
Generated by AI
અમદાવાદ- Petrol Diesel Prices 2026 આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટી ગયા છે, તો હવે ભારતની ઓઈલ કંપનીઓ પેટ્રોલ ડીઝલના ભાવ કયારે ઘટાડશે? ભારતવાસીઓ રાહ જોઈને બેઠા છે કે સરકાર આજે નહી તો કાલે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડશે. છેલ્લા દસ દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડાની રાહ જોવાઈ રહી છે, પણ હજી સુધી સરકારે પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો નથી. શું ખરેખર સરકાર કે ઓઈલ કંપનીઓની ઈચ્છા છે કે તેઓ ભાવમાં ઘટાડો કરશે! www.gujaratibiznews.com ના એડિટર ભરત પંચાલનો વિશેષ અહેવાલ…
હોર્મુઝ બંધ થતાં સપ્લાય ચેઈન ખોરવાઈ
યુએસ, ઈરાન અને ઈઝરાયલ વચ્ચે 28 ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ થયું હતું, ત્યારે ઈરાને હોર્મુઝ ખાડી બંધ કરી હતી. ભારત હોર્મુઝ ખાડીવાળા રસ્તેથી ક્રૂડ આયાત કરે છે. હવે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થઈ જતાં ભારતની મુશ્કેલીમાં વધારો થયો હતો. જો કે રશિયા પાસેથી ક્રૂડ જંગી માત્રમાં આયાત કરવામાં આવ્યું હતું. પણ હોર્મુઝ બંધ થતાં આંતરરાષ્ટ્રીય બજારમા ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો આવ્યો હતો.
વિશ્વના દેશોમાં મોંઘવારી વધી
હોર્મુઝ બંધ થયા પછી એશિયાઈ દેશોમાં ક્રૂડની સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ હતી. જેથી વિશ્વના તમામ દેશોને(Petrol Diesel Prices 2026) પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરવો પડ્યો હતો. જેનાથી મોંઘવારી પણ વધી છે. આમ વૈશ્વિક અર્થતંત્ર ડામાડોળ થઈ ગયું હતું. કેટલાક દેશોની સેન્ટ્રેલ બેંકોએ વ્યાજ દરમાં વધારો કરવો પડ્યો હતો. તેમજ રાહત પેકેજ પણ જાહેર કરવા પડ્યા હતા. ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળાને કારણે દરેક દેશોની કરંટ એકાઉન્ટની ડેફિસીટ વધી, આયાત ખર્ચ વધ્યો, મોંઘવારી વધી, બચતો ઘટી, જીડીપી ગ્રોથ પર નેગેટિવ અસર પડી હતી. છેલ્લા ચાર મહિનાથી વૈશ્વિક અર્થતંત્ર કટોકટીમાં મુકાઈ ગયું છે.
પ્રજાની માંગ
આંતરરાષ્ટ્રીય બજારમાં મિડલ ઈસ્ટ યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલની કીમત 65 ડૉલરથી વધીને 121 ડૉલર થઈ હતી. પણ હવે જ્યારે યુદ્ધ બંધ થયું છે અને પીસ ડીલ પર વાતચીત ચાલી રહી છે, ત્યારે હાલ ક્રૂડ ઓઈલની કીમત 121 ડૉલરથી તૂટીને 68 ડૉલર આવી ગઈ છે. તો હવે ભારત સરકાર કે ઓઈલ કંપનીઓએ પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો કરવો જોઈએ? એવી માંગ આમ જનતા કરી રહી છે.
પેટ્રોલ ડીઝલના ભાવમાં 10 દિવસમાં ચાર વખત વધારો
અત્રે નોંધનીય છે કે ક્રૂડ ઓઈલના ભાવ વધતાં ભારત સરકારે(Petrol Diesel Prices 2026) પેટ્રોલ ડીઝલના ભાવમાં 10 દિવસમાં ચાર વખત વધારો કર્યો હતો. પેટ્રોલ ડીઝલના ભાવમાં ચાર વખતમાં થઈ કુલ રૂપિયા 07નો વધારો કર્યો હતો. તેમજ તે અગાઉ કેન્દ્ર સરકારે 10 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી હતી. આમ કરીને સરકારે ભાવ વધારાનો બોજો પ્રજા પર નાંખ્યો ન હતો.
પેટ્રોલિયમ પ્રધાનનું અસ્પષ્ટ નિવેદન
તાજેતરમાં જ પેટ્રોલિયમપ્રધાન હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે ઈંધણની કીમતોમાં કોઈ ખાસ વધારો કર્યો નથી. પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો કયારે કરવામાં આવશે, તેના જવાબમાં જણાવ્યું હતું કે વર્તમાનમાં વેચાતું પેટ્રોલ ડીઝલ તે કાચા તેલમાંથી રિફાઈન કરવામાં આવે છે. જ્યારે કાચા તેલની ખરીદી કરી હતી ત્યારે કાચા તેલના ભાવ ઊંચા હતા અને તેથી વધુ રકમ ચુકવવી પડી હતી. હાલ ઓઈલ કંપનીઓને ભારે નુકસાન ઉઠાવવું પડી રહ્યું છે અને વધતી જતી પડતરનો સામનો કરી રહ્યું છે.
1 લાખ કરોડની આવકનું નુકસાન
હરદીપસિંહ પુરીએ વધુમાં કહ્યું હતું કે કાચા તેલની કીમતોમાં વધારા પછી કેન્દ્ર સરકારે પ્રતિ લીટર 10 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટીને ઘટાડી હતી, જેનાથી સરકારને 1 લાખ કરોડ રૂપિયાની આવકનું નુકસાન થઈ રહ્યું છે.
ઓઈલ કંપનીઓને મોટુ નુકસાન
પેટ્રોલિયમપ્રધાનના આ જવાબથી લાગતું નથી કે સરકાર કે ઓઈલ કંપનીઓ હાલ પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો કરે. ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે સરકારે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કર્યો ન હતો. પણ ચૂંટણી પતી પછી ભાવ વધારો જાહેર કર્યો હતો. જે સમયગાળા દરમિયાન ઓઈલ કંપનીઓએ મોટુ નુકસાન સહન કર્યું છે. એટલે એવુ સમજાય છે કે ચૂંટણીના સમયગાળામાં ભાવ વધારો ન કર્યો તે નુકસાનની ભરપાઈ હાલ કરાઈ રહી છે. ઓઈલ કંપનીઓ તો તેમની બેલેન્સશીટમાં તગડો નફો દર્શાવી રહી છે. નુકસાનની વાત ગળે ઉતરે તેવી નથી.
દસ દિવસથી ક્રૂડના ભાવ તૂટી રહ્યા છે
વિદેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ(Petrol Diesel Prices 2026) ક્રૂડ ઓઈલના ભાવની વધઘટને આધારે રોજ બદલાય છે. ત્યાં બિલકુલ ટ્રાન્સપરન્ટ રીતે થાય છે. આવું ભારતમાં કયારે થશે? છેલ્લા દસ દિવસથી ક્રૂડના ભાવ તૂટી ગયા છે. વધ્યા ભાવથી લગભગ બમણા ઘટ્યા છે. પણ હજી ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો કરાયો નથી. જે ચિંતાનો વિષય છે.
આયાત ખર્ચ અડધો થઈ ગયો!
જો સરકાર પેટ્રોલ ડીઝલની કીમતોમાં ઘટાડો કરશે તો ભારતમાં મોંઘવારી ઘટીને આવશે. મોંઘવારી ઘટશે તો તેની ભારતના અર્થતંત્ર પર અને જીડીપી ગ્રોથ પર પોઝિટિવ અસર પડશે. ક્રૂડના ભાવ ઘટતાં કેન્દ્ર સરકારનો આયાત ખર્ચ અડધો થઈ ગયો છે. ડૉલર સામે રૂપિયો પણ મજબૂત થઈ રહ્યો છે. બસ હવે કેન્દ્ર સરકાર અને ઓઈલ કંપનીઓ અર્થતંત્ર અને પ્રજાના હિતમાં પેટ્રોલ ડીઝલની કીમતોમાં ઘટાડો કરે તે ખૂબ જરૂરી છે. સરકાર ભલે 7 રૂપિયાનો ઘટાડો ન કરે, પણ 3 રૂપિયા ઘટાડો કરે તો પણ તેની ભારતીય અર્થતંત્ર પર પોઝિટિવ અસર પડશે અને મોંઘવારી આરબીઆઈના લક્ષ્યાંક મુજબ કાબુમાં રહેશે.
મોંઘવારીને કાબુમાં લેવી જરૂરી
ભારતીય રીઝર્વ બેંક હોય કે યુએસની ફેડરલ રીઝર્વ હોય બધા દેશોની સેન્ટ્રલ બેંકોની ચિંતા એ જ છે કે મોંઘવારીને કાબુમાં લેવા પગલા લેવા જોઈએ. તો મોંઘવારીને કાબુમાં લેવા માટે ક્રૂડ ઓઈલના ભાવ ઘટ્યા છે તો(Petrol Diesel Prices 2026) પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો કરવો જોઈએ. સરકાર, પ્રજા અને આર્થિક ગ્રોથ માટે તે ખૂબ જરૂરી છે.

