્વાકાંક્ષા નથી, પરંતુ સ્થાનિક માંગ અને નિકાસની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલું આર્થિક આયોજન છે.

વૃદ્ધિને ગતિ આપતા મુખ્ય પેટા-ક્ષેત્રો આ મુજબ છે:

• બાયોફાર્મા (35 ટકા): રસી, થેરાપ્યુટિક્સ અને ડાયગ્નોસ્ટિક્સનું પ્રભુત્વ. ભારત વિશ્વભરમાં વિવિધ રસીઓની કુલ માંગના 35 ટકાથી વધુ પુરવઠો સપ્લાય કરે છે. mRNA અને વાયરલ વેક્ટર જેવી નવી ટેક્નોલોજીના વિકાસ સાથે આ ક્ષમતા વધુ વિસ્તરવાની શક્યતા છે.

• બાયો-ઇન્ડસ્ટ્રીયલ (47 ટકા) : ઇથેનોલ મિશ્રણ (20 ટકાનું લક્ષ્ય સમય પહેલાં હાંસલ) અને બાયો આધારિત રસાયણોના વધતા ઉપયોગને કારણે ફર્મેન્ટેશન ટેક્નોલોજીના નિષ્ણાતોની માંગમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.

• બાયો-એગ્રીકલ્ચર (8 ટકા) : આબોહવા પરિવર્તનથી ખાદ્ય સુરક્ષાને પડકાર ઊભા થતાં CRISPR આધારિત પાક અને બાયો-ફર્ટિલાઇઝર જેવી ટેક્નોલોજી હવે પ્રયોગશાળાથી ખેતર સુધી પહોંચી રહી છે.

બાયો પૉલીસી

કેન્દ્ર સરકારની BioE3 Policy (Biotechnology for Economy, Environment and Employment)માં ઉચ્ચ કાર્યક્ષમ બાયોમેન્યુફેક્ચરિંગ માટે કુશળ માનવબળની જરૂરિયાત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. પોલીસી ડોક્યુમેન્ટ અનુસાર યોગ્ય પ્રતિભા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી ક્ષમતા મહત્તમ ઉપયોગ શક્ય બનશે.

ઔદ્યોગિક શક્તિથી બાયો-ઇકોનોમી તરફ

ગુજરાત દેશનું મહત્વનું ઔદ્યોગિક રાજ્ય ગણાય છે. રાજ્ય ભારતના કુલ ફાર્માસ્યુટિકલ ઉત્પાદનના આશરે 40 ટકા હિસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે અને કેમિકલ પ્રોસેસિંગ ક્ષેત્રમાં પણ અગ્રેસર છે. (Gujarat in biotechnology) ગુજરાત સ્ટેટ બાયોટેક્નોલોજી પોલિસી 2022-27 રાજ્યની ઔદ્યોગિક ક્ષમતાને બાયો-ઇકોનોમીમાં રૂપાંતરિત કરવાની સ્પષ્ટ દિશા દર્શાવે છે. રાજ્યનું લક્ષ્ય માત્ર જેનરિક દવાઓના ઉત્પાદનથી આગળ વધી નવીન બાયોલોજિક્સના વિકાસમાં અગ્રેસર બનવાનું છે.

વૈશ્વિક બાયો-ઇકોનોમી ક્ષેત્ર

GRITના અહેવાલમાં જણાવાયું છે કે ગુજરાત પાસે ઔદ્યોગિક વિકાસનો આધાર , વિશાળ ઉત્પાદક ક્ષમતા, સંશોધન સંસ્થાઓ, પ્રગતિશીલ નીતિઓ, 1,600 કિલોમીટર લાંબો દરિયાકિનારો અને વૈવિધ્યસભર કૃષિ ક્ષેત્ર જેવા તમામ જરૂરી પરિબળો ઉપલબ્ધ હોવાથી રાજ્ય વૈશ્વિક બાયો-ઇકોનોમી ક્ષેત્રમાં અગ્રણી બની શકે છે.

નવી તકો

અહેવાલ અનુસાર, 300 અબજ ડૉલરની બાયો-ઇકોનોમીના લક્ષ્યને સાકાર કરવા માટે રાજ્યમાં મજબૂત સ્થાનિક પ્રતિભા ઇકોસિસ્ટમ વિકસાવવાની મોટી તક છે. જેના પરિણામે અન્ય પ્રતિભા પલાયન ઘટશે તેમજ કર્મચારીઓને ફરીથી તાલીમ આપવાની જરૂરિયાત ઓછી થશે. વિશેષ શિક્ષણ અને કૌશલ્ય વિકાસ દ્વારા રાજ્યની ક્ષમતામાં વૃદ્ધિ કરી ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપી શકાય છે.

મજબૂત શૈક્ષણિક પાયો

ગુજરાતમાં બાયોટેક્નોલોજી(Gujarat in biotechnology) અને સંબંધિત અભ્યાસક્રમો ચલાવતી 23 સંસ્થાઓના વ્યાપક અભ્યાસમાં રાજ્યના શિક્ષણ ક્ષેત્રનો મજબૂત પાયો અને તેની નોંધપાત્ર ક્ષમતાઓ સામે આવી છે. આ વિશ્લેષણ દર્શાવે છે કે ગુજરાત બાયોટેક્નોલોજી ક્ષેત્ર માટે ગુણવત્તાસભર માનવસંસાધન તૈયાર કરવામાં સક્ષમ છે. સાથે જ, ઉભરતા ઉદ્યોગલક્ષી પ્રવાહોને ધ્યાનમાં રાખીને અભ્યાસક્રમોને વધુ સુસંગત બનાવવાની વિશાળ તકો પણ ઉપલબ્ધ છે, જેથી ભવિષ્યની બાયોટેક્નોલોજી જરૂરિયાતોને અનુરૂપ કુશળ યુવાનો તૈયાર થઈ શકે.

You will also like

Leave a Comment