Gold Silver Market: સોનાચાંદીના ભાવ વધુ તૂટ્યા, આગામી સપ્તાહે હજી વધુ ઘટશે?

by Gujarati biz news
Gold Silver Market

Gold Silver Marketઅમદાવાદ- Gold Silver Market વીતેલા સપ્તાહે સોના ચાંદી બજાર ઘટ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ(Gold Rate Today) 90 ડૉલર ઘટ્યું હતું અને સિલ્વર(Silver Rate Today) 4 ડૉલર ઘટી હતી. દરેક હાઈ લેવલ પર સોનાચાંદીમાં(Gold Silver) વેચવાલી રહી હતી. સોનાચાંદીના ભાવ કેમ વધુ ઘટ્યા? આગામી સપ્તાહે સોનાચાંદી બજાર કેવું રહેશે? સોનાચાંદીના(Gold Price Today) ભાવ હજી વધુ ઘટશે? યુએસ ઈરાન(US Iran War) યુદ્ધ લાંબુ ચાલશે તો સોનાચાંદી બજારમાં શું થશે? હાલના ભાવે સોનાચાંદી ખરીદવા જોઈએ કે નહી? ટેકનિકલી માર્કેટ કેવું લાગે છે? સોનાચાંદી બજાર પર વિશેષ અહેવાલ….

જૂઓ વીડિયો….

અમદાવાદ સોનાચાંદી બજાર

અમદાવાદ સોનાચાંદી બજારમાં(માણેકચોક ચોકસી મહાજન) શનિવારે 24 કેરેટ સોનાનો ભાવ દસ ગ્રામે 1000 રૂપિયા ઘટી 1,48,000 થયો હતો. તેમજ ચાંદી ચોરસાનો ભાવ એક કિલોએ 6,000 રૂપિયા ઘટી 2,19,000 રહ્યો હતો.

Gold Silver Market ગોલ્ડ ફ્યુચર 90 ડૉલર તૂટ્યું

આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ ઓગસ્ટ ફ્યુચર સપ્તાહની શરૂઆતે ઉછળી 4112 ડૉલર થઈ અને ત્યાં ભારે વેચવાલી આવતાં તૂટી 3963 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 4023 ડૉલર બંધ રહ્યો હતો. આગલા સપ્તાહની સરખામણીએ ભાવ 90 ડૉલર તૂટ્યો હતો.

સ્પોટ ગોલ્ડ 104 ડૉલર ગગડ્યું 

સ્પોટ ગોલ્ડ સપ્તાહની શરૂઆતે ઉછળીને 4122 ડૉલર થઈ અને ત્યાં જોરદાર વેચવાલી ફરી વળતાં ઝડપી તૂટી 3959 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 4017 ડૉલર બંધ થયો હતો. જે આગલા સપ્તાહની સરખામણીએ ભાવ 104 ડૉલર ગબડ્યો હતો.

સિલ્વર ફ્યુચર 3.94 ડૉલર ઘટ્યો

આંતરરાષ્ટ્રીય બજારમાં સિલ્વર સપ્ટેમ્બર ફ્યુચર સપ્તાહની શરૂઆતે વધી 60.04 ડૉલર થઈ અને ત્યાં ભારે વેચવાલી નીકળતાં ઘટી 55 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 56.22 ડૉલર બંધ રહ્યો હતો. જે આગલા સપ્તાહની સરખામણીએ ભાવ 3.94 ડૉલર તૂટ્યો હતો.

સ્પોટ સિલ્વરમાં ભારે વેચવાલી

સ્પોટ સિલ્વર સપ્તાહની શરૂઆતે વધી 60.77 ડૉલર થઈ અને ત્યાં જોરદાર વેચવાલી ફરી વળતાં ઘટી 54.76 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 55.95 ડૉલર બંધ રહ્યો હતો. જે આગલા સપ્તાહના બંધભાવની સરખામણીએ 3.91 ડૉલર ઘટ્યો હતો.

સોનાચાંદીના ભાવ ઘટવા પાછળના કારણો

(1) યુએસમાં જૂન મોંઘવારી દર(સીપીઆઈ) ધારણા કરતાં ઓછો 3.5 ટકા આવ્યો હતો. જેથી એવી ધારણા હતી કે હવે ફેડ રેટમાં વધારો કરાશે નહી. આથી સપ્તાહની શરૂઆતે ગોલ્ડ સિલ્વરમાં નવી લેવાલી આવી હતી, અને ભાવ ઉછળ્યા હતા. જો કે આ સુધારો ઝાઝુ ટક્યો ન હતો.

(2) યુએસ ઈરાન વચ્ચે તગંદિલી વધી છે. અમેરિકાએ ઈરાન બોમ્બમારો ચાલુ રાખ્યો છે. મિસાઈલ હૂમલા અને ડ્રોનથી એટેક કર્યા છે, તો સામે ઈરાને પણ મીડલ ઈસ્ટ દેશોમાં રહેલા અમેરિકાના બેઝ પર હૂમલા કર્યા છે. બન્ને તરફી ભારે નુકસાનના સમાચાર છે. હોર્મુઝ ખાડી બંધ છે. ઓઈલના સપ્લાયની ચેઈન ખોરવાઈ ગઈ છે. ક્રૂડ ઓઈલના ભાવ ઉછળીને આવ્યા છે. ઈંધણના ભાવ વધતાં હવે મોંઘવારી વધશે અને ફેટ રેટમાં વધારો કરવો પડશે. તેવા અનુમાન વચ્ચે સપ્તાહ દરમિયાન(Gold Silver Market) ગોલ્ડ સિલ્વરમાં ભારે વેચવાલી ફરી વળી હતી.

(3) ગોલ્ડમાં દરેક લો લેવલ પર સેન્ટ્રેલ બેંકોની ખરીદી ચાલુ રહી છે. પરંતુ સેન્ટ્રલ બેંકોની ટેકારૂરી ખરીદી છતાં સોના ચાંદીના ભાવ ઘટ્યા હતા. બેંકોની ખરીદી સામે વેચવાલી વધુ રહી હતી.

(4) ટ્રેઝરી બોન્ડના યીલ્ડ વધ્યા હતા. યુએસ 10 વર્ષના બોન્ડનું યીલ્ડ 4.54 ટકા હતું. ડૉલર ઈન્ડેક્સ 100.59 ઉપર રહ્યો હતો. જેથી(Gold Silver Market) દરેક ઊંચા મથાળે ગોલ્ડ સિલ્વરમાં વેચવાલી ફરી વળી હતી.

આગામી સપ્તાહની ઈકોનોમીક ઈવેન્ટ

આગામી સપ્તાહના ગુરુવારે યુરોપિયન સેન્ટ્રલ બેંકની ક્રેડિટ પૉલિસી અંગે બેઠક મળનાર છે. બજારના વર્તુળોના કહેવા પ્રમાણે વ્યાજ દરમાં વધારો થવાનો કોઈ ધારણા નથી. ઈસીબી વ્યાજ દર સ્થિર રાખશે. તેમજ ગુરુવારે જ યુએસ વીકલી જોબલેસ કલેઈમ્સ ડેટા જાહેર થશે. તેના પર ગોલ્ડ સિલ્વર માર્કેટની નજર રહેશે.

આગામી સપ્તાહે બજાર કેવું રહેશે?

આગામી સપ્તાહે(Gold Silver Market) ગોલ્ડ સિલ્વરમાં બે તરફી વધઘટ જોવા મળશે. લેવાલી અને વેચવાલી એમ બે તરફી કામકાજ રહેશે. જ્યાં સુધી યુએસ ઈરાન યુદ્ધ ચાલુ છે, ત્યાં સુધી સોનાચાંદીમાં તેજી થવાની સંભાવના ખૂબ ઓછી છે. ક્રૂડના ભાવ સતત વધી રહ્યા છે, તેના પર પણ નજર રાખવી ખૂબ હિતાવહ રહેશે. હવે જીઓ પોલિટકલ ટેન્શન સાથે ઈંધણના ભાવ ગોલ્ડ સિલ્વર માર્કેટની ચાલ નક્કી કરશે. ગોલ્ડમા 4000 ડૉલરએ સાયક્લોજીકલ ખૂબ મહત્ત્વનું લેવલ બન્યું છે. ચાર વખત આ લેવલ તૂટયું છે, અને પછી સંઘાઈ ગયું છે.

રોકાણકારોની સ્ટ્રેટેજી

ગોલ્ડ તેના ઓલ ટાઈમ હાઈ 5626 ડૉલરથી લગભગ 30 ટકા તૂટ્યું છે અને ગોલ્ડ સેફ હેવન ઈન્વેસ્ટમેન્ટ છે. જેથી ગોલ્ડ સિલ્વરમાં દરેક ઘટાડે રોકાણની તક મળી છે, તેમ સમજીને ખરીદી કરી શકાય. વધતા જતાં ભાવે બધા ખરીદી કરવા દોડે છે. પણ હાલ ભાવ ઘટ્યા છે, તો તેને ગોલ્ડન તક માનીને દરેક નીચા ભાવે ખરીદી કરવી જોઈએ.

ટેકનિકલી Gold Silver Market કેવું રહેશે?

હાલ ટેકનિકલી માર્કેટ વીક છે. આગામી સપ્તાહે ગોલ્ડ 3,990 ડૉલરના સપોર્ટ લેવલને તોડીને નીચે બંધ આવશે તો તે ઘટી 3,950 અને તેની નીચે 3900 સુધી જઈ શકે છે. પણ ઉપરની સાઈડ જોઈએ તો 4,112 ડૉલરની ઉપર બંધ આવશે તો વધીને 4160 અને તેની ઉપર 4200 ડૉલર થઈ શકે છે. તેવી જ રીતે સિલ્વરમાં 57 ડૉલરનો સપોર્ટ લેવલ આવે છે. અને ઊંચામાં 60 ડૉલરએ રેઝિસ્ટન્સ લેવલ રહે છે. સિલ્વર 57 ડૉલરથી ઘટશે તો 55 અમે તેની નીચે 52 ડૉલર સુધી જઈ શકે છે. ઉપરની બાજુએ જોઈએ તો 60 ડૉલર કૂદાવશે તો 63 અને તેની ઉપર 68 ડૉલર સુધી જઈ શકે છે.

You will also like

Leave a Comment