Pisces Zodiac: મીન રાશિના જાતકોએ આર્થિક જીવનમાં સફળતા મેળવવા શું કરશો?

મીન રાશિની એ ટુ ઝેડ માહિતી....

by Gujarati biz news
Pisces Zodiac

Pisces Zodiacઅમદાવાદ- Pisces Zodiac જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ બાર રાશિ આવે છે. બાર રાશિઓના જાતકોનું અવલોકન કરીએ તો અલગઅલગ વ્યક્તિત્વ જોવા મળતું હોય છે. દરેક રાશિની આગવી વિશેષતા અને લક્ષણો હોય છે.  આજે આપણે બારમી રાશિ મીન રાશિના(Meen Rashi- Pisces Zodiac) જાતકોનું વ્યક્તિત્વ, પ્રભાવ, સ્વભાવ, ધંધો, તંદુરસ્તી અગે જાણીશું. મીન રાશિના(Pisces Zodiac) જાતકોને જીવનમાં નિષ્ફળતા મળે તો શું કરશો? તેના ઉપાય જાણીશું. તેમજ આર્થિક જીવનમાં સફળતા મેળવવા કયા ભગવાનની પૂજા કરશો? આવો જાણીએ વિશેષ અહેવાલમાં મીન રાશિની એ ટુ ઝેડ માહિતી….

મીન (દ, ચ, ઝ, થ) Pisces Zodiac

રાશિ ચક્રના 331 થી 360 અંશ સુધીના ભાગને મીન રાશિ કહે છે. તે શરીરના પગના તળિયા ઉપર અમલ કરે છે.

વ્યક્તિત્વ

મીન રાશિના(Pisces Zodiac) જાતકો સંવેદનશીલ અને ભાવુક લાગણી ધરાવે છે. દરેક પ્રત્યે હમદર્દી રાખે છે. ધીરજ અને ચિંતાવાળા હોય છે. નિર્ણયો જલ્દી લઈ શકતાં નથી. કલા પ્રત્યે પ્રેમી હોય છે.

દેખાવ

મીન રાશિવાળા સામાન્ચ રીતે  ગૌર વર્ણના, ઠીંગણા, લંબગોળ ચહેરાવાળા, સામાન્ય ભરાવદાર શરીરવાળા, પહોળી છાતીવાળા, સ્વાવે ઉતાવળિયા પોતાના કાર્યમાં મસ્ત રહેનારા હોય છે. બીજાની ઉપર ઝડપથી વિશ્વાસ મૂકી દે છે. જાત મહેનતથી આગળ આવે છે. પોતાના મનથી કામ કરે છે. સહનશીલતા હોતી નથી. સંગીત અને કલા પ્રત્યે રુચિ હોય છે.

રોજગારી

મીન રાશિના લોકો  પ્રવાસના શોખીન, ટૂર ટ્રાવેલ્સ બિઝનેસ, ખલાસી, હોટલના માલિક, દલાલીનું કામ કરનારા, કલાકાર, લેખક, તત્વજ્ઞાની, સામાજિક કાર્યકર, ડોક્ટર, મેડિકલ ક્ષેત્રમાં આગળ આવે. પાણીના વેપારી, ગુપ્ત વિદ્યાના જાણકાર, નાના મોટા ઉદ્યોગકાર, પ્રકાશક, સંત ઉપદેશક, બુકના વેચનારા, બેંકમાં કામ કરનારા, મેનેજર, રાજ્યકક્ષાના ઉચ્ચ અમલદાર હોય છે.

તંદુરસ્તી

મીન રાશિના જાતકોને સામાન્ય રીતે પગનો દુખાવો, પેટની તકલીફ થવી, લોહી વિકાર, શરદી, સંધિવા, મસ્તકના રોગી, પીઠના રોગવાળા, બીપી, ખસ-ખુજલી, ગડ ગુમડ જેવા રોગ થાય છે.

રાશિના સ્વામી ગુરુ છે.

રાશિનો રંગ આછો પીળો, સફેદ, સોનેરી છે.

રાશિ વર્ણ બ્રાહ્મણ છે.

રાશિનો આકાર માછલી છે.

રાશિનો સ્વભાવ દ્વિ સ્વભાવ હોય છે.

રાશિની દિશા ઉત્તર છે.

રાશિની પ્રકૃતિ કફ છે.

રાશિ તત્વ જળ છે.

રાશિની લિંગ સ્ત્રી છે.

રાશિની ઉન્નતિ 30 માં વર્ષે થાય છે.

રાશિ દેવતા વિષ્ણુ અને ગુરૂ છે.

રાશિ લાભઃ ભગવાન વિષ્ણુની પૂજા કરવી સાથે શિવજીનો હવન કરવો. આપના જન્માક્ષર જાણકાર જ્યોતિષાચાર્યને બતાવીને તેમના માર્ગદર્શનથી ગુરુનો નંગ ધારણ કરવાથી લાભ થાય છે.

મીન રાશિને(Pisces Zodiac) ત્રણ રાશિઓ સાથે વધારે લેણ દેણ

મીન રાશિના જાતકોને વૃશ્ચિક અને કર્ક રાશિ જેવી જળ રાશિઓના લોકો સાથે સારી અનુકૂળતા આવે છે. તે સાથે કન્યા રાશિવાળા સાથે પણ સારા સંબધો પ્રસ્થાપિત થાય છે. ટૂંકમાં મીન રાશિના લાકોને વૃશ્ચિક, કર્ક અને કન્યા રાશિવાળા સાથે વધારે લેણદેણ રહે છે.

સફળતા માટે શું કરશો?

મીન રાશિવાળા(Pisces Zodiac) લોકોની આવક ખૂબ હોય છે, પણ સામે ખર્ચ પણ એટલો જ કરતાં હોય છે. ઘણીવાર આકસ્મિક જરૂરિયાત ઉભી થાય તો લોન પણ લેવી પડે છે. ટૂંકમાં મીન રાશિવાળાનું આર્થિક જીવન ચડઉતરવાળું રહેતું હોય છે. મીન રાશિના અધિપતિ ગુરુ ગ્રહ છે. જેથી દર ગુરુવારે તમારે ચણાની દાળ ગાયને ખવડાવવી જોઈએ. શક્ય હોય તો ગરુવારે એક ટંક જમીને ઉપવાસ કરી શકો છો. તેમજ તમારા કાર્યક્ષેત્રમાં સફળતા મેળવવા માટે તેમજ આરોગ્ય માટે તમે દર સોમવારે શિવજીના મંદિરે જઈને શિવલિંગ પર દૂધ અને જળ ચઢાવવું જોઈએ. શુક્રવારે કીડીયારુ પુરશો તો ભગવાન વિષ્ણુ ખૂબ જ રાજી થશે અને તમારા તમામ કામમાં તમને સફળતા મળશે.

  • ડૉ જતીન મહેતા જ્યોતિષ આચાર્ય, બનારસ

(નોંધ- ઉપરોક્ત સર્વસામાન્ય અવલોકન જ્યોતિષ શાસ્ત્રને આધારે છે, તેને gujaratibiznews.com પુષ્ટિ કરતું નથી. તેમજ તમારા જન્મના ગ્રહોને આધારે પણ આપ તેને મુલવી શકો છો.)

You will also like

Leave a Comment