અમદાવાદ- Stock Market India શેરબજારમાં શરૂના ઘટાડા પછી સુધારો આવ્યો હતો. દરેક ઘટાડે નવુ બાઈંગ આવ્યું હતું. પરિણામે બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 77 પોઈન્ટ સુધરી 75,315 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 6 પોઈન્ટ વધી 23,649 બંધ હતો. જોકે બેંક નિફ્ટી(Bank Nifty) 173 પોઈન્ટ ઘટી 53,537 બંધ થયો હતો. સેન્સેક્સમાં લો લેવલથી 1200 પોઈન્ટની રીકવરી આવી હતી. શરૂના ઘટાડા પછી રીકવરી કેમ આવી? તમામ ફેક્ટર નેગેટિવ છતાં રીકવરી આવી. રીકવરી આવવાના કયા કારણો? આગામી દિવસમાં શેરબજારમાં(Share Market India) સુધારો આગળ વધશે? ટેકનિકલી સપોર્ટ લેવલ તૂટ્યા નથી. હવે રેઝિસ્ટન્સ લેવલ ક્રોસ કરશે તો શું થશે? કાલે મંગળવારે નિફ્ટી વીકલી એક્સપાયરી છે, તો કાલે બજારનો ટ્રેન્ડ કેવો રહેશે?
જૂઓ વીડિયો….
સેન્સેક્સમાં 77 પોઈન્ટનો સુધારો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ (BSE Sensex)સવારે 74,807ના ભારે નીચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં વધુ ઘટી 74,180 થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઝડપથી ઉછળી 75,466 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 75,315.04 બંધ થયો હતો. જે આગલા બંધ ઈન્ડેક્સની સરખામણીએ 77.05નો સુધારો દર્શાવે છે. ઈન્ટ્રાડે લોથી સેન્સેક્સમાં 1286 પોઈન્ટનો જોરદાર રીકવરી જોવા મળી હતી.
નિફ્ટી 6 પોઈન્ટ પ્લસ
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 23,482ના નીચા મથાળે ગેપમાં ખુલીને શરૂમાં વધુ ઘટી 23,317 થઈ અને ત્યાં ભારે લેવાલી નીકળતાં ઝડપથી ઉછળી 23,695 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 23,649.95 બંધ રહ્યો હતો. જે આગલા બંધ ઈન્ડેક્સની સરખામણીએ 6.45નો સુધારો દર્શાવે છે.
શેરબજારનો યુ ટર્ન
આજે સપ્તાહના પ્રથમ દિવસે(Stock Market India) શેરબજાર નીચા મથાળે ગેપમાં ખૂલ્યા પછી ઈરાન સાથે તંગદિલીના સમાચાર પાછળ ભારે વેચવાલીથી વધુ ઘટાડો આગળ વધ્યો હતો. જો કે નીચા મથાળે નવી લેવાલી નીકળતાં બજારને ટેકો મળ્યો હતો. લો લેવલથી બજારમાં ઝડપથી સુધારો આવ્યો હતો. આજે વેલ્યૂ બાઈંગ રહ્યું હતું. શેરબજારે આજે સોમવારે યુ ટર્ન લીધો હોય તેવો માહોલ સર્જાયો હતો.
રીકવરી આવવાના કારણો
(1) આજે આઈટી અને ફાર્મા સેકટરના શેરોમાં સવારથી જોરદાર લેવાલીથી ઉછાળો આવ્યો હતો. જેને પગલે શેરબજારમાં(Stock Market India) નવો વિશ્વાસ ઉભો થયો હતો.
(2) દરેક ઘટાડે વેલ્યૂ બાઈંગ આવી જાય છે. ગત સપ્તાહે પણ આવી જ રીતે કડાકો બોલી ગયો ત્યારે ઘટાડે ઈન્વેસ્ટરોનું વેલ્યૂ બાઈંગ આવ્યું હતું. તેવી જ રીતે આજે પણ ઈન્વેસ્ટમેન્ટરૂપી નવી લેવાલીથી બજારને સારો એવો ટેકો મળ્યો હતો.
(3) યુએસ પ્રેસિડેન્ડ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આખરી ચેતવણી આપી દીધી છે. અમેરિકાની શરતો માની લો નહી તો યુદ્ધ ફરીથી શરૂ થશે. જે સમાચારથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધ્યા હતા. બ્રેન્ટ ક્રૂડ વધીને 110 ડૉલર અને ક્રૂડ ઓઈલ વધીને 106 ડૉલર થયા હતા. તેમજ ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો વધુ તૂટી 96.34ના રેકોર્ડ લો લેવલ પર પહોંચી ગયો હતો. આ ત્રણ ફેક્ટર ઈરાન યુદ્ધ, ક્રૂડ અને રૂપિયો આજે ટોટલ ડિસ્કાઉન્ટ થઈ ગયા હતા. માર્કેટે આ ત્રણ નેગેટિવ ફેકટરની નોંધ સુદ્ધા લીધી ન હતી.
(4) ભારતીય કંપનીઓના માર્ચ આખરના કવાર્ટર ફોરના પરિણામ ધારણા કરતાં પ્રોત્સાહક આવ્યા છે. જેને પગલે છેલ્લા બે સપ્તાહથી ફંડામેન્ટલી મજબૂત સ્ટોકમાં દરેક ઘટાડે વેલ્યૂ બાઈંગ આવી જાય છે.
(5) એફઆઈઆઈ છેલ્લી બે ટ્રેડિંગ સેશનની નેટ બાયર છે. 14 મેના રોજ રૂપિયા 187 કરોડ અને 15 મેના રોજ રૂપિયા 1329 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. જેને પગલે(Stock Market India) શેરબજારનું સેન્ટિમેન્ટ પોઝિટિવ થયું હતું.
મીડકેપ સ્મોલકેપ ઈન્ડેક્સ ઘટ્યા
આજે સોમવારે મીડકેપ ઈન્ડેક્સ 93 પોઈન્ટ અને સ્મોલકેપ ઈન્ડેક્સ 225 પોઈન્ટ ઘટ્યા હતા. જેથી એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. 941 શેરના ભાવ વધ્યા હતા અને 2,382 શેરના ભાવ ઘટ્યા હતા.
213 સ્ટોકમાં લોઅર સર્કિટ
55 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 69 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા. તેમજ 58 શેરમાં અપર સર્કિટ બ્રેકર લદાઈ હતી અને 213 સ્ટોકમાં લોઅર સર્કિટ લદાઈ હતી.
ટોપ ગેઈનર્સ
ટેક મહિન્દ્રા(4.85 ટકા), ઈન્ફોસીસ ટેકનોલોજી(2.38 ટકા), ભારતી એરટેલ(1.66 ટકા), સન ફાર્મા(1.37 ટકા) અને વિપ્રો(1.31 ટકા)
ટોપ લુઝર્સ
તાતા સ્ટીઉરલ(3.15 ટકા), પાવર ગ્રીડ(2.93 ટકા), એનટીપીસી(2.62 ટકા), એસબીઆઈ(2.53 ટકા) અને બજાજ ઓટો(1.83 ટકા)
કાલે શેરબજાર કેવું રહેશે?
Stock Market India આવતીકાલે મંગળવારે નિફ્ટી વીકલી એક્સપાયરી છે. જેથી મંદીવાળા ખેલાડીઓનું શોર્ટ કવરિંગ આવે તેની શક્યતા છે. બીજી તરફ શેરબજાર શોર્ટ ટર્મ ટેકનિકલી પોઝિટિવ થયું છે. નિફ્ટીમાં 23,300 અને સેન્સેક્સમાં 74,100ના સપોર્ટ લેવલ તૂટ્યા નથી. અને આજે ઝડપી રીકવરી આવી છે. હવે ઉપરમાં નિફ્ટી 23,800 કૂદાવશે તો 24,000 સુધી જઈ શકે છે. સેન્સેક્સ 75,880 કૂદાવશે તો 76,500 બતાવી શકે છે. હાલ બેંક નિફ્ટીએ 53,600નું સપોર્ટ લેવલ તોડ્યું છે, જેથી બેંક નિફ્ટી ટેકનિકલી વીક છે. ઉપરમાં બેંક નિફ્ટી 54,325 કૂદાવશે તો જ તેજી થશે.

