
Generated by AI
અમદાવાદ- Gold Silver Market ચાર સપ્તાહના ઘટાડા પછી સોના ચાંદીના ભાવ વધ્યા હતા. સોના ચાંદીમાં(Gold Rate Today) ઘટ્યા ભાવે નવી લેવાલી આવી હતી. પરિણામે ગોલ્ડમાં 91 ડૉલર અને સિલ્વરમાં 3થી વધુ ડૉલરનો ઉછાળો આવ્યો હતો.(Gold Price Today) સોના ચાંદી ઈટીએફમાં રોકાણ વધ્યું છે. સોના ચાંદીના ભાવ વધવા પાછળ કયા કારણો? સોના ચાંદીના હજી વધુ ભાવ ઘટી શકે છે? કે પછી અહીંયાથી તેજી શરૂ થશે? ટેકનિકલી સોના ચાંદી બજાર કેવું લાગે છે? આગામી સપ્તાહે સોના ચાંદી બજાર(Gold Silver Market) કેવું રહેશે? વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલા રીપોર્ટમાં ચોંકવનારી માહિતી વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રીપોર્ટ અનુસાર કોણે સૌથી વધુ ગોલ્ડ ખરીદ્યું છે? સોના ચાંદી ઈટીએફમાં રોકાણ કેમ વધ્યું?
જૂઓ વીડિયો….
Gold Silver Market ચાંદીનો ભાવ 7,000 ઘટ્યો
અમદાવાદ સોનાચાંદી બજાર(માણેકચોક)માં(Gold Silver Market) 999 ટચ સોનું દસ ગ્રામે રૂપિયા 1,000 વધી રૂપિયા 1,50,000 રહ્યો હતો. તેમજ ચાંદી ચોરસા એક કિલોએ રૂપિયા 7,000 વધી રૂ.2,35,000 બંધ થયો હતો.
MCX ના ભાવ
એમસીએક્સમાં શુક્રવારે માર્કેટ ક્લોઝ થયું ત્યારે ગોલ્ડ રૂપિયા 1,47,365 અને સિલ્વર રૂ.2,37,499 બંધ હતા.
ગોલ્ડ ફ્યુચરમાં 91 ડૉલરનો ઉછાળો
આંતરરાષ્ટ્રીય બજારમાં(Gold Silver Market) ગોલ્ડ ઓગસ્ટ ફ્યુચર સપ્તાહની શરૂઆતે ઘટીને 3,955 ડૉલર થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઝડપી ઉછળી 4207 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 4187 ડૉલર બંધ રહ્યો હતો. જે ગત સપ્તાહના બંધભાવની સરખામણીએ 91 ડૉલરનો ઉછાળો દર્શાવે છે.
સ્પોટ ગોલ્ડ 86 ડૉલર વધ્યું
સ્પોટ ગોલ્ડ સપ્તાહની શરૂઆતે ઘટી 3,944 ડૉલર થઈ અને નવી લેવાલી નીકળતાં ઝડપી વધી 4,195 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 4,175 ડૉલર બંધ થયો હતો. જે ગત સપ્તાહની સરખામણીએ 86 ડૉલરનો ઉછાળો દર્શાવે છે.
સિલ્વર ફ્યુચરમાં ભારે લેવાલી
સિલ્વર સપ્ટેમ્બર ફ્યુચર સપ્તાહની શરૂઆતે ઘટી 57.06 ડૉલર થઈ અને નીચા મથાળે નવી લેવાલી નીકળતાં વધી 63.35 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 62.81 ડૉલર બંધ રહ્યો હતો. જે ગત સપ્તાહની સરખામણીએ 3.35 ડૉલરની મજબૂતી દર્શાવે છે.
સ્પોટ સિલ્વરમાં 3.24 ડૉલરની મજબૂતી
સ્પોટ સિલ્વર સપ્તાહની શરૂઆતે ઘટી 56.59 ડૉલર થઈ અને ત્યાં ઘટાડે નવી લેવાલીથી વધી 62.95 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 62.42 ડૉલર બંધ થયો હતો. જે ગત સપ્તાહની સરખામણીએ 3.24 ડૉલરનો ઉછાળો દર્શાવે છે.
ગોલ્ડ સિલ્વરમાં તેજીના કારણો
(1) યુએસમાં રોજગારીનો રીપોર્ટ આવ્યો હતો. જે ધારણા કરતાં નબળો હતો. જૂનમાં નોન ફાર્મ પેરોલના આંકડા મુજબ 57,000 નવી નોકરી વધી હતી. જે ધારણા કરતાં ઓછી હતી. તેમજ બેરોજગારીનો દર ઘટીને 4.2 ટકા આવ્યો હતો. બેરોજગારી દર ઘટીને આવતાં બજારમાં એમ કહેવાતું હતું કે હવે ફેડ રેટમાં વધારો થવાની શક્યતા ઓછી છે. જેથી(Gold Silver Market) ગોલ્ડ સિલ્વરમાં નવી લેવાલી આવી હતી અને ભાવ ઊંચકાયા હતા.
(2) ડૉલર નબળો પડ્યો હતો. ડૉલર ઈન્ડેક્સ 101.57 થી ઘટીને 100.62 થયો હતો. ડૉલરની નરમાઈને કારણે(Gold Silver Market) ગોલ્ડ સિલ્વરમાં નવી લેવાલી આવી હતી. બીજી તરફ યુએસમાં 10 વર્ષના બોન્ડનું યીલ્ડ 4.5 ટકા યથાવત રહ્યું હતું.
(3) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ઘટ્યા છે. ક્રૂડ ઓઈલ 68.78 ડૉલર અને બ્રેન્ટ ક્રૂડ 72.12 ડૉલર થયો હતો. આમ હવે પેટ્રોલ ડીઝલ, ગેસના ભાવ ઘટ્યા હોવાથી હવે મોંઘવારી ઘટીને આવશે, જેથી ફેડ રેટમાં વધારાની વાતનો છેદ ઉડી જશે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલનો રીપોર્ટ
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલના રીપોર્ટ મુજબ મે મહિનામાં સેન્ટ્રેલ બેંકોએ 41 ટન સોનું ખરીદ્યું છે, તેમના ગોલ્ડ રીઝર્વમાં વધારો કર્યો છે. જેમાં પોલેન્ડે 18 ટન અને ચીને 10 ટન સોનું ખરીદ્યું છે. તે સાથે ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન અને સિંગાપોરે પણ ગોલ્ડની ખરીદી કરી હતી. તો સામે તુર્કીએ 3 ટન અને રશિયાએ 6 ટન સોનું વેચ્યું હોવાના અહેવાલો છે.
પોલેન્ડની સૌથી વધુ ખરીદી
પોલેન્ડ છેલ્લા ચાર મહિનાથી ગોલ્ડમાં સતત ખરીદી કરી રહ્યું છે. ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં 64 ટન સોનું ખરીદ્યું છે. મે મહિનામાં ફેબ્રુઆરી પછી સૌથી વધુ ખરીદી કરી છે. અત્યાર સુધીમાં પોલેન્ડે 614 ટનનું ગોલ્ડ રીઝર્વ બનાવ્યું છે, તેનો લક્ષ્યાંક 700 ટનનો છે.
ઈટીએફમાં રોકાણ વધ્યું
ભારતમાં જૂન મહિનામાં ગોલ્ડ ઈટીએફમાં રૂપિયા 2,900 કરોડનું નવું રોકાણ આવ્યું છે. તેવી જ રીતે સિલ્વરમાં રૂ.4,900 કરોડનું ઈન્વેસ્ટમેન્ટ આવ્યું છે. છેલ્લા ચાર મહિનાથી વીથડ્રોલ હતું, જૂનમાં નવું રોકાણ આવ્યું છે. તેની પાછળનું કારણ એ છે કે ગોલ્ડ અને સિલ્વર વધ્યા મથાળેથી અંદાજે 12 ટકા તૂટ્યા હતા. જેથી લૉ લેવલ પર ઈન્વેસ્ટમેન્ટરૂપી નવી લેવાલી આવી હતી.
આગામી સપ્તાહે સોના ચાંદી બજાર કેવું રહેશે?
આગામી સપ્તાહે(Gold Silver Market) ગોલ્ડ સિલ્વરમાં બે તરફી વધઘટ જોવાશે. હજી ઈરાન અને યુએસ વચ્ચે તંગદિલીભર્યું વાતાવરણ છે. હોર્મુઝ મુદ્દે કોઈ નિર્ણય લેવાયો નથી. ઈરાન ટેક્સ લેવાની વાત કરે છે અને યુએસ તેનો વિરોધ કરે છે. પીસ ડીલ અંગેની ચર્ચા અટકી છે. જેથી ગમે ત્યારે ફરીથી પાછુ જીઓ પોલિટિક્લ ટેન્શનમાં વધારો થાય તેવી સ્થિતિ છે. જેથી ઈરાન અને યુએસના સમાચાર પર બજારની ભાવી ચાલનો આધાર રહેશે.
ટેકનિકલી બજાર કેવું?
ટેકનિકલી ગોલ્ડ સિલ્વર માર્કેટમાં(Gold Silver Market) હજી રીએક્શન પુરુ થયું હોય તેવું કોઈ કન્ફર્મેશન મળ્યું નથી. હા… ગોલ્ડમાં નીચામાં 4,000 ડૉલરનું સપોર્ટ લેવલ બન્યું છે. ઉપરમાં 4200 ક્રોસ કરીને તેની ઉપર બંધ આવશે તો 4,300 ડૉલર થઈ શકે છે. સિલ્વરમાં 58 ડૉલરનો સપોર્ટ લેવલ છે, ઉપરમાં તે 63 કૂદાવશે તો 65થી 68 સુધી જઈ શકે છે. જો ગોલ્ડ 4,000 ડૉલરની નીચે જશે તો 3,900 સુધી જઈ શકે છે. 14 જુલાઈએ યુએસ સીપીઆઈ ડેટા આવશે અને 29 જુલાઈએ એફઓએમસીની બેઠક મળશે. જેથી આગામી પંદર દિવસ બજાર બે તરફી વધઘટમાં અથડાશે.

