Step Up SIP: દર મહિને 2,000 રૂપિયાના રોકાણ કરી કરોડપતિ બનો, જાણો જાદુઈ સ્ટ્રેટેજી

by Gujarati biz news
Step Up SIP

અમદાવાદ- Step Up SIP સામાન્ય રીતે લોકો એવું વિચારતાં હોય છે કે કરોડપતિ બનવા માટે ખૂબ વધુ રૂપિયાનું રોકાણ કરવું પડે છે. પણ હકીકતમાં એક નાની બચતથી પણ આપ મોટુ ફંડ બનાવી શકો છો. તેના માટે તમાકે બચત જ કરવાની નથી, પણ તેની સાથે એક સ્માર્ટ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી પણ અપનાવવાની છે. એક કહેવત છે. ટીપે ટીપે સરોવર ભરાય. તો આવો જાણીએ સ્માર્ટ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી….

નિયમિતતા ખૂબ જરૂરી

તમે નિયમિત બચતની સાથે સ્ટેપ અપ એસઆઈપીને(Step Up SIP) અપનાવો. જો આપ અત્રે રજૂ કરેલી સ્ટ્રેટજીથી રોકાણ કરશો તો નાની રકમનું રોકાણ અને નિયમિત બચતની સાથે તમારી નિયમિતતાથી તમે ભવિષ્યમાં કરોડપતિ બનતાં કોઈ રોકી નહી શકે.

તમારી બચત દર વર્ષે વધતી જશે

સ્ટેપ અપ એસઆઈપી(Step Up SIP) એ રોકાણની એક એવી આધુનિક પદ્ધતિ છે કે જે તમારી વધતી આવક સાથે તાલમેળ બેસે છે. માની લો કે તમારો પગાર દર વર્ષે વધે છે. તો તમારુ રોકાણ પણ તેટલી રકમનું વધવું જોઈએ. સાધારણ એસઆઈપીમાં તમે દરેક મહિને એક નિશ્ચિત કરેલી રકમ જમા કરી શકો છો. પણ સ્ટેટ અપ એસઆઈપીમાં તમે દરેક વર્ષે રોકાણની રકમને એક નિશ્ચિત ટકાવારી(જેમ કે 10 ટકા કે 15 ટકા કે 20 ટકા) નક્કી કરીને વધારી શકો તેવો વિકલ્પ પસંદ કરવાનો આવે છે.

જંગી ફંડ ઉભું કરવામાં સફળતા

Step Up SIP એક ઉદાહરણ સાથે સમજીએ તો જો તમે રૂપિયા 2000થી રોકાણ શરૂ કર્યું છે અને 10 ટકા સ્ટેપ અપ પસંદ કર્યું છે. તો પહેલા વર્ષે તમારે દર મહિને રૂપિયા 2000નું રોકાણ કરવાનું છે. બીજા વર્ષે તે રકમ 10 ટકા પ્રમાણે વધીને 2200 થઈ જશે અને ત્રીજા રૂપિયા 2420 થશે. આ નાનો ફેરફાર લાંબા ગાળાના તમારા અંતિમ ફંડમાં(પાકતી મુદતે) અનેકગણો વધારો કરે છે. જે તમે કલ્પના પણ નહી કરી હોય તેટલું જંગી ફંડ મળશે.

ઉદાહરણ સાથે સમજીએ

જો તમે આજથી રૂપિયા 2,000ની એસઆઈપી શરૂ કરો છો તો દર વર્ષે તેમાં 10 ટકાનો વધારો કરો છો તો 15 ટકાની સરેરાશથી વાર્ષિક વળતર(રીટર્ન)ના આધાર પર તમારી બચત અને કેટલું ફંડ મળે?

શરૂઆતના 10 વર્ષઃ પહેલા દસ વર્ષમાં તમારી માસિક એસઆઈપી ધીમે ધીમે વધીને રૂપિયા 4,716 સુધી પહોંચી જશે. આ દરમિયાન તમારું રોકાણ વધીને અંદાજે રૂપિયા 9.35 લાખ થઈ જશે. આ એવો સમયગાળો છે કે જ્યા તમારી મહેનતની કમાણીને તમે ભેગી કરેલી જોઈ શકો છો.

20 વર્ષની સફરઃ જેમ જેમ સમય વધતો જશે તેમ તેમ કમ્પાઉન્ડિંગ તેની પરિણામ દર્શાવશે. 20 વર્ષ પુરા થતાં તમારી માસિક એસઆઈપી વધીને રૂપિયા 12,230 થઈ ગઈ હશે અને તમારુ ફંડ ઝડપી વધીને રૂપિયા 64 લાખની પાર પહોંચી ગયું હશે.

25 વર્ષની બચતઃ આ સમયગાળામાં તમારી બચત તમે કલ્પના નહી કરી હોય તેટલી રકમનું રોકાણ જમા થયું હશે. તમારી બચત અને વળતર મળીને કુલ 1 કરોડનો આંકડો પાર કરી જશે.

બજારના રીટર્નની અસર

બજારમાં ઉતારચઢાવ રોકાણનો હિસ્સો છે. તમારી યોજનાની સફળતાં એ વાત પર પણ નિર્ભર કરે છે જે તમને સરેરાશ કેટલું રીટર્ન મળી રહ્યું છે.

15 ટકા રીટર્ન- જો તમે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ(વિશેષ કરીને મીડકપે અથવા સ્મોલકેપ)માં રોકાણ કરો છો અને 15 ટકા રીટર્ન મળે છે, તો 24 વર્ષમાં તે કરોડપતિ બની જશો.

12 ટકા રીટર્ન- જો બજાર સુસ્ત રહે અને સરેરાશ રીટર્ન 12 ટકા રહે છે, તો આ રકમની સાથે 1 કરોડ સુધી પહોંચતાં 28 વર્ષનો સમય લાગશે.

સ્ટેટ અપ એસઆઈપીનો ફાયદા

(1) જેમ જેમ સમય વીતતો જાય તેમ તેમ મોંઘવારીને કારણે પૈસાની વેલ્યૂ ઘટતી જતી હોય છે. સ્ટેપ અપ એસઆઈપી(Step Up SIP) શરૂ કરવાથી તમારું રોકાણ વધતી જતી મોંઘવારીથી આગળ નીકળી જાય છે.

(2) નોકરીમાં પ્રમોશન અથવા બિઝનેસમાં નફો વધીને આવે તો તેના મેન્યુઅલ પ્રમાણે સ્ટેપ અપ એસઆઈપી શરૂ કરવાની જરૂરિયાત રહેતી નથી. આ સેટ ઈટ એન્ડ ફરગેટ ઈટ મોડલ પર કામ કરે છે.

(3) સામાન્ય એસઆઈપીની સરખામણીમાં સ્ટેપ અપ રણનીતિ તમને રીટાયરમેન્ટ અથવા ઘર ખરીદવાના લક્ષ્ય સુધી પહોંચવામાં 5થી 7 વર્ષ પહેલા પહોંચાડી દેશે.

આ સ્ટ્રટેજી કોના માટે?

આ સ્ટ્રેટેજી એવા નોકરી કરતાં લોકો માટે વરદાનરૂપ છે કે જેમની આવક દર વર્ષે ઈન્ક્રિમેન્ટની સાથે વધતી જતી હોય છે. સાથે એવા યુવાનો માટે સારી યોજના છે કે જે કરિયરની શરૂઆતમાં મોટુ રોકાણ નથી કરી શકતાં પણ ભવિષ્યમાં પોતાનું રોકાણની ક્ષમતા વધારવા ઈચ્છે છે.

You will also like

Leave a Comment