Gujarat CM in USA: લોંગટર્મ સ્ટ્રેટેજિક પાર્ટનર તરીકે જોડાવવા ગ્લોબલ કંપનીઓને આમંત્રણ

by Gujarati biz news
Gujarat CM in USA

Gujarat CM in USAયુએસએ- Gujarat CM in USA ગુજરાતના  મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે USA પ્રવાસના બીજા દિવસે ગુજરાત ડેલિગેશને ટેક્નોલોજી અને સેમીકંડક્ટર સેક્ટરના 100થી વધુ લિડર્સ સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજી હતી. આ ઉપરાંત એજ્યુકેશન ટેક, હેલ્થ ટેક અને ગેમીંગ સેક્ટર્સના અગ્રણી સાથે રાઉન્ડ ટેબલ બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું.

વાઈબ્રન્ટ સમિટમાં આવવા આમંત્રણ

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે(Gujarat CM Bhupendra Patel) ગુજરાતને માત્ર ઈન્વેસ્ટમેન્ટ ડેસ્ટીનેશન તરીકે નહી પરંતુ ફ્યુચર ટેક્નોલોજી, ઈનોવેશન ઈકોસિસ્ટમ અને સપ્લાય ચેઈન નિર્માણ માટે લોંગટર્મ સ્ટ્રેટેજિક પાર્ટનર તરીકે અપનાવવા ગ્લોબલ કંપનીઝને આહવાન કર્યુ હતું. એ દિશામાં આગળ વધવા માટે મુખ્યપ્રધાને આગામી જાન્યુઆરી-2027માં યોજાનારી વાયબ્રન્ટ સમિટમાં(Vibrant Gujarat 2027) સહભાગી થઈને B2B, B2G બેઠકો દ્વારા સહયોગની તકો શોધવા આમંત્રણ પાઠવ્યું હતું.

સિલીકોનવેલીની ટેક્નોલોજી

Gujarat CM in USA ટેક્નોલોજી અને સેમીકોન લિડર્સ સાથેની બેઠકમાં મુખ્યપ્રધાને સિલીકોનવેલીની ટેક્નોલોજી અને ગુજરાતની મજબૂત ઔદ્યોગિક ક્ષમતાઓ પરસ્પર પૂરક બની શકે છે તેની ભૂમિકા આપી હતી. આ સંદર્ભમાં તેમણે કહ્યુ કે, ગુજરાતમાં આવી કંપની માટે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ તથા ઈનોવેશનથી લઈને મેન્યુફેક્ચરીંગ તેમજ ગ્લોબલ એક્સ્પાન્શન સુધીની એક સંપૂર્ણ ઈકોસિસ્ટમ ઉપલબ્દ્ધ કરાવવાની રાજ્ય સરકારની નેમ છે.

ટેક્નોલોજી લેડ ઈન્વેસ્ટમેન્ટ માટે તત્પર

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, નેક્સ્ટ જનરેશન ટેક્નોલોજી હબની સફળતા ઈનોવેશન ઉપરાંત લેન્ડ, ઈલેક્ટ્રીસિટી, કનેક્ટીવિટી, કેપિટલ, ટેલેન્ટ અને પોલિસી સ્ટેબિલિટી જેવી બધી જ સુવિધાઓ એકસાથે ઉપલબ્દ્ધ કરાવવાની ક્ષમતા પર આધારિત હશે ગુજરાત આ બધું જ પુરું પાડીને ટેક્નોલોજી લેડ ઈન્વેસ્ટમેન્ટ માટે તત્પર છે.

વિવિધ સેક્ટર્સના અગ્રણીઓ સાથે રાઉન્ડ ટેબલ ચર્ચા

Gujarat CM in USA ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓએ રાજ્યના રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પોલિસી સ્ટેબિલિટી, ઝડપી પરમિશન પ્રોસેસ અને બિઝનેસ ફ્રેન્ડલી પ્રો-એક્ટીવ એપ્રોચની પ્રસંશા કરી હતી. મુખ્યપ્રધાન અને ગુજરાત ડેલિગેશન સાથે AI, હેલ્થ ટેક, એજ્યુ ટેક અને ગેમીંગ સેક્ટર્સના અગ્રણીઓની યોજાયેલી રાઉન્ડ ટેબલમાં AI, જનરેટીવ AI, રોબોટિક્સ, એજ્યુકેશન, હેલ્થ ટેક અને ગેમીંગ સેક્ટર્સમાં ઉભરી રહેલી તકો અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી.

ઈન્ડસ્ટ્રીઝમાં ટ્રાન્સફર્મેશન થયું

લાર્જ લેંગ્વેજ મોડલ્સ સહિત જનરેટિવ AI મોડેલ્સ, એડવર્ટાઈઝીંગ, કન્ટેન્ટ ક્રિએશન અને એજ્યુકેશનમાં વિડીયો જનરેશન જેવા સેક્ટર્સની ઈન્ડસ્ટ્રીઝમાં જે ટ્રાન્સફર્મેશન થયું છે એના અનુસંધાને ગુજરાતમાં આ ટેક્નોલોજીના ઉપયોગ અને નવિનતાઓ અંગેની સંભાવનાની પણ આ રાઉન્ડ ટેબલમાં ચર્ચા હાથ ધરવામાં આવી હતી.

કોમનવેલ્થ ગેઈમ્સ સાથે જોડાયેલી તકો

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ઈન્ડસ્ટ્રી લિડર્સે ગેમીંગ સેક્ટરની નવી ઉભરી રહેલી તકો અંગે ચર્ચા-પરામર્શ કર્યા હતા. ગુજરાતમાં યોજાનારા આગામી કોમનવેલ્થ ગેઈમ્સ સાથે જોડાયેલી તકોને ધ્યાને રાખીને રાજ્યમાં પ્રોત્સાહક નિતીઓ, નવિનતા અને ઉદ્યોગોની ભાગીદારી સંગીન બનાવીને એક સુદ્રઢ ઈકોસિસ્ટમ તૈયાર કરવા અંગે ફળદાયી પરામર્શ આ બેઠકમાં થયો હતો. મુખ્ય સચિવ એમ.કે. દાસ અને ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્માએ રાજ્યની ડેવલપમેન્ટ જર્ની, વાયબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતા અને 2027ના વાયબ્રન્ટ સમિટના આયોજનની ભૂમિકા પોતાના સંબોધનમાં આપી હતી.

આ પણ વાંચો…

Gujarat Talati Work: પંચાયત તલાટી અને મહેસૂલી તલાટીએ શું કામ કરવાના?

You will also like

Leave a Comment