ગાંધીનગર- Gujarat Tourism ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડે પ્રવાસન ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા નાગરિકો માટે સંપૂર્ણપણે નિ:શુલ્ક ‘પ્રોફેશનલ ટુરિસ્ટ ગાઈડ’તાલીમ કાર્યક્રમનું આયોજન કર્યું છે.આ તાલીમબદ્ધ ગાઈડ્સ ગુજરાતના પ્રખ્યાત ધાર્મિક, ઐતિહાસિક, વન્યજીવ અને સાંસ્કૃતિક સ્થળોએ પોતાની વ્યાવસાયિક સેવાઓ આપી શકશે.(Organizing Professional Tourist Guide Training, How to Apply?)
23 મે, 2026 સુધી અરજી કરો
આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને કુદરતી પ્રવાસન ધામોની મુલાકાતે આવતા દેશ-વિદેશના પ્રવાસીઓને ગુજરાતના ગૌરવશાળી વારસાથી વૈજ્ઞાનિક અને સચોટ રીતે માહિતગાર કરવા માટે કુશળ ગાઈડ્સ તૈયાર કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છુક નાગરીકે પ્રવાસન નિગમની(Gujarat Tourism) વેબસાઈટ https://gujarattourism.com/forms/guide-tourist.html પર તારીખ 23 મે, 2026 સુધી અરજી કરવાની રહેશે.
પ્રોફેશનલ ટુરીસ્ટ ગાઈડ
જો કોઈ શહેર પૂરતા પ્રોફેશનલ ટુરીસ્ટ ગાઈડ બનવું હોય તો ધોરણ 12 પાસ અને સમગ્ર ગુજરાત માટે પ્રોફેશનલ ટુરીસ્ટ ગાઈડ બનવું હોય તો સ્નાતક અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન ફરજીયાત છે. ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ઉમેદવારોએ પોતાનો પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ, શૈક્ષણિક લાયકાતની વિગતો અને ઓળખ માટે જરૂરી સરકારી દસ્તાવેજો (આધાર કાર્ડ વગેરે) અપલોડ કરવાના રહેશે.
સંપૂર્ણપણે નિઃશુલ્ક
સ્થાનિક સ્તરે રોજગારીના નવા દ્વાર ખોલતા આ તાલીમ કાર્યક્રમનું આયોજન સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવામાં આવ્યું છે. ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ(Gujarat Tourism) રાજ્યની અગ્રણી અને પ્રતિષ્ઠિત તાલીમ સંસ્થાઓ સાથે સંકલન કરીને 14 દિવસીય વિશેષ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવશે.
નિષ્ણાતો દ્વારા વિસ્તૃત માર્ગદર્શન
તાલીમ દરમિયાન પ્રવાસીઓ સાથે સુદ્રઢ આદાનપ્રદાન માટે કમ્યુનિકેશન સ્કિલ, પ્રવાસન વ્યવસ્થાપન, વિદેશી તથા સ્થાનિક ભાષા કૌશલ્ય, ગુજરાતની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહરની તથ્યાત્મક માહિતી તેમજ પ્રવાસીઓને આધુનિક પદ્ધતિઓથી ગાઈડ કરવા અંગે નિષ્ણાતો દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે.
ઓનલાઈન અરજી કરો
ઇન્ડિયન એસોસિએશન ઓફ ટુર ઓપરેટર્સ (IATO) અને ટૂરિસ્ટ ગાઇડ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (TGFI) દ્વારા નિર્ધારિત કરાયેલા ગાઈડ ચાર્જ મુજબ, પ્રવાસન સીઝન દરમિયાન એક માન્ય ગાઈડ પ્રતિ દિન અંદાજે રૂપિયા 2,500થી લઈને રૂપિયા 5,200 સુધીની કમાણી કરી શકે છે. રસ ધરાવતાં ઉમેદવારો વધુ વિગતો મેળવવા તેમજ ઓનલાઈન અરજી કરવા માટે પ્રવાસન નિગમની(Gujarat Tourism) સત્તાવાર વેબસાઈટ https://gujarattourism.com/forms/guide-tourist.html પર મુલાકાત લઈ શકે છે.
સુવર્ણ તક….
શું આપ પ્રોફેશનલ રીતે ટુરીસ્ટ ગાઈડ બનીને રોજગારી મેળવવા માંગો છો, તો આપના માટે સુવર્ણ તક છે. ગુજરાત પ્રવાસન નિગમ ટુરીસ્ટ ગાઈડ બનવા માટે નિષ્ણાતો દ્વારા તાલીમ આપશે. જેનાથી તમારી સ્કીલમાં વધારો થશે.

