નવી દિલ્હી- Sugar Price Hike ભારતમાં શ્રાવણ માસના તહેવારોની સીઝન ચાલી રહી છે અને મિઠાઈની મિઠાસ કડવી બની છે, કારણ કે ખાંડના ભાવ સતત વધી રહ્યા છે. અમદાવાદ રીટેઈલ માર્કેટમાં ખાંડની કીમત એક કિલોએ 65 રૂપિયા પહોંચી ચુકી છે. અને તેની પાછળ ગોળનો ભાવ એક કિલોએ વધીને 80 રૂપિયા થયો છે. જો કે ખાંડ અને ગોળના ભાવમાં સતત વધારો થતાં હવે રાજકારણ ગરમાયું છે અને વિપક્ષ માટે હવે આ મોટો મુદ્દો બન્યો છે.
રાજકારણ ગરમાયું
ખાંડના ભાવ વધી જતાં(Sugar Price Hike) હવે દિલ્હીમાં રાજકીય ખેંચતાણ વચ્ચે સરકાર તરફથી એક મોટુ મહત્ત્વનું નિવેદન બહાર આવ્યું છે. કેન્દ્રીયપ્રધાન પ્રહલાદ જોશીએ સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ખાંડની કોઈ અછત નથી. તેની સાથે તેમણે ખાંડના ભાવમાં અણધાર્યો અને બેફામ વધારા પાછળ એક નહી પણ બે કારણ રજૂ કર્યા છે.
વિપક્ષોના આરોપ
ખાંડના ભાવમાં વધારાને લઈને રાજકીય ક્ષેત્રે ધમાસણ મચી ગયું છે. જ્યારે વિપક્ષોએ આરોપ લગાવ્યો છે કે ઈથેનોલ બનાવવા માટે શેરડીનો ઉપયોગ થઈ રહ્યો છે, જેને કારણે ખાંડનો સપ્લાય ઘટી ગયો છે અને તેને કારણે ખાંડની કીમતો ઝડપથી વધી રહી છે. જો કે કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકારે આ આરોપને ફગાવી દીધો છે અને કહ્યું છે કે ખાંડની કીમતોમાં વધારા પાછળ ઈથેનોલનો કોઈ જ હાથ નથી.
સરકાર ચિંતામાં છે
કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશીએ કહ્યું છે કે તહેવારોની સીઝન પહેલા ખાંડની ઉપલબ્ધતા અને રીટેઈલ પ્રાઈઝમાં વધારાને કારણે ચિંતાને દૂર કરવા માટે કેન્દ્ર સરકાર પગલા લધી રહી છે. જેમાં કાચી ખાંડની અસ્થાયી આયાત પણ સામેલ છે.
પ્રહલાદ જોષીએ બે કારણો આપ્યા
કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશીએ ખાંડના વધતાં જતા ભાવની(Sugar Price Hike) પાછળ બે કારણો જણાવ્યા છે. તેમણે કહ્યું છે કે રેડ રૉટ બીમારી અને અલ નીનોની સ્થિતિને કારણે ખાંડના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. જેનાથી ભારત અને દુનિયાભરમાં કૃષિ ઉત્પાદનને અસર થઈ છે. મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે રેડ રૉટ બીમારી જેની કોઈ જ ધારણા ન હતી. અને અલ નીનોને કારણે એકલા ભારતમાં નહી પરંતુ વિશ્વમાં ખાંડ સહિત કુલ એગ્રીકલ્ચર પ્રોડક્શનમાં ઘટાડો થયો છે.
280 લાખ ટનની જરૂરિયાત
તેમણે વધુમાં કહ્યું હતું કે અમે દેશમાં ખાંડના વધતાં જતા ભાવથી ચિંતિત છીએ, એટલા માટે અમે તુરંત જ પગલા ભર્યા છે. ભારતની જરૂરિયાત 280 લાખ ટન છે અને આજની તારીખમાં અમારી પાસે પર્યાપ્ત સરપ્લસ ખાંડનો સ્ટોક છે.
36 લાખ ટન ખાંડ સ્ટોક
પ્રહલાદ જોશીએ સરકાર તરફથી સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ખાંડની કોઈ જ અછત નથી અને ભારપૂર્વક જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર કીમતોમાં તાજેતરના વધારાને રોકવા માટે જરૂરી તમામ પગલા લઈ રહી છે. દેશને લગભગ 280 લાખ ટન ખાંડની જરૂરિયાત રહે છે. હાલમાં સ્ટોકમાં 36 લાખ ટન ખાંડ છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર ખાંડની કીમતો(Sugar Price Hike) પર નજર રાખી રહી છે અને રાજ્ય સરકારને નિર્દેશ પણ આપ્યો છે કે તેઓ ઉપલબ્ધ સ્ટોકને બજારમાં લાવવામાં મદદ કરે, જેથી ગ્રાહકોને જૂની કીમતો પર ખાંડ મળી શકે.
અલનીનો અસર?
રીપોર્ટ અનુસરા અલ નીનોથી ખાંડના પ્રોડક્શન પર ખતરો છે અને દુનિયાભરમાં ખાંડની અછત સર્જાવાની આશંકા ગહેરી બની રહી છે. ભારત અને દુનિયાભારમાં ખાંડની સપ્લાય પર દબાણ આવી શકે છે. અલનીનો સાથે જોડાયેલ મોસમથી મુખ્ય ઉત્પાદક દેશોમાં શેરડીના ઉત્પાદન પર અસર પડવાની કારણ તરીકે બહાર આવ્યું છે. હવે સવાલ એ છે કે ખરાબ મોસમને કારણે વૈશ્વિક ઉત્પાદન પર અસર પડી શકે છે. જેને પગલે ભારતીય ખાંડના ઉત્પાદન, કીમતો અને નિકાસ પર દબાણ લાવનાર દુનિયાભરમાં સૌથી મોટા ઘટાડાનું કારણ બને શકે છે.
આ પણ વાંચો….
Gold Silver Market: ત્રીજા સપ્તાહે સોનાચાંદીમાં ઉછાળો, આગામી સપ્તાહે નવી તેજી કે પછી પ્રોફિટ બુકિંગ

