
વૈકલ્પિક રસ્તાઓની શોધ
અમેરિકા અને ઈઝરાયલે ઈરાન સાથે યુદ્ધ છેડ્યું અને ઈરાને ખાડી દેશોમાં આવેલા અમેરિકાના લશ્કરી બેઝ પર હૂમલા કર્યા હતા.(US Israil Iran War 2026) જેથી યુદ્ધ વધુ ઘેરુ બન્યું હતું. આ સંજોગોમાં ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બંધ કર્યું છે(Hormuz Crisis) એટલે કે હોર્મુઝના રસ્તેથી ઓઈલની આયાત અટકી ગઈ છે. ખાડી દેશોથી આવતું કાચુ તેલ હોર્મુઝના રસ્તેથી આવી રહ્યું છે. જેને પગલે ઈંઘણ આપુર્તિનો મુખ્ય રસ્તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થતાં ભારતની એલપીજીની આયાતમાં 40 ટકાનો ઘટાડો થયો હતો. તેની સાથે એલએનજીની પણ અછત ઉભી થવાનો ડર હતો. જેથી હવે કેન્દ્ર સરકારને વૈકલ્પિક રસ્તાઓની શોધ કરવી પડી રહી છે.
કેમ વધી રશિયાના તેલની માંગ?
માર્ચમાં રશિયાના તેલની આયાતમાં વધારો થવાનું મુખ્ય કારણ અમેરિકા દ્વારા ભારતને 30 દિવસ સુધી રશિયાનું તેલ ખરીદવાની અસ્થાયી છૂટ આપી છે.
આ છૂટને કારણે સમુદ્રમાં પહેલાથી મોજુદ તેલના જહાજ ખરીદવાની અનુમતિ આપવામાં આવી હતી, તેના પર પ્રતિબંધ લાગ્યો હતો.
તે ઉપરાંત ભારતે અંગોલા, ગૈબોન, ધાના અને કોંગો જેવા આફ્રિકાના દેશોમાંથી પણ આયાત વધારી છે.
કતરે ફોર્સ મેજ્યોરની જાહેરાત કરી હતી એટલે કે કોઈપણ કારણસર પ્રતિબંધનું પાલન ન કરવું. જેથી ભારતને મળનાર એલએનજીના સપ્લાયમાં 92 ટકાનો ભારે ઘટાડો થયો હતો.(Hormuz Crisis) તેની ભરપાઈ અમેરિકા, ઓમાન અને નાઈઝિરિયાથી આયાત વધારીને કરવામાં આવી રહી છે.
સરકારે નવા પગલા ભર્યા
Hormuz Crisis દેશમાં એલપીજીની અછત દૂર કરવા માટે સરકારે સ્થાનિક સ્તરે અનેક પગલા ભર્યા છે. (1) સ્થાનિક ઉત્પાદનમાં વધારો કરાયો છે (2) કોમર્શિયલ અને ઈન્ડસ્ટ્રિયલ સપ્લાયને સીમિત કરવામાં આવ્યો છે. (3) 33.2 કરોડ ગ્રાહકો માટે રસોઈ ગેસની ઉપલબ્ધતાં સુનિશ્ચિત કરાઈ છે.
રશિયાથી તેલની આયાત વધશે
ડેટા એનાલિસિસ અનુસાર રશિયાથી તેલની ખરીદી એપ્રિલમાં પણ ચાલુ રહેશે. સાથે ભારત એપ્રિલમાં વેનેઝુએલા અને ઈરાનથી તેલ ખરીદવા પર વિચાર કરી શકે છે. જેનાથી મિડલ ઈસ્ટમાંથી થનાર સપ્લાયના જોખમને ઓછુ કરી શકાય.
આ પણ વાંચો….
Stock Market India: લૉ લેવલથી સેન્સેક્સમાં 2023 પોઈન્ટનો ઉછાળો, આગામી સપ્તાહે આ સુધારો આગળ વધશે?

