Gujarat CM in Canada: જન્મભૂમિનું ઋણ અદા કરવા ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત-કેનેડાના ગુજરાતીઓને અનુરોધ

જ્યાં વસ્યા હોય ત્યાં ગુજરાતનો માહોલ ઊભો કરી શકે તે ગુજરાતી: CM ભૂપેન્દ્ર પટેલ

by Gujarati biz news
Gujarat CM in Canada

Gujarat CM in Canadaટોરેન્ટો, કેનેડા- Gujarat CM in Canada ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે(Gujarat CM Bhupendra Patel) ગૌરવભેર જણાવ્યું છે કે, જ્યાં પણ વસ્યા હોય ત્યાં ગુજરાતનો માહોલ ઊભો કરી શકે તે ગુજરાતીની આગવી ઓળખ છે. મુખ્યપ્રધાન અને ગુજરાત પ્રતિનિધિ મંડળના સ્વાગત માટે ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત-કેનેડાએ આયોજિત કરેલા સત્કાર સમારોહમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સંબોધન કરતાં જણાવ્યું હતું.

સીએમ ભૂપેન્દ્ર પટેલનું ટોરેન્ટોમાં સ્વાગત

ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વનું ગુજરાત ડેલીગેશન US પ્રવાસ સફળતાપૂર્વક પૂર્ણ કરીને રવિવારે કેનેડા(Canada) પહોંચ્યું છે. ટોરેન્ટો એરપોર્ટ પહોંચેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનું પરંપરાગત સ્વાગત ગુજરાતી સમુદાયોના અગ્રણીઓ અને કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયા દ્વારા થયું હતું.

ગુજરાત દેશના ગ્રોથ એન્જિનની ઓળખ

Gujarat CM in Canada મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સત્કાર સમારોહમાં ગુજરાતી સમુદાયો સાથે સંવાદ કરતા ગુજરાતની ભૂતકાળની સ્થિતિ અને હાલ દેશના ગ્રોથ એન્જિન તરીકેની ઓળખ બેયની વિષદ છણાવટ કરતાં કહ્યું કે, 1960માં અલગ રાજ્ય તરીકે ગુજરાત જુદું પડ્યું ત્યારે રોડ-રસ્તા, ગામડાઓમાં વીજળી, પાણી જેવી પાયાની સુવિધાઓ પણ પૂરતી ન હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના(PM Narendra Modi) વિઝનથી ગુજરાત એ પરિસ્થિતિમાંથી બહાર આવીને દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે તેમ જણાવતા મુખ્યપ્રધાને કહ્યું કે, નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા મોટા લક્ષ્યો સાથે વિકાસનો જે વિચાર આપ્યો છે તેના જ પરિણામે આજે આખા ગુજરાતનું ડેવલપમેન્ટ ખૂબ સારી રીતે થઈ શક્યું છે.

ગુજરાત અને વિકાસ પર્યાય બન્યા

મુખ્યપ્રધાને ઉમેર્યુ કે, દરેક ગુજરાતી ગૌરવ લઈ શકે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ(PM Narendra Modi) ગુજરાતની ધરતીના એવા પુત્ર છે કે વડાપ્રધાન તરીકે જે જે દેશમાં ગયા ત્યાં તેમને સર્વોચ્ચ સન્માનથી સન્માનવામાં આવ્યા છે. ભારતના પાસપોર્ટની વેલ્યુ વધી છે અને ભારતીયો-ગુજરાતીઓ પ્રત્યે જોવાની સ્થિતિમાં પણ મોટો બદલાવ આવ્યો છે. તેમણે ગુજરાતના સર્વાંગી વિકાસની ભૂમિકા ફેડરેશન ઓફ ગુજરાત-કેનેડાના પરિવારો સમક્ષ આપતા કહ્યું કે, ગુજરાત એટલે વિકાસ આ બેય શબ્દો પર્યાય બની ગયા છે. ગુજરાતમાં 06 સેમિકન્ડક્ટર પ્લાન્ટ શરૂ થયા છે. એટલું જ નહીં, વાયબ્રન્ટ ગુજરાત સમિટની સફળતાથી વધુને વધુ ઇન્વેસ્ટમેન્ટ ગુજરાતમાં આવતું થયું છે.

વાયબ્રન્ટ સમિટ 2027માં જોડાવા માટે આમંત્રણ

Gujarat CM in Canada મુખ્યપ્રધાને કેનેડાના અર્થતંત્રમાં મળી રહેલા ગુજરાતીઓના મજબૂત સહયોગ અને સહકારની પ્રશંસા કરીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે એમ પણ જણાવ્યું કે, કેનેડાના ગુજરાતી ઉદ્યોગ સાહસિકોએ જન્મભૂમિ પ્રત્યેનું ઋણ અદા કરવા ગુજરાતમાં પણ રોકાણો માટે આવવું જોઈએ. આ સંદર્ભમાં મુખ્યપ્રધાને આગામી વાયબ્રન્ટ સમિટ 2027માં(Vibrant Gujarat 2027) કેનેડાના ગુજરાતી સમુદાયોને જોડાવા આમંત્રણ પાઠવ્યું હતું.

સીએમ સાથે કોણ કોણ?

મુખ્ય સચિવ એમ.કે.દાસ, અધિક મુખ્ય સચિવો સર્વે ટી.નટરાજન, શ્રીમતી મમતા વર્મા, મુખ્યપ્રધાનના અગ્ર સચિવ સંજીવકુમાર, અગ્ર સચિવ રાજેન્દ્ર કુમાર અને અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે સહિત ગુજરાત ડેલિગેશનના સભ્યો અને ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત કેનેડાના સદસ્યો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો…

Gujarat CM in USA: લોંગટર્મ સ્ટ્રેટેજિક પાર્ટનર તરીકે જોડાવવા ગ્લોબલ કંપનીઓને આમંત્રણ

You will also like

Leave a Comment