
Image Generated by AI
અમદાવાદ- Gold Silver Market સોનાચાંદીમાં સતત ત્રીજા સપ્તાહે ઉછાળો આવ્યો હતો. ગોલ્ડમાં વીતેલા સપ્તાહે 225 ડૉલરનો ઉછાળો નોંધાયો હતો અને(Gold Rate Today) ભાવ 4600 ડૉલરની સપાટી વટાવી ગયો હતો. સિલ્વરમાં વીતેલા સપ્તાહે 4 ડૉલરનો ઉછાળો આવી(Silver Rate Today) ભાવ 70 ડૉલરને ક્રોસ થયો હતો. સોનાચાંદીમાં તેજી થતાં ટ્રેડિંગ વોલ્યૂમમાં વધારો થયો હતો. ગોલ્ડ સિલ્વરમાં(Gold Price Today) ઉછાળો આવવા પાછળ કયા કારણો? આગામી સપ્તાહે ઈકોનોમીક કઈ મહત્ત્વની ઈવેન્ટ છે? આગામી સપ્તાહે ગોલ્ડ સિલ્વરમાં તેજી આગળ વધશે? આગામી સપ્તાહે ગોલ્ડ સિલ્વરમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવશે? ટેકનિકલી ગોલ્ડ સિલ્વર બજાર(Bullion Market) કેવું રહેશે?
જૂઓ વીડિયો….
અમદાવાદ સોનાચાંદી બજાર
અમદાવાદ સોનાચાંદી બજારમાં (Gold Silver Market) આજે શનિવારે 24 કેરેટ સોનાનો ભાવ દસ ગ્રામે સપ્તાહ દરમિયાન રૂપિયા 5,000 ઉછળી રૂ.162,000 રહ્યો હતો. તેમજ ચાંદી ચોરસાનો ભાવ એક કિલોએ સપ્તાહ દરમિયાન રૂપિયા 8,000 ઉછળી 2,45,000 રહ્યો હતો.
MCX માં ભાવ
મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં શુક્રવારે માર્કેટ ક્લોઝ થયું ત્યારે ગોલ્ડ રૂપિયા 1,62,440 રહ્યું હતું અને સિલ્વર રૂપિયા 2,46,360 રહી હતી.
ગોલ્ડમાં એક મહિનામાં 14.36 ટકાનો ઉછાળો
આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ ડીસેમ્બર ફ્યુચર સપ્તાહની શરૂઆતે ઘટી 4,378 ડૉલર થઈ અને તે લેવલે નવી લેવાલી નીકળતાં ઝડપથી ઉછળી 4690 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 4661 ડૉલર બંધ રહ્યો હતો. જે વીતેલા સપ્તાહની સરખામણીએ 224 ડૉલર(5.05 ટકા)નો ઉછાળો દર્શાવે છે. એક મહિનામાં ગોલ્ડના ભાવમાં 14.36 ટકાનો ઉછાળો નોંધાયો છે.
સ્પોટ ગોલ્ડમાં 228 ડૉલરનો ઉછાળો
સ્પોટ ગોલ્ડ સપ્તાહની શરૂઆતે ઘટી 4324 ડૉલર થઈ અને ત્યાં ભારે બાઈંગ આવતાં ઝડપથી ઉછળી 4632 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 4604 ડૉલર બંધ રહ્યો હતો. જે વીતેલા સપ્તાહની સરખામણીએ સ્પોટ ગોલ્ડમાં 228 ડૉલર(5.19 ટકા)નો ઉછાળો નોંધાયો હતો.
સિલ્વર સપ્ટેમ્બર ફ્યુચરમાં 5.99 ટકાનો ઉછાળો
આંતરરાષ્ટ્રીય બજારમાં સપ્ટેમ્બર સિલ્વર ફ્યુચર સપ્તાહની શરૂઆતે ઘટી 62.55 ડૉલર થઈ અને ગોલ્ડ પાછળ સિલ્વરમાં નવી લેવાલી નીકળતાં ઉછળી 70.07 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 69.01 ડૉલર બંધ રહ્યો હતો. વીતેલા સપ્તાહની સરખામણીએ 3.91 ડૉલર(5.99 ટકા)નો ઉછાળો આવ્યો હતો.
સ્પોટ સિલ્વરમાં 4.30 ડૉલરનો ઉછાળો
સ્પોટ સિલ્વર સપ્તાહની શરૂઆતે ઘટી 62.55 ડૉલર થઈ અને જોરદાર બાઈંગ આવતાં ઉછળી 70.04 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 68.98 ડૉલર બંધ થયો હતો. જે વીતેલા સપ્તાહની સરખામણીએ 4.30 ડૉલર(6.66 ટકા)નો ઉછાળો દર્શાવે છે.
ઓપન ઈન્ટરેસ્ટ પોઝિશન વધી
વીતેલા સપ્તાહની પાંચ ટ્રેડિંગ સેશનમાંથી ચાર ટ્રેડિંગ સેશનમાં તેજી થઈ હતી. તેમજ સોનાચાંદીમાં તેજી થતાં ટ્રેડિંગ વોલ્યૂમમાં ધીમો વધારો થયો હતો. તેમજ લોંગ પોઝિશનમાં પણ વધારો નોંધાયો હતો.પરિણામે ઓપન ઈન્ટરેસ્ટ પોઝિશિન વધી હતી.
સોનાચાંદીમાં તેજી થવાના કારણો
(1) યુએસના દેવામાં(ડેબ્ટ)માં નોંધપાત્ર વધારો થયો છે. જે ચિંતાનો વિષય છે. અમેરિકાનું કુલ ડેબ્ટ 40 ટ્રિલિયન ડૉલરની નજીક પહોંચી ગયું હતું. જેને પગલે અમેરિકાની ઈકોનોમીની સ્થિતિ નબળી પડવાના સંકેત વચ્ચે ગોલ્ડ સિલ્વરમાં સુરક્ષિત બાઈંગ આવ્યું હતું.
(2) ડૉલર નરમ પડ્યો હતો. ડૉલર ઈન્ડેક્સ 101થી ઘટી 98.77 થયો હતો. આમ ડૉલર પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે પરિણામે ગોલ્ડ સિલ્વરમાં ઊંચા ભાવે પણ નવી ખરીદી નીકળી હતી.
(3) યુએસ ટ્રેઝરરી ડીપાર્ટમેન્ટે લાંબા સમયના બોન્ડને બાયબેક વધારવાનો અચાનક નિર્ણય લીધો હતો. 10થી 30 વર્ષના બોન્ડ એટલે કે ડેબ્ટ સિક્યોરિટીઝને બાયબેક કરવાની રકમને બમણી કરી અને ઓછામાં ઓછા 4 બિલિયન ડૉલર પ્રતિ ઓપરેશન કરી દેશે. બોન્ડના બાયબેકના નિર્ણય પછી 10 વર્ષના બોન્ડનું યીલ્ડ ઘટીને 4.63 ટકા થઈ ગયું હતું. આમ બોન્ડનું યીલ્ડ ઘટી જતાં(Gold Silver Market) ગોલ્ડ અને સિલ્વરમાં ધૂમ લેવાલી નીકલી હતી.
(4) બુધવારે રાત્રે જુલાઈ મળેલી એફઓએમસીની બેઠકની મિનિટ્સ જાહેર થઈ હતી. જેમાં મોંઘવારી પર ધ્યાનમાં આપવામાં આવી રહ્યું છે, તેના પર વધુ ભાર અપાયો છે. જે મિનિટ્સનો એવો સંકેત મળે છે કે સપ્ટેમ્બરમાં મળનારી ફેડરલ રીઝર્વની બેઠકમાં હવે ફેડ રેટમાં વધારો કરવાની ધારણા ખૂબ ઘટી ગઈ છે. પરિણામે ગોલ્ડ સિલ્વરમાં નવું બાઈંગ આવ્યું હતું.
આગામી સપ્તાહે ઈકોનોમિક ઈવેન્ટ
મંગળવારે કન્ઝ્યુમર કોન્ફિડન્સ ઈન્ડેક્સ જાહેર થશે. બુધવારે પીસીઈ પ્રાઈસ ઈન્ડેક્સ અને કવાર્ટર ટુ જીડીપી ગ્રોથનું અનુમાન જાહેર થશે. તેમજ ગુરુવારે વીકલી જોબલેસ ક્લેઈમ્સ રીપોર્ટ જાહેર થશે. શુક્રવારે ફેડરલ રીઝર્વના ચેરમેન કેવિસ વોર્શ ચેરમેન પદ સંભાળ્યા પછી પ્રથમ વખત જેક્શન હૉલમાં સ્પીચ આપશે, જે સ્પીચમાં ફેડરલ રીઝર્વું આગામી પગલું શું હશે, તેનો સંકેત આવે તેવી શક્યતા છે. તેમજ શુક્રવારે નોન ફાર્મ પે-રોલ ડેટા જાહેર થશે.
આગામી સપ્તાહે બજાર કેવું રહેશે?
આગામી સપ્તાહે સોનાચાંદી બજારમાં તેજીની આગેકૂચ રહેશે. જો કે ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ પણ આવશે. કારણ કે સતત ત્રણ સપ્તાહથી તેજી આગળ વધી રહી છે. જો કે ઘટાડે નવી લેવાલી પણ જોવાશે. ઈરાન અને યુએસ વચ્ચે તંગદિલી વધી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધી રહ્યા છે. આ બે ફેકટર મહત્ત્વનો ભાગ ભજવશે. તેમજ ટેકનિકલી ગોલ્ડ સિલ્વર માર્કેટ સ્ટ્રોંગ થયું છે. ગોલ્ડ 200 દિવસની મુવીંગ એવરેજ 4680 ડૉલરને વટાવી ગયું હતું. તેમજ માર્ચમાં બનેલ રેકોર્ડ હાઈથી આ ત્રીજા સપ્તાહે 38 ટકા રીટ્રેશનમેન્ટથી ઉપર નીકળ્યું છે. જે દર્શાવે છે કે હવે ગોલ્ડ સિલ્વરમાં દરેક ઘટાડે નવી લેવાલી આવ્યા કરશે. પણ આગામી સપ્તાહે ગોલ્ડ 4680 ડૉલર કૂદાવીને ઉપર બંધ આવશે તો નવી તેજી થશે. તેવી જ રીતે સિલ્વરમાં 70 ડૉલરનું રેઝિસ્ટન્સ લેવલ આવે છે. સિલ્વર 70 ડૉલર કૂદાવીને ઉપર બંધ આવશે તો તે વધીને 75 અને 80 ડૉલર સુધી જઈ શકે છે. નીચામાં ગોલ્ડમાં 4650 ડૉલર અને સિલ્વરમાં 62 ડૉલર સપોર્ટ લેવલનું કામ કરશે.
- ભરત પંચાલ, એડિટર

